Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપમાં રહીને આમ આદમી પાર્ટી સાથે દોસ્તી નહીં ચાલે:રાજપીપળામાં અભિવાદન સમારોહમાં સાંસદ મનસુખ વસાવાની કાર્યકરોને આકરી ચેતવણી

    20 hours ago

    નર્મદા જિલ્લા ભાજપના નવા પ્રમુખ શબ્દશરણ તડવી અને પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ નીલ રાવના અભિવાદન સમારોહમાં સાંસદ મનસુખ વસાવાએ પક્ષના કેટલાક આગેવાનો અને કાર્યકરો સામે આકરા પ્રહારો કર્યા હતા. રાજપીપળા કમલમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે ભાજપમાં રહીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મદદ કરનારા સામે નારાજગી વ્યક્ત કરી હતી. સાથે જ સંગઠન મજબૂત કરીને વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત મેળવવા કાર્યકરોને આહવાન કર્યું હતું. ભાજપમાં રહીને વિપક્ષને મદદ કરનારાઓને ચેતવણી સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ભાજપમાં રહીને આમ આદમી પાર્ટીના લોકો સાથે દોસ્તી રાખનારા અને પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા લોકોને ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "ભાજપમાં રહીને આપવાળાઓ સાથે દોસ્તી રાખશો તો ભાજપ સફળ થવાનું નથી. જેને ખોટું લાગે તે ભાજપમાંથી નીકળી જાય." તેમણે પક્ષના કાર્યકરોને સંગઠન પ્રત્યે વફાદાર રહેવા અને પક્ષની વિચારધારા અનુસાર કામગીરી કરવા ટકોર કરી હતી. ચૈતર વસાવાની જીત માટે ભાજપના જ કાર્યકરોને જવાબદાર ગણાવ્યા દેડિયાપાડા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની જીત અંગે મનસુખ વસાવાએ ભાજપના જ કેટલાક આગેવાનો અને કાર્યકરોને જવાબદાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, "ચૈતર વસાવાને જીતાડ્યો કોણ? આપણા ભાજપવાળાએ જ જીતાડ્યો." તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપમાં રહીને અન્ય પક્ષોને મદદ કરનારા લોકોના કારણે પક્ષને ચૂંટણીમાં નુકસાન થાય છે. આવા કાર્યકરો અને આગેવાનો સામે પક્ષે કડક વલણ અપનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. આપના ઉમેદવારના સંઘનું સન્માન કરવા જતા ભાજપના હોદ્દેદારો સામે નારાજગી મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડનારા ઉમેદવાર જ્યારે અંબાજી સંઘ લઈને જાય છે ત્યારે ભાજપના નાંદોદ તાલુકા અને શહેરના કેટલાક આગેવાનો તથા હોદ્દેદારો તેમનું સન્માન કરવા જતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આવા આગેવાનોની ટીકા કરતાં જણાવ્યું હતું કે, "આમ આદમી પાર્ટીવાળાના સંઘનું સન્માન કરવા ભાજપના હોદ્દેદારો જાય, એ ચલાવી નહીં લેવાય." તેમના મતે, પક્ષમાં રહીને વિપક્ષ સાથે ખભેખભા મિલાવીને કામ કરનારા આગેવાનોને કારણે ભાજપની છબી ખરડાય છે. તેમણે ભાજપના કાર્યકરોને રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાયેલા રહીને સંગઠનના હિતમાં કામ કરવા જણાવ્યું હતું. ભાજપના આગેવાનો સામે ભ્રષ્ટાચારના આક્ષેપ, સંગઠન મજબૂત કરવા હાકલ સમારોહ દરમિયાન સાંસદે ભાજપના કેટલાક આગેવાનોની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપમાં સત્તા પર બેઠેલા કેટલાક આગેવાનો તલાટીને હપ્તા આપે છે. આવા લોકોને પક્ષમાં ચલાવી લેવામાં નહીં આવે તેમ જણાવી તેમણે સંગઠનમાં શિસ્ત અને સ્વચ્છ કામગીરી પર ભાર મૂક્યો હતો. નવા જિલ્લા પ્રમુખ શબ્દશરણ તડવી અને પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ નીલ રાવના અભિવાદન સમારોહમાં મનસુખ વસાવાનાં નિવેદનોથી ભાજપના આંતરિક મતભેદો અને કાર્યકરોની કામગીરી અંગે ચર્ચા શરૂ થઈ છે. તેમણે આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ આગેવાનો અને કાર્યકરોને એક થઈ સંગઠન મજબૂત કરવા તથા જંગી બહુમતીથી જીત મેળવવા આહવાન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    યાર્ન સિન્ડિકેટ સામે સુરતના વીવર્સનો હલ્લાબોલ:એક જ દિવસમાં 6 કરોડ મીટર કાપડનું ઉત્પાદન અટક્યું,યાર્નના ભાવ નહીં ઘટે તો ઉગ્ર આંદોલનની ચીમકી
    Next Article
    પહેલી વન-ડેમાં વેસ્ટ ઇન્ડીઝની એગ્રેસિવ બેટિંગ:ભારત પહેલી વિકેટ માટે તરસ્યું; WI તરફથી જોન કેમ્પબેલ અને જસ્ટિન ગ્રીવ્સની તોફાની બેટિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment