Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છેતરપિંડીની ત્રણ ફરિયાદ:વટવામાં 'આગળ પોલીસ છે' કહી વૃદ્ધાના ₹4.40 લાખના દાગીના તફડાવ્યા, ક્રેડિટ કાર્ડ અને ફ્લેટ ગીરોના નામે લાખોની ઠગાઈ

    19 hours ago

    અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં નાગરિકોને અલગ-અલગ પ્રપંચમાં ફસાવી લાખો રૂપિયા પડાવી લેવાના ત્રણ ચકચારી કિસ્સા સામે આવ્યા છે. વટવા પોલીસ મથક હેઠળ વૃદ્ધાને 'આગળ ચેકિંગમાં પોલીસ ઊભી છે' તેમ કહી ડરાવી ₹4.40 લાખના સોનાના દાગીના સેરવી લેવાયા હતા. જ્યારે નારોલમાં રહેણાંક ફ્લેટ ગીરો આપવાના બહાને એક વેપારી સાથે ₹5 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. આ ઉપરાંત વટવા ગામના એક યુવકને ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉપાડી આપવાની લાલચ આપી ઓનલાઇન ₹1.98 લાખ પડાવી લીધા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પોલીસે તમામ ઘટનાઓમાં ગુના નોંધી ગઠિયાઓની શોધખોળ તેજ કરી છે. કિસ્સો-1: 'આગળ પોલીસ ચેકિંગ છે' કહી વૃદ્ધાના ઘરેણાં બદલી નકલી પાટલા પધરાવ્યા ઘોડાસર જોગર્સ પાર્ક નજીક મહાદેવ પ્લેટિનિયમમાં રહેતાં 75 વર્ષીય ગૌરીબેન પટેલ ગત 18 ઓક્ટોબરે સવારે મહાદેવ મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યાં હતાં. તે દરમિયાન નિગમ રોડ પાસે ત્રણ ગઠિયાઓએ પૂર્વઆયોજિત કાવતરું રચી વૃદ્ધાને રોક્યા હતા. આરોપીઓએ આગળ પોલીસનું કડક ચેકિંગ ચાલે છે એવો ડર બતાવી પોતાના દાગીના ઉતારી થેલીમાં મૂકી દેવા જણાવ્યું હતું. વિશ્વાસ કેળવવા માટે ટોળકીના એક સાગરીતે પોતાની કંઠી પણ ઉતારી ખિસ્સામાં મૂકવાનો ડોળ કર્યો હતો. જેથી, ગૌરીબેને પોતાના ₹4.40 લાખની કિંમતના સોનાના દાગીના ઉતારી આપ્યા હતા. આરોપીઓએ કાગળમાં દાગીના વીંટાળી થેલીમાં મૂકવાનો ઢોંગ કરી વૃદ્ધાને રવાના કરી દીધા હતા. ઘરે જઈને જોતાં કાગળમાંથી અસલી દાગીના ગાયબ હતા અને તેના બદલે ખોટા પાટલા નીકળ્યા હતા. આ મામલે વટવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કિસ્સો-2: નારોલમાં ફ્લેટ ગીરો આપવાના નામે નોટરી કરાવી વેપારીના ₹5 લાખ ઓળવી ગયા બીજા કિસ્સામાં નારોલ રોડ કોઝી હોટલ પાછળ મેમણ કોલોનીમાં રહેતા ઇંડાના વેપારી મોહમદફૈઝાન મેમણને રહેવા માટે મકાનની જરૂર હોવાથી પરિચિતો મારફતે મુસ્તાક શેખ અને સરફરાજ શેખનો સંપર્ક થયો હતો. આરોપીઓએ નારોલ સ્થિત 'સ્ટાર રેસિડેન્સી'નો એક ફ્લેટ બતાવી 11 માસ અને 29 દિવસ માટે ગીરો પેટે ₹5 લાખ નક્કી કર્યા હતા. ભદ્ર કોર્ટ ખાતે કાયદેસર નોટરી કરાર કર્યા બાદ વેપારી પાસેથી ₹1 લાખ રોકડા અને ₹4 લાખ ચેક મારફતે મેળવી લીધા હતા. જોકે, પૈસા લીધા બાદ મકાનનો કબજો સોંપવાને બદલે આરોપીઓ વાયદા કરતા રહ્યા હતા. બાદમાં આરોપી સરફરાજે આ મકાન અન્ય કોઈને આપી દીધું હોવાનું કહી નાણાં પરત કરવાનો ઇનકાર કરી દેતાં છેવટે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. કિસ્સો-3: ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉપાડવાના બહાને એકાઉન્ટમાંથી ₹1.98 લાખ સફાચટ ત્રીજા બનાવમાં વટવા ગામના દેવીમાતા ઠાકોર વાસમાં રહેતા અને સાણંદની ખાનગી કંપનીમાં નોકરી કરતા દિનેશભાઈ ઠાકોરને અજાણ્યા શખ્સે HDFC બેંકના ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી બોલતો હોવાની ઓળખ આપી સંપર્ક કર્યો હતો. દિનેશભાઈ કાર્ડ વાપરતા ન હોવાનું કહેતાં ગઠિયાએ 'ગૂગલ પે મારફતે કાર્ડમાંથી રોકડ રકમ ઉપાડી શકાય તેવું સેટિંગ કરી આપું' તેવી લાલચ આપી હતી. વિશ્વાસમાં આવીને યુવકે ગઠિયાએ મોકલેલો નંબર એપ્લિકેશનમાં દાખલ કરતાં જ સેવિંગ્સ એકાઉન્ટમાંથી ₹98 હજાર ઉપડી ગયા હતા. ત્યાર બાદ સામેવાળાએ ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. થોડીવાર બાદ બેંકમાંથી મેસેજ આવ્યો કે ક્રેડિટ કાર્ડમાંથી પણ ₹1 લાખની લોન ઉપાડી લેવાઈ છે અને તેનો ₹6,180નો માસિક હપ્તો શરૂ થઈ ગયો છે. આમ, કુલ ₹1.98 લાખ કપાઈ જતાં ભોગ બનનારે વટવા પોલીસમાં સાયબર ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. પૂર્વ અમદાવાદમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનાઓની વિગત:
    Click here to Read More
    Previous Article
    બોમ્બે માર્કેટમાં ખરીદીના બહાને સાડી ચોરી જતી રાજકોટની ગેંગ ઝડપાઈ:સુરતના વેપારીને વાતોમાં પરોવી 20 હજારની 2 બાંધણી તફડાવી હતી, સમગ્ર કરતૂત CCTVમાં કેદ
    Next Article
    દિવાળી વેકેશન પહેલાં સુરત RTOની અરજદારોને મોટી રાહત:રવિવારે પણ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાયા, મોટી સંખ્યામાં અરજદારો ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment