Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર રેલવે સ્ટેશન તિરંગા લાઈટથી ઝળહળશે:150 ફસાડ લાઈટથી તહેવારોમાં આકર્ષણ જામશે

    11 hours ago

    હિંમતનગર રેલવે સ્ટેશન પર અમૃત ભારત યોજના હેઠળ વિવિધ વિકાસ કાર્યો ચાલી રહ્યા છે. આ અંતર્ગત, આગામી તહેવારોમાં સ્ટેશનની ઇમારતને 150 થી વધુ ફસાડ લાઇટિંગ વડે તિરંગાના રંગોથી ઝળહળતી કરવામાં આવશે. અમૃત ભારત યોજના હેઠળ હિંમતનગર રેલવે સ્ટેશન પર નવી ઇમારતો, કોચ ઇન્ડિકેટર, પ્લેટફોર્મ, ફૂટ ઓવરબ્રિજ (FOB) અને લિફ્ટ સહિતના વિકાસ કાર્યો પ્રગતિમાં છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે, સ્ટેશનની ઇમારત પર વિવિધ સ્થળોએ 150 થી વધુ ફસાડ લાઇટ્સ લગાવવામાં આવી છે. આ મલ્ટી-કલર લાઇટ્સને વિશેષ પ્રોગ્રામિંગ દ્વારા તિરંગાની રોશનીમાં રૂપાંતરિત કરવામાં આવી છે. 150 ફસાડ લાઇટ્સ દ્વારા મલ્ટી-કલર લાઇટિંગ અને તિરંગાનો એક ખાસ પ્રોગ્રામ તૈયાર કરાયો છે, જેનું ગત રાત્રિએ સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ફસાડ લાઇટિંગ તહેવારોના દિવસોમાં રાત્રિના સમયે શરૂ કરવામાં આવશે. આગામી સમયમાં, હિંમતનગર રેલવે સ્ટેશન પરની આ ફસાડ લાઇટિંગ શહેરીજનો અને યુવાનો માટે એક આકર્ષક સેલ્ફી પોઈન્ટ અને રીલ્સ બનાવવા માટેનું કેન્દ્ર બનશે.
    Click here to Read More
    Previous Article
    હારીજ ફેડબેંકમાં નકલી સોનાથી ₹4.15 લાખની છેતરપિંડી:બ્રેસ્લેટ ગીરવે મૂકી લોન લીધી, સમીના શખ્સ સામે પોલીસ ફરિયાદ
    Next Article
    Delhi CP Anurag Kumar sets priorities for force; stresses integrity, professionalism

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment