Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્યમંત્રીએ જામનગરને ₹412.16 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી:57 પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

    12 hours ago

    રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચૈત્રી નવરાત્રી, ચેટીચાંદ અને નૂતન વર્ષ પ્રતિપદાના પવિત્ર અવસરે જામનગર જિલ્લાને રૂ.412.16 કરોડના ખર્ચે 57 જેટલા વિકાસકાર્યની ભેટ આપી. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ ભી વિરાસત ભી’ના મંત્રને આજે જામનગરમાં રાજ્ય સરકાર દ્વારા સાકાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે છેલ્લા પાંચ જ દિવસમાં ભરૂચ, પંચમહાલ અને દાહોદ બાદ આજે જામનગર સહિત કુલ રૂ. 2923 કરોડના વિકાસકામો લોકાર્પિત કરીને રાજ્ય સરકારે ગરીબ કલ્યાણ અને જનસુખાકારીનો નવો અધ્યાય શરૂ કર્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, એક સમયે સૌરાષ્ટ્રમાં પાણી અને વીજળીની ભારે અછત હતી. પરંતુ વડાપ્રધાનના દૂરંદેશી નેતૃત્વમાં ‘સૌની યોજના’ અને ‘જ્યોતિગ્રામ યોજના’ દ્વારા ખેતરો સુધી નર્મદાના નીર પહોંચાડવામાં આવ્યા છે. શહેરી વિકાસના નવા આયામો અંગે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વર્ષ 2005થી શરૂ થયેલી શહેરી વિકાસની ઉજવણીથી આજે રાજ્યના નગરોનો નકશો બદલાઈ ગયો છે. રાજ્યના ઐતિહાસિક બજેટમાં જામનગર માટે ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી આધુનિક જોગવાઈઓ કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં રોડ અને અન્ય સુવિધાઓ માટે રૂ. 1775 કરોડના કામો થયા છે, જેમાં 125 ચેકડેમ-તળાવો અને 57 પેટા આરોગ્ય કેન્દ્રોનો સમાવેશ થાય છે. સાધના કોલોનીના રહેવાસીઓ માટેના આવાસનું આજે ખાતમુહૂર્ત થતા અહીંના વર્ષો જૂના પ્રશ્નનો સુખદ અંત આવ્યો છે. મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું કે આવનારો દાયકો ગુજરાતના કાંઠાના શહેરોને ઉદ્યોગો અને પ્રવાસનથી ધબકતાં કરીને ગુજરાતના પ્રથમ શહેરોમાં ફેરવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે. મંત્રી રિવાબા જાડેજાએ ઉમેર્યું કે રાજ્ય સરકાર ટીયર ટુ અને ટીયર થ્રી સિટીમાં પણ મેટ્રોસિટી જેવી સુવિધાઓ આપવા માટે સતત કાર્યરત છે. વડાપ્રધાનના દૂરંદેશી નેતૃત્વમાં WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડિસિન, જામનગર-અમૃતસર એક્સપ્રેસ-વે તથા વંદે ભારત ટ્રેન જેવી સુવિધાઓ થકી જામનગર સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે ઉભરી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા:10 લોકો નહાવા પડ્યા ને એક ડૂબવા લાગ્યો, બચાવવા જતાં બીજો પણ ડૂબ્યો; શોધખોળ ચાલુ
    Next Article
    ગેરકાયદેસર ધમધમતા ખનીજ ચોરીના અડ્ડા પર તવાઈ:ખાણ-ખનીજ વિભાગે 1 જેસીબી, ટ્રક અને ટ્રેકટર મળી કુલ 40 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment