Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ખાનગી બસ નીચે કચડાતા યુવાનનું મોત:બસની બાજુમાં લઘુ શંકા કરવા ગયો અને ડ્રાઇવરે બસ હંકારી; પાછળનું ટાયર માથા પર ફરી વળ્યું

    13 घंटे पहले

    મોરબીમાં એક યુવાનનું ખાનગી બસ નીચે કચડાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત થયું છે. આ ઘટના મોરબીના રેલવે સ્ટેશન રોડ પર બની હતી, જ્યાં યુવાન લઘુશંકા કરવા ગયો હતો. પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, મૂળ નેપાળના વતની અને હાલ મોરબીના બેલા ગામ નજીક વિન આર્ટ પેકેજિંગ કારખાનામાં કામ કરતા ગોપાલભાઈ બડુવાલ (ઉં.વ. 36) 15 જુલાઈના રોજ રાત્રે 10:28 કલાકે ટ્રેડ સેન્ટર એપાર્ટમેન્ટ સામે કબ્રસ્તાનની દીવાલ પાસે પાર્ક કરેલી આઈશર બસ (નંબર GJ 3 BZ 5436) પાસે લઘુશંકા કરવા ગયા હતા. આ દરમિયાન બસ ચાલકે આજુબાજુ જોયા વગર બસ હંકારી હતી. જેના કારણે ગોપાલભાઈનું માથું બસના પાછળના ટાયરના જોટામાં આવી ગયું હતું. માથા પરથી બસના ટાયર ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી બસ ચાલક બસ લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. મૃતક યુવાનના કૌટુંબિક ભાઈ ચંદન જગત બડુવાલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. વધુ વિગત મુજબ, મૃતક ગોપાલભાઈને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. તેમની પત્ની અને સંતાનો વતનમાં રહે છે, જ્યારે તેઓ મોરબીમાં મજૂરી કામ કરતા હતા. આ દુર્ઘટનાને કારણે ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
    Click here to Read More
    Previous Article
    'વસાહતોમાં ભાજપે દારૂ-પૈસા આપ્યા':કોંગ્રેસ ઉમેદવાર ભીખા રબારીએ મતદાન બાદ આક્ષેપ કર્યાં, માંજલપુરની પેટાચૂંટણીમાં બે કલાકમાં 6 ટકા મતદાન
    Next Article
    હારીજ ફેડબેંકમાં નકલી સોનાથી ₹4.15 લાખની છેતરપિંડી:બ્રેસ્લેટ ગીરવે મૂકી લોન લીધી, સમીના શખ્સ સામે પોલીસ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment