Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનેવીની હત્યા કરનાર સાળો ઘટનાના 22માં દિવસે ઝડપાયો:ભક્તિનગર સર્કલ પાસે બહેનના પ્રેમલગ્નનો ખાર રાખી છરી વડે બનેવીને રહેંશી નાખ્યો હતો

    1 day ago

    રાજકોટમાં ભક્તિનગર સર્કલ પાસે બહેને કરેલા પ્રેમ લગ્નનો ખાર રાખી ભાઈએ બનેવીને આડેધડ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. ધોળા દિવસે થયેલી હત્યાની ઘટનામાં 22માં દિવસે ક્રાઈમ બ્રાન્ચ મુખ્ય આરોપી સુધી પહોંચી શકી છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપી કમલેશ ધાંધળની ધરપકડ કરી છે. શું છે સમગ્ર મામલો? રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ પાસે ગત તા.24 સપ્ટેમ્બરના બપોરના સમયે યુવાનને છરીના આડેધડ ઘા ઝીંકી તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. જેથી ગંભીર રીતે ઘાયલ યુવાનને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસ સ્ટાફ, ક્રાઇમ બ્રાન્ચ અને LCB ઝોન - 1 સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. યુવતીએ 7 વર્ષ પહેલા વિમલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનનુ નામ વિમલ વાણીયા (ઉ.વ.27) હોવાનું અને તે સહકાર રોડ પર રહેતો હોવાનું સામે આવ્યું હતુ. જેને એક યુવતી સાથે આજથી 7 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા અને ત્યારથી યુવતીના પરિવારજનો આ લગ્નના વિરોધમાં હોવાથી તેની સાથે સબંધો તોડી દીધા હતા. મૃતક વિમલની પત્નીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, RC બુક લેવાના બહાને બોલાવી મારા ભાઈ કમલેશે મારા પતિને મોતને ઘાટ ઉતારી દીધો છે. હું અને મારો દીકરો નોંધારા થઇ ગયા છે. તે સમયે બહેને વલોપાત કરતા કહ્યું હતું કે, ભાઈને ફાંસીની સજા આપવી જોઈએ. આરોપી કમલેશે મૃતક યુવાન સાથે બોલાચાલી કરી બાદમાં છાતીમાં તેમજ શરીરના અન્ય ભાગમાં 6થી 7 ઘા મારી હત્યા નિપજાવી હતી. ધમકી આપી માર મારવાના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધમકી આપી માર મારવાના ગુનામાં ફરાર મુખ્ય આરોપીને રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીને અમદાવાદ-રાજકોટ હાઈવે પરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ગુનામાં આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં આરોપી ફરાર હોવાથી તેને પકડવા ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે સતત પ્રયત્નો બાદ આરોપી કમલેશ લાખા ધાંધળને ઝડપી પાડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભથવાડા પાસે બોલેરોમાંથી ₹4.59 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:તહેવારો પહેલા મધ્યપ્રદેશથી આવતો ₹10.14 લાખનો મુદ્દામાલ પકડાયો, એક વોન્ટેડ
    Next Article
    ભારત પર 100% ટેરિફ લાગશે કે નહીં, 10 દિવસમાં નિર્ણય:ટ્રમ્પ નક્કી કરશે કે રશિયન તેલ ખરીદનારા કયા દેશો પર પ્રતિબંધ મૂકવો; પોતે ડીઝલ ખરીદી રહ્યા છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment