Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હારીજ ફેડબેંકમાં નકલી સોનાથી ₹4.15 લાખની છેતરપિંડી:બ્રેસ્લેટ ગીરવે મૂકી લોન લીધી, સમીના શખ્સ સામે પોલીસ ફરિયાદ

    12 hours ago

    પાટણ જિલ્લાના હારીજમાં આવેલી ફેડબેંક ફાઇનાન્શીયલ સર્વિસીસ લિમિટેડની શાખામાં નકલી સોનાનું બ્રેસ્લેટ ગીરવે મૂકી ₹4,15,800ની લોન મેળવી બેંક સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. આ અંગે બેંકના શાખા મેનેજર અશ્વિનકુમાર સિંધવે સમીના સલીમ મુસ્તુફા સૈયદ સામે હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, સમીના હેઠાળોવાસમાં રહેતા સલીમ મુસ્તુફા સૈયદે 16 ડિસેમ્બર, 2025ના રોજ હારીજ ફેડબેંકમાં 42.59 ગ્રામ વજનનું સોનાનું બ્રેસ્લેટ ગીરવે મૂકી લોન માટે અરજી કરી હતી. બેંકના પ્રાથમિક રબિંગ ટેસ્ટમાં બ્રેસ્લેટ સોનાનું જણાતાં તેને ₹3,60,500ની લોન આપવામાં આવી હતી. ત્યારબાદ, સૈયદે ઓનલાઇન પોર્ટલ દ્વારા તબક્કાવાર ટોપઅપ મેળવીને કુલ ₹4,15,800ની લોન લીધી હતી. 10 ફેબ્રુઆરી, 2026ના રોજ બેંકમાં વાર્ષિક ઓડિટ ચાલી રહ્યું હતું. ઓડિટ અધિકારી હાર્દિક મહેતાએ બ્રેસ્લેટની ઊંડાણપૂર્વક તપાસ કરતા તે શંકાસ્પદ જણાયું હતું. ત્યારબાદ, અમદાવાદથી બોલાવવામાં આવેલા સરકાર માન્ય ગોલ્ડ વેલ્યુઅર દ્વારા તપાસ કરાવતાં 42.59 ગ્રામના બ્રેસ્લેટમાંથી માત્ર 3 ગ્રામ સોનું અને બાકીનું 39.59 ગ્રામ નકલી ધાતુ હોવાનું પ્રમાણપત્ર મળ્યું હતું. લોન ધારકે એક પણ હપ્તો ભર્યો ન હતો અને રકમ પરત કરવા અંગે વાયદા કર્યા છતાં નાણાં જમા કરાવ્યા ન હતા. આખરે બેંકે પોલીસ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ લીધેલી લોનના ₹4,15,800 અને વ્યાજના ₹38,505 મળી કુલ ₹4,54,305ની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. હારીજ પોલીસે આ મામલે બી.એન.એસ.ની કલમ 318(4) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જીગ્નેશકુમાર બાબુભાઇ ચૌધરીને સોંપી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ખાનગી બસ નીચે કચડાતા યુવાનનું મોત:બસની બાજુમાં લઘુ શંકા કરવા ગયો અને ડ્રાઇવરે બસ હંકારી; પાછળનું ટાયર માથા પર ફરી વળ્યું
    Next Article
    હિંમતનગર રેલવે સ્ટેશન તિરંગા લાઈટથી ઝળહળશે:150 ફસાડ લાઈટથી તહેવારોમાં આકર્ષણ જામશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment