Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરજણ બ્રિજમાં નબળા બાંધકામનો પર્દાફાશ, કોન્ટ્રાક્ટર સામે FIR:બ્રિજ પાછળ રૂ. 10.71 કરોડનો ખર્ચ કરાયો, જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી થશે

    11 hours ago

    જાહેર બાંધકામોની ગુણવત્તા અને સલામતી સાથે બાંધછોડ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાના અભિગમ હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના કરજણ નદી પરના બ્રિજના નબળા બાંધકામ મામલે કડક વલણ અપનાવ્યું છે. રાજપીપળા-રામગઢ (નવાગામ) રોડ પર આવેલા આ મેજર બ્રિજના બાંધકામમાં ગંભીર ગુણવત્તાકીય ક્ષતિઓ સામે આવતાં કોન્ટ્રાક્ટર મેસર્સ રોયલ ઇન્ફ્રા એન્જિનિયરિંગ પ્રા. લિ., સુરત સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફોજદારી ફરિયાદ (FIR) નોંધાવવામાં આવી છે. આ ઉપરાંત, બાંધકામની નબળી કામગીરી અને બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ તથા કર્મચારીઓ સામે પણ શિસ્તભંગનાં પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે. એક પાયો બેસી જતાં સમગ્ર બ્રિજની તપાસ થઈ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બ્રિજનું કામ વર્ષ 2018-19માં રૂ. 10.71 કરોડના ટેન્ડર ખર્ચે રોયલ ઇન્ફ્રા એન્જિનિયરિંગ પ્રા. લિ.ને સોંપવામાં આવ્યું હતું. કામગીરી શરૂ કરવાની તારીખ 15 સપ્ટેમ્બર, 2018 હતી, જ્યારે બાંધકામની ભૌતિક કામગીરી 14 ઓગસ્ટ, 2020ના રોજ પૂર્ણ થઈ હતી. જોકે, બ્રિજની ચકાસણી દરમિયાન તેનો એક ફાઉન્ડેશન બેસી જવાની બાબત સામે આવી હતી. આ ક્ષતિને ગંભીરતાથી લઈને ક્વોલિટી કંટ્રોલ વિભાગને સમગ્ર બ્રિજનું પરીક્ષણ અને નિરીક્ષણ કરવા જણાવાયું હતું. અન્ય ભાગોમાં પણ ક્ષતિઓ, વાહનવ્યવહાર બંધ કરાયો ક્વોલિટી કંટ્રોલ વિભાગની તપાસમાં બ્રિજના અન્ય ભાગોમાં પણ ગુણવત્તાકીય ક્ષતિઓ હોવાનું ધ્યાને આવ્યું હતું. તપાસ બાદ બ્રિજ વાહનવ્યવહાર માટે યોગ્ય અને સલામત ન હોવાનું જણાતાં તેના પર વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. રાજપીપળા અને રામગઢ સહિત આસપાસના વિસ્તારો માટે મહત્ત્વપૂર્ણ એવા આ બ્રિજની નબળી કામગીરીને પગલે બાંધકામની ગુણવત્તા અને જવાબદારી અંગે ગંભીર સવાલો ઊભા થયા હતા. કોન્ટ્રાક્ટર સામે ફોજદારી કાર્યવાહી, અધિકારીઓની પણ જવાબદારી નક્કી થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈને બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટર અને તેના પ્રતિનિધિઓ સામે લાગુ પડતી કાયદાકીય જોગવાઈઓ હેઠળ ફોજદારી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. તેના પગલે માર્ગ અને મકાન વિભાગે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાથે જ, બાંધકામની ગુણવત્તા જાળવવામાં થયેલી નિષ્ફળતા અને સંબંધિત બેદરકારી બદલ જવાબદાર અધિકારીઓ તથા કર્મચારીઓ સામે ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, 1971 હેઠળ કાર્યવાહી હાથ ધરવાના આદેશ આપવામાં આવ્યા છે. જાહેર બાંધકામોની ગુણવત્તા સાથે બાંધછોડ નહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ કાર્યવાહીથી રાજ્ય સરકારનો સંદેશ સ્પષ્ટ થયો છે કે જાહેર બાંધકામોમાં ગુણવત્તા અને નાગરિકોની સલામતી સાથે કોઈ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. બાંધકામમાં ગંભીર ક્ષતિઓ કે જવાબદારીમાં બેદરકારી સામે કાયદા અને નિયમો મુજબ કડક પગલાં લેવામાં આવશે, તેવું સરકારનું વલણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘જે કહેવું તે કરવું’ની કાર્યશૈલીને અનુરૂપ મુખ્યમંત્રીએ કરેલી આ કાર્યવાહીથી નબળા બાંધકામના મામલે કોન્ટ્રાક્ટર ઉપરાંત જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહીનો માર્ગ ખુલ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ઝરપરામાં ₹42.21 લાખની સરકારી જમીન પરથી દબાણ હટાવાયું:મુંદરા તાલુકામાં 12,950 ચોરસ મીટર જમીન દબાણમુક્ત, દબાણકર્તાએ સ્વૈચ્છિક રીતે હટાવ્યું
    Next Article
    How A Secret British Elite Forces Op In Syria Became A Murder Inquiry

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment