Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષક કેરોસીન છાંટીને સળગેલી હાલતમાં ઘરની બહાર નીકળ્યો:પડોશીઓએ ગોદડાં નાખ્યા પણ બચ્યો નહીં, રાજકોટમાં ડિપ્રેશનમાં રહેતા યુવાનનો આપઘાત

    13 hours ago

    રાજકોટના આંબેડકરનગરમાં મવડી સ્લમ આવાસમાં રહેતા પ્રાઈવેટ સ્કૂલના શિક્ષક મિતેશ તેરૈયાએ આજે(18 ઓક્ટોબર) બપોરે પોતાના ઘરે શરીરે કેરોસીન છાંટીને આગ ચાંપી આપઘાત કરી લીધો છે. યુવાન સળગતી હાલતમાં ઘરમાંથી બહાર નીકળતા આસપાસના લોકો હતપ્રભ થઈ ગયો હતો. પાડોશીઓએ તેને ગોદડાંથી ઢાંકી બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવાન બચી શક્યો ન હતો. 7 વર્ષ પહેલાં યુવાનના લગ્ન થયા હતા, પરંતુ બે વર્ષમાં જ છુટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ એકલવાયાપણાને કારણે ડિપ્રેશનમાં આવી જતા યુવાને આપઘાતનું અંતિમ પગલું ભરી લીધું હોવાની શક્યતા પરિવારજનોએ વ્યક્ત કરી છે. પાંચ વર્ષથી બહેન-બનેવી સાથે રહેતો, માતા-પિતા પણ નથી માલવિયાનગર પોલીસ મથકના PSI સી. પી. રાઠોડે કહ્યું હતું કે, મૃતક મિતેશ જયસુખભાઈ તેરૈયાના બનેવીના કહેવા પ્રમાણે તે છેલ્લા 15 દિવસથી ગુમસુમ રહેતો હતો. જેના કારણે આપઘાતનું પગલું ભરી લીધું હોય તેવું લાગી રહ્યું છે. મૃતક કોઠારીયા રોડ ઉપર આવેલી જ્ઞાનદીપ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતો હતો. 34 વર્ષના મિતેશના લગ્ન થઈ ગયા હતા પરંતુ 5 વર્ષ પહેલાં તેના છુટાછેડા થઈ ગયા હતા. આંબેડકરનગરમાં મવડી 50 વારીયા સ્લમ ક્વાર્ટસમાં તેનું મકાન હતું. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી કોઠારીયા રણુજા મંદિર પાસે રહેતા બહેન-બનેવી સાથે રહેતો હતો. યુવાનના માતા-પિતા પણ હયાત નથી. સળગતી હાલતમાં ઘરમાંથી બહાર રસ્તા પર નીકળી ગયો આજે બપોરે તે 2 વાગ્યા પહેલા આંબેડકરનગરમાં આવેલા પોતાના મકાન પર આવ્યો હતો અને ઘરમાં અંદર પહોંચી કેરોસીન પોતાના શરીર પર છાટી લીધું હતું અને ત્યારબાદ દીવાસળીથી આગ ચાંપી દીધી હતી. જે બાદ તે સળગતી હાલતમાં ઘરમાંથી બહાર રસ્તા પર નીકળી ગયો હતો. જેથી આસપાસમાં રહેતા પાડોશીઓએ તેને ગોદડાંથી ઢાંક્યો હતો, પરંતુ વધુ પડતા સળગી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને માલવિયાનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    હળવદના ચંદ્રગઢ ગામે પિતાએ સગા પુત્રની હત્યા કરી:મોરબી એલસીબી, એસઓજી અને હળવદ પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી આરોપી પિતાની ધરપકડ કરી
    Next Article
    ઝરપરામાં ₹42.21 લાખની સરકારી જમીન પરથી દબાણ હટાવાયું:મુંદરા તાલુકામાં 12,950 ચોરસ મીટર જમીન દબાણમુક્ત, દબાણકર્તાએ સ્વૈચ્છિક રીતે હટાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment