Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં યુવકને હનીટ્રેપમાં ફસાવી અપહરણ કરી લૂંટનો કેસ:₹43 હજારની લૂંટ કરનારા 4 આરોપીઓના જામીન કોર્ટે કર્યા નામંજૂર

    6 hours ago

    વલસાડ જિલ્લાના નાનાપોંઢા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકને હનીટ્રેપમાં ફસાવવાનો કિસ્સો સામે આવ્યો છે. છોકરી સાથે શારીરિક સંબંધની લાલચ આપી યુવકનું અપહરણ કરી ચપ્પુ બતાવી રૂ.43 હજારની લૂંટ કરવામાં આવી હતી. આ કેસમાં ધરમપુરની એડિશનલ સેશન્સ કોર્ટે ચાર આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે. કેસની વિગત મુજબ, સેલવાસના મસાટ વિસ્તારમાં રહેતા 24 વર્ષીય જબુલ્લા જેનુલ્લા અમીન ખાનને 30 માર્ચ 2026ના રોજ આરોપીઓએ છોકરી સાથે સંબંધ બાંધવાની લાલચ આપી હતી. તેને લવાછા ચેકપોસ્ટ પાસે બોલાવવામાં આવ્યો હતો. યુવક ત્યાં પહોંચતા આરોપી શાહબાઝ ચૌધરી અને જવાહિર યાદવ તેને મોટરસાઇકલ પર બેસાડીને લઈ ગયા હતા. તેઓ યુવકને ડુંગરાના ડુંગરી ફળિયા ખાતે દમણગંગા નદી કિનારે આવેલી એક અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા. ત્યાં ઝહીર ખાન અને અફાન ખાન પણ હાજર હતા. ચારેય આરોપીઓએ યુવકને ઘેરી લીધો અને આરોપી જવાહિરે ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ચારેયે ભેગા મળી યુવક પાસેથી રોકડા રૂ.33 હજાર અને રૂ.10 હજારની કિંમતનો વનપ્લસ મોબાઈલ ફોન બળજબરીથી લઈ લીધો હતો. લૂંટ કર્યા પછી, જો તે પોલીસને જાણ કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ભાગી ગયા હતા. આ કેસમાં નાનાપોંઢા પોલીસે BNSની કલમ 309(4), 351(3), 140(3), 3(5) તથા GP એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધ્યો હતો. તપાસ દરમિયાન આ ચારેય આરોપીઓ અન્ય એક ગુનામાં ડુંગરા પોલીસના હાથે પકડાયા હતા. ત્યારબાદ નાનાપોંઢા પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે તેમની ધરપકડ કરી હતી. કેસની એક મહત્વની કડી તરીકે 27 ઓગસ્ટ 2026ના રોજ કાર્યપાલક મેજિસ્ટ્રેટ સમક્ષ ઓળખ પરેડ કરવામાં આવી હતી. જેમાં ફરિયાદીએ ચારેય આરોપીઓને ઓળખી બતાવ્યા હતા. આરોપીઓએ ધરમપુર કોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરી હતી. એડિશનલ સેશન્સ જજ એમ. એ. મિર્ઝાની કોર્ટમાં સરકારી વકીલ ડીજીપી અનિલ ત્રિપાઠી અને તપાસ અધિકારી PI એમ. એન. કાતરીયા તરફથી દલીલો કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આરોપીઓ રીઢા ગુનેગાર છે અને તેમની સામે ડુંગરા પોલીસ સ્ટેશનમાં પણ લૂંટ તથા અપહરણ જેવા ગંભીર ગુના નોંધાયેલા છે. સરકારી વકીલે દલીલ કરી કે જો આરોપીઓને જામીન આપવામાં આવે તો સાક્ષીઓ અને ફરિયાદી પર અસર થઈ શકે છે. ઉપરાંત, અન્ય વોન્ટેડ આરોપીઓને પણ મદદ મળવાની શક્યતા છે. કોર્ટે આ દલીલોને ધ્યાનમાં રાખી ચારેય આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી. જે આરોપીઓની જામીન અરજી નામંજૂર થઈ છે તેમાં શાહબાઝ અબ્દુલ અઝીઝ ચૌધરી (19), ઝહીર સમીઉલ્લાહ ખાન (20), જવાહિર રામનરેશ યાદવ (19) અને અફાન સિરાજઉદ્દીન ખાન (19)નો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    પારડીના ખેરલાવમાં જૂની અદાવતને લઈ બે જૂથ સામસામે:લોખંડના સળિયા-લાકડીથી મારામારી, વાહન અને ઘરવખરીને નુકસાન
    Next Article
    વલસાડના 3 આરોગ્ય કેન્દ્રોમાં મળશે આધુનિક સુવિધાઓ:PHCમાંથી CHCમાં અપગ્રેડ કરાયેલા સેન્ટરો માટે આરોગ્ય સમિતિનો નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment