Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોમ્બે માર્કેટમાં ખરીદીના બહાને સાડી ચોરી જતી રાજકોટની ગેંગ ઝડપાઈ:સુરતના વેપારીને વાતોમાં પરોવી 20 હજારની 2 બાંધણી તફડાવી હતી, સમગ્ર કરતૂત CCTVમાં કેદ

    18 hours ago

    સુરત શહેરમાં ખરીદીના બહાને દુકાનદારોની નજર ચૂકવી ચોરી કરતી મહિલા ગેંગ સક્રિય થઈ હોવાની ઘટના સામે આવી છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જૂની બોમ્બે માર્કેટમાં સાડી ખરીદવાના બહાને વેપારીને વાતોમાં વ્યસ્ત રાખી ₹20,000ની કિંમતની બે મોંઘીદાટ બાંધણી સાડી ચોરી જનાર રાજકોટની ચાર મહિલાઓને વરાછા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને CCTVના આધારે રાજકોટથી મુદ્દામાલ સાથે દબોચી લીધી છે. ચોરીની આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ગ્રાહક બનીને આવી અને નજર ચૂકવી સાડી સેરવી લીધી મળતી વિગતો અનુસાર જૂની બોમ્બે માર્કેટમાં ‘અભિનંદન બંધેજ’ નામે કાપડની દુકાન ચલાવતા કલ્પ જીતેન્દ્રભાઈ ડુંગાણી ગત 26 ઓક્ટોબરના રોજ સાંજે કારીગરો સાથે દુકાને હાજર હતા. તે દરમિયાન ચાર અજાણી મહિલાઓ સાડી ખરીદવાના બહાને દુકાનમાં પ્રવેશી હતી. આ મહિલાઓએ વેપારી અને કારીગરોને સાડી બતાવવામાં તથા ભાવતાલની વાતચીતમાં ગૂંચવી રાખ્યા હતા. ત્યારબાદ વેપારીની નજર ચૂકવીને ગ્રીન કલરની બાંધણી સાડી (કિંમત ₹10,500) અને રાણી કલરની બાંધણી સાડી (કિંમત ₹9,500) મળી કુલ ₹20,000ની મત્તાની બે કિંમતી હાથ બનાવટની બાંધણી સાડી સેરવીને રફુચક્કર થઈ ગઈ હતી. CCTVના આધારે વરાછા પોલીસે પગેરૂં દબાવ્યું સાડી ઓછી જણાતાં વેપારીએ દુકાનના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા, જેમાં આ ચારેય મહિલાઓ સાડી ચોરી કરતી સ્પષ્ટ નજરે પડી હતી. આ અંગે વેપારીએ 29 ઓક્ટોબરના રોજ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે BNSની કલમ-305(એ), 54 હેઠળ ગુનો દાખલ કર્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી વરાછા પીઆઈ એ.આર. વાળાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ વી.ડી. માળી તથા તેમની ટીમે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ શરૂ કરી હતી. રાજકોટથી ચારેય મહિલા આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાઈ બાતમી અને હ્યુમન સોર્સના આધારે ASI રાજેશભાઈ, હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ પાયલબેનની ટીમે રાજકોટ ખાતે દરોડો પાડી ચોરીમાં સામેલ શીતલબેન લાલજીભાઈ હાડા (રહે. કોઠારીયા), નયનાબેન રમેશભાઈ સોલંકી (રહે. કાલાવડ રોડ), આશાબેન જયેશભાઈ રાઠોડ (રહે. ઓમનગર સર્કલ) અને કિરણબેન ઉર્ફે કિર્તિબેન રઘુભાઈ ડોડીયા (રહે. મવડી)ને ઝડપી પાડી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી ગયેલી બંને બાંધણી સાડીઓ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    લાલ દરવાજા ભદ્ર બજારમાં દબાણ હટાવવા સામે કોંગ્રેસનો વિરોધ:તહેવારમાં ગરીબ વેપારીઓને રોજીરોટી આપવા માંગ;પાથરણાંવાળાઓ સામે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની કાર્યવાહી
    Next Article
    અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છેતરપિંડીની ત્રણ ફરિયાદ:વટવામાં 'આગળ પોલીસ છે' કહી વૃદ્ધાના ₹4.40 લાખના દાગીના તફડાવ્યા, ક્રેડિટ કાર્ડ અને ફ્લેટ ગીરોના નામે લાખોની ઠગાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment