Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલ દરવાજા ભદ્ર બજારમાં દબાણ હટાવવા સામે કોંગ્રેસનો વિરોધ:તહેવારમાં ગરીબ વેપારીઓને રોજીરોટી આપવા માંગ;પાથરણાંવાળાઓ સામે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની કાર્યવાહી

    17 hours ago

    અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં ભદ્ર પ્લાઝા ખાતે ટ્રાફિકને અડચણરૂપ બનતા ગેરકાયદે પાથરણાંવાળાઓને હટાવવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા શરૂ કરાઈ હતી. જમાલપુર અને ખાડિયાના કોંગ્રેસના કોર્પોરેટરોએ ઘટનાસ્થળે દોડી આવીને આ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસે દિવાળીના તહેવાર દરમિયાન ગરીબ વેપારીઓને 10 દિવસ ધંધો કરવા દેવા માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશથી એસ્ટેટની કાર્યવાહી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે જણાવ્યું હતું કે દિવાળીમાં આવતા ગ્રાહકોની સુવિધા માટે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કેરેજ વે પરનું વેન્ડિંગ હટાવવામાં આવી રહ્યું છે. એસ્ટેટ વિભાગે 6 ઇન્સ્પેક્ટર, 4 દબાણ ગાડી અને 25 મજૂરો સાથે સ્પેશિયલ ટીમ ફાળવીને રવિવારે ભદ્રના રસ્તા પરનું દબાણ દૂર કર્યું હતું. કોર્પોરેશન આ રોડ પર કોઈ ગેરકાયદે વેન્ડિંગ નહીં થવા દે. કોંગ્રેસ કોર્પોરેટરોએ પક્ષપાતનો આક્ષેપ કર્યો જમાલપુર વોર્ડના કોંગ્રેસ કોર્પોરેટર ડો. નાઝનીન ઠાકોરના પતિ વસીમ ઠાકોરે આક્ષેપ કર્યો હતો કે શહેરના તમામ ઝોનમાં આવા બજારો ભરાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન માત્ર ભદ્ર બજાર માટે જ સ્પેશિયલ ટીમ બનાવી દબાણો હટાવી રહ્યું છે. ગરીબ વેપારીઓને દિવાળીના તહેવારમાં 10 દિવસ વેપાર કરવા દેવાની માંગ સાથે તેમણે એસ્ટેટ વિભાગની આ કામગીરીનો સખત વિરોધ નોંધાવ્યો હતો. મેયર અને ચેરમેનનું કડક વલણ મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે ભદ્રકાળી મંદિર પાસે લોકોની ભારે અવરજવર હોવાથી કાયદેસરના પાથરણાંવાળાને જગ્યા અપાઈ છે અને એસ્ટેટ વિભાગ નિયમ મુજબ કામ કરશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે કોર્ટના આદેશ અનુસાર રસ્તા પરના ટ્રાફિકને અડચણરૂપ પાથરણાંવાળાઓને હટાવવાની કામગીરી એસ્ટેટ વિભાગ દ્વારા સતત ચાલુ રાખવામાં આવશે. ભદ્ર બજારના જૂના વિવાદો અને પોલીસ સંકલન ભદ્ર પાથરણાં બજાર ભૂતકાળમાં પણ ગેરકાયદેસર ઉઘરાણી અને દબાણો મુદ્દે વિવાદમાં આવી ચૂક્યું છે. કેટલાક સ્થાનિકો બહારના વેપારીઓને બેસાડી પૈસા ઉઘરાવતા હોવાના આક્ષેપ છે. ભદ્રકાળી મંદિરે દર્શનાર્થીઓને હેરાનગતિ અટકાવવા એસ્ટેટ વિભાગ કાર્યવાહી કરે છે, પરંતુ કારંજ પોલીસનું યોગ્ય સંકલન કે મદદ ન મળવાથી અગાઉ એસ્ટેટ ટીમ પર હુમલા પણ થયા હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ ગાંધીએ કહ્યું- જ્ઞાનેશ કુમાર હટશે, જેલમાં જશે:જ્ઞાનેશ પછી મોદી-શાહનો નંબર, મમતા બેનર્જીએ કહ્યું-અમે હાર્યા નથી, અમને હરાવવામાં આવ્યા
    Next Article
    બોમ્બે માર્કેટમાં ખરીદીના બહાને સાડી ચોરી જતી રાજકોટની ગેંગ ઝડપાઈ:સુરતના વેપારીને વાતોમાં પરોવી 20 હજારની 2 બાંધણી તફડાવી હતી, સમગ્ર કરતૂત CCTVમાં કેદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment