Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના 3 આરોગ્ય કેન્દ્રોમાં મળશે આધુનિક સુવિધાઓ:PHCમાંથી CHCમાં અપગ્રેડ કરાયેલા સેન્ટરો માટે આરોગ્ય સમિતિનો નિર્ણય

    6 hours ago

    વલસાડ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની કચેરીમાં આરોગ્ય સમિતિની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સારી અને ઝડપી બનાવવા માટે ઘણા મહત્વના નિર્ણય લેવાયા હતા. ખાસ કરીને, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)માંથી સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) માં અપગ્રેડ કરાયેલા 3 આરોગ્ય કેન્દ્રોમાં નવી અને આધુનિક સુવિધાઓ તાત્કાલિક શરૂ કરવા પર ચર્ચા થઈ હતી. વલસાડ જિલ્લાના જે 3 PHCને CHCનો દરજ્જો મળ્યો છે, ત્યાં દર્દીઓને સ્થાનિક સ્તરે જ સારી સારવાર મળે તે માટે આયોજન કરાયું છે. આ CHC સેન્ટરો પર ઈમરજન્સી સારવાર, ગાયનેકોલોજીકલ (મહિલા અને પ્રસૂતિ) વિભાગ, બાળરોગ વિભાગ, લેબોરેટરી ટેસ્ટિંગ, એક્સ-રે અને વધુ બેડની સુવિધા મળશે. આ સુવિધાઓ શરૂ થવાથી ગ્રામજનોને સામાન્ય કે ગંભીર બીમારીઓ માટે મોટા શહેરો કે જિલ્લા હેડક્વાર્ટર સુધી જવું નહીં પડે. આરોગ્ય સમિતિના અધ્યક્ષ, સભ્યો અને આરોગ્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં યોજાયેલી આ બેઠકમાં આરોગ્ય સેવાઓના ડિજિટલાઇઝેશન, દવાઓની પૂરતી ઉપલબ્ધતા અને સ્ટાફની ફાળવણીની પણ સમીક્ષા થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે, આ 3 CHC સેન્ટરોમાં જરૂરી તબીબી સાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે બજેટ અને મંજૂરીની પ્રક્રિયા ઝડપથી પૂરી કરાશે. વલસાડ જિલ્લાના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ સારી બનતા સ્થાનિક લોકોને ઘરઆંગણે જ સારી સારવાર મળશે. સમિતિએ સંબંધિત અધિકારીઓને તમામ કામ સમયસર અને સારી ગુણવત્તા સાથે પૂરા કરવા જરૂરી સૂચના આપી હતી.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં યુવકને હનીટ્રેપમાં ફસાવી અપહરણ કરી લૂંટનો કેસ:₹43 હજારની લૂંટ કરનારા 4 આરોપીઓના જામીન કોર્ટે કર્યા નામંજૂર
    Next Article
    World Map Changed: दुनिया का नक्शा बदलेगा? भारत ने UN प्रस्ताव का क्यों दिया साथ| New World Map

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment