Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યાર્ન સિન્ડિકેટ સામે સુરતના વીવર્સનો હલ્લાબોલ:એક જ દિવસમાં 6 કરોડ મીટર કાપડનું ઉત્પાદન અટક્યું,યાર્નના ભાવ નહીં ઘટે તો ઉગ્ર આંદોલનની ચીમકી

    19 hours ago

    સુરતમાં યાર્ન ડીલરો અને સ્પીનર્સ દ્વારા કરાયેલા અસામાન્ય ભાવવધારા તેમજ પેમેન્ટની કથળતી વ્યવસ્થા સામે વીવર્સે આરપારની લડત હાથ ધરી છે. આ સમસ્યાના ઉકેલ માટે 'સંપાત બેંકેટ હોલ' ખાતે આયોજિત 'વિવર્સ મહામંથન 2026'માં વિવિધ ક્ષેત્રના 7થી 8 હજાર વીવર્સ એકત્રિત થયા હતા, જ્યાં યાર્નના ભાવની અસ્થિરતા દૂર કરવા અને સુરક્ષિત પેમેન્ટ વ્યવસ્થા ઊભી કરવાનો નિર્ણય લેવાયો હતો. આ સંયુક્ત નિર્ણયના ભાગરૂપે આજે (27 સપ્ટેમ્બરે) સુરત વીવિંગ ઇન્ડસ્ટ્રીએ એક દિવસનો સ્વયંભૂ બંધ પાળ્યો હતો, જેના કારણે શહેરભરના તમામ વીવિંગ એકમો ઠપ રહેતાં 24 કલાકમાં અંદાજે 6 કરોડ મીટરથી વધુ કાપડનું ઉત્પાદન અટકી ગયું હતું.યાર્ન ડીલરોએ ચીમકી આપી છે કે, ભાવ નહીં ઘટે તો ઉગ્ર આંદોલન કરીશું. 40 ટકા જેટલા ભાવવધારો સામે વિરોધ રેપિયર અને એરજેટ વીવર્સ એસોસિએશનના અગ્રણી હરેશ પટેલે જણાવ્યું હતું કે, ગત તારીખ 23 સપ્ટેમ્બરે સંપાત હોલમાં 'વીવર્સ મહામંથન'નું આયોજન થયું હતું. જેમાં રેપિયર, એરજેટ, વોટરજેટ તથા પાવરલૂમ્સ ધરાવતા લગભગ 8,000 જેટલા વીવર મિત્રો એક મંચ પર હાજર રહ્યા હતા. હાલમાં યાર્નમાં જે 30થી 40 ટકા જેટલો અસામાન્ય અને કૃત્રિમ ભાવવધારો થોપી બેસાડવામાં આવ્યો છે, તેને ધ્યાનમાં રાખીને તમામ એસોસિએશન દ્વારા સર્વાનુમતે નક્કી કરાયું હતું કે 27 તારીખ, રવિવારે એક ટોકન સ્ટ્રાઇક રૂપે સમગ્ર સુરત વીવિંગ ઇન્ડસ્ટ્રી બંધ રાખવી. આજે સુરતના તમામ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ખાતાઓ સંપૂર્ણ બંધ રહ્યા છે અને આ બંધથી એક જ દિવસમાં 6 કરોડ મીટર જેટલા કાપડના ઉત્પાદન પર બ્રેક લાગી છે. 1 ઓક્ટોબર સુધી યાર્નની ખરીદી બંધ હરેશ પટેલે વધુમાં જણાવ્યું કે, મહામંથનમાં જ તમામ વીવર્સ દ્વારા એવો પણ સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે કે 1લી ઓક્ટોબર સુધી તમામ વીવર મિત્રોએ યાર્નની માત્ર જરૂરિયાત પૂરતી ખરીદી કરવી અને શક્ય હોય ત્યાં સુધી નવી ખરીદી સ્વેચ્છિક રીતે સંપૂર્ણપણે મોકૂફ રાખવી. આ એક દિવસીય બંધ માત્ર ટોકન સ્ટ્રાઇક (પ્રતીક હડતાળ) છે. ભાવ નહીં ઘટે તો ઉગ્ર આંદોલનની ચીમકી 'જો યાર્ન ઉત્પાદકો અને ડીલરો દ્વારા યાર્નના ભાવમાં તાત્કાલિક ધોરણે ઘટાડો કરવામાં નહીં આવે અથવા ભાવવધારો આવી જ રીતે ચાલુ રહેશે, તો આગામી દિવસોમાં તમામ વીવર્સ મિત્રો ફરીથી બેઠક યોજીને વધુ આકરાં પગલાં લેશે અને ઉદ્યોગના હિત માટે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.' વીવર્સ દ્વારા લેવાયેલા આ મક્કમ વલણને કારણે કાપડ બજાર અને યાર્ન માર્કેટમાં મોટો ગભરાટ ફેલાયો છે. લાખો પરિવારોની રોજીરોટી જેની સાથે જોડાયેલી છે તે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને બચાવવા માટે વીવર્સે લીધેલું આ એકજૂટ પગલું હવે યાર્ન ઉત્પાદકો પર દબાણ વધારી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    'ઘણા ક્રિકેટર્સ મને મેસેજ કરે છે':'રાઇઝ એન્ડ ફોલ 2'માં સારાનો ખુલાસો, સેહવાગને મોબાઈલમાં ચેટ બતાવી, વીરૂએ કહ્યું- એટલે જ રન નથી બની રહ્યા
    Next Article
    ભાજપમાં રહીને આમ આદમી પાર્ટી સાથે દોસ્તી નહીં ચાલે:રાજપીપળામાં અભિવાદન સમારોહમાં સાંસદ મનસુખ વસાવાની કાર્યકરોને આકરી ચેતવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment