Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પારડીના ખેરલાવમાં જૂની અદાવતને લઈ બે જૂથ સામસામે:લોખંડના સળિયા-લાકડીથી મારામારી, વાહન અને ઘરવખરીને નુકસાન

    6 hours ago

    પારડી તાલુકાના ખેરલાવ ગામના માધામવંશી અને વાણીયાવાડ ફળિયામાં જૂની અદાવતને કારણે બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ હિંસક મારામારી થઈ હતી. જેમાં લોખંડના સળિયા અને લાકડીઓ વડે હુમલા કરાયા હતા. આ હુમલામાં લોકોને ઈજાઓ પહોંચી હતી અને મોટરસાયકલ તેમજ ઘરવખરીના સામાનને પણ નુકસાન થયું હતું. પારડી પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પ્રથમ પક્ષે અંકિત ઉર્ફે મુન્ના હસમુખપટેલે ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, 5 સપ્ટેમ્બરે ગામમાં જન્માષ્ટમીના મંડળ દરમિયાન મોટરસાયકલ ઊભી રાખવા બાબતે બોલાચાલી થઈ હતી. બાદમાં અંકિત જ્યારે ભાવેશ પટેલના ઘરે વાત કરવા ગયો, ત્યારે ભાવેશ અને રણછોડ મોહન પટેલે ગુસ્સે થઈને લોખંડના સળિયા અને લાકડી વડે હુમલો કર્યો. આ હુમલામાં અંકિતને ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત અંકિતને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ લઈ જવાયો છે. બીજી તરફ, રણછોડ પટેલે પણ ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, અંકિત ઉર્ફે મુન્ના પોતાના હાથમાં લોખંડનો રોડ લઈને તેમના આંગણામાં આવ્યો હતો. તેણે ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન તેણે આંગણામાં પાર્ક કરેલી મોટરસાયકલ અને ઘરવપરાશની વસ્તુઓમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. પારડી પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ઘટનાસ્થળની તપાસ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીના બે TDOએ સરકારી સેવાને કહ્યું અલવિદા:સરકારે જયેશ જાની અને અજય ડોડીયાની સ્વૈચ્છિક નિવૃત્તિ મંજૂર કરી
    Next Article
    વલસાડમાં યુવકને હનીટ્રેપમાં ફસાવી અપહરણ કરી લૂંટનો કેસ:₹43 હજારની લૂંટ કરનારા 4 આરોપીઓના જામીન કોર્ટે કર્યા નામંજૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment