Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝરપરામાં ₹42.21 લાખની સરકારી જમીન પરથી દબાણ હટાવાયું:મુંદરા તાલુકામાં 12,950 ચોરસ મીટર જમીન દબાણમુક્ત, દબાણકર્તાએ સ્વૈચ્છિક રીતે હટાવ્યું

    12 hours ago

    સરકારી જમીનો પર થયેલા બિનઅધિકૃત દબાણો દૂર કરવાની દિશામાં કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મુંદરા તાલુકાના ઝરપરા ગામે આવેલી સરકારી જમીન પર કરવામાં આવેલા ખેતી વિષયક દબાણને સ્વૈચ્છિક રીતે દૂર કરવામાં આવ્યું હતું. આ કામગીરીથી અંદાજે રૂ. ૪૨.૨૧ લાખની જંત્રી કિંમત ધરાવતી ૧૨,૯૫૦ ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત બની છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કચ્છ જિલ્લા કલેક્ટર અને મુંદરાના પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ઝરપરા ગામે સરકારી જમીન પરથી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ગામના સરકારી સરવે નંબર ૪૨૨/૫ પૈકીની જમીન પર ખેતીના હેતુથી બિનઅધિકૃત દબાણ કરવામાં આવ્યું હોવાનું વહીવટી તંત્રના અહેવાલમાં જણાવાયું હતું. આ જમીન પર થયેલા દબાણ અંગેની કાર્યવાહી દરમિયાન દબાણકર્તા સામત નારાણ ગેલવા દ્વારા સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવામાં આવ્યું હતું. જમીનનું કુલ ક્ષેત્રફળ ૧૨,૯૫૦ ચોરસ મીટર છે, જ્યારે તેની જંત્રી મુજબની કિંમત રૂ. ૪૨,૨૧,૭૦૦ થાય છે. સરકારી જમીનનો બિનઅધિકૃત ઉપયોગ અટકાવવા અને જમીનને દબાણમુક્ત કરવાની દિશામાં આ કાર્યવાહી મહત્ત્વપૂર્ણ બની છે. સમગ્ર કામગીરી મુંદરાના મામલતદાર કલ્પના ગોંદીયાના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન દબાણ શાખાના નાયબ મામલતદાર એ.એસ. ગોહિલ અને નાયબ મામલતદાર આર.જે. રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. સંબંધિત અધિકારીઓની હાજરીમાં દબાણ દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીનો પરના બિનઅધિકૃત કબજાઓ દૂર કરવા માટે કરવામાં આવતી કામગીરીના ભાગરૂપે ઝરપરાની આ કાર્યવાહી સામે આવી છે. સરકારી જમીનનું રક્ષણ થાય અને જાહેર સંપત્તિ પર ગેરકાયદેસર કબજો ન રહે તે માટે આવી કાર્યવાહી વહીવટી દૃષ્ટિએ મહત્ત્વ ધરાવે છે.
    Click here to Read More
    Previous Article
    શિક્ષક કેરોસીન છાંટીને સળગેલી હાલતમાં ઘરની બહાર નીકળ્યો:પડોશીઓએ ગોદડાં નાખ્યા પણ બચ્યો નહીં, રાજકોટમાં ડિપ્રેશનમાં રહેતા યુવાનનો આપઘાત
    Next Article
    કરજણ બ્રિજમાં નબળા બાંધકામનો પર્દાફાશ, કોન્ટ્રાક્ટર સામે FIR:બ્રિજ પાછળ રૂ. 10.71 કરોડનો ખર્ચ કરાયો, જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment