Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિણીતાએ આપઘાત કરતા સાસરિયા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ:દહેજમાં 10 લાખ રૂપિયાની માગના ત્રાસથી પરિણીતાએ ફિનાઇલ પી નસ કાપી, સારવાર દરમિયાન મોત, બાળકીના જન્મ બાદ સાસરીયા મેણા-ટોણા અને મારઝૂડ કરતા હતા

    6 hours ago

    વડોદરા શહેરમાં દહેજની માગ અને સાસરીયાઓના કથિત ત્રાસથી કંટાળેલી પરિણીતાએ ફિનાઇલ પીધા બાદ હાથની નસ કાપીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી પરિણીતાનું અંતે મોત થતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. મૃતકના ભાઈએ પતિ, સાસુ અને સસરા સામે દહેજની માગણી, શારીરિક-માનસિક ત્રાસ અને આત્મહત્યા માટે મજબૂર કર્યાના આક્ષેપો સાથે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કચ્છના દેશલપર ગામે રહેતા સચિન સોનીની બહેન કોમલના લગ્ન 28 જાન્યુઆરી 2023ના રોજ વડોદરાના આકાશ જયપ્રકાશ કંસારા સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને દીકરી દિવિશાનો જન્મ થયો હતો. દીકરીના જન્મ બાદ સાસરીયાઓ ખુશ ન હતા અને કોમલને વારંવાર મેણા-ટોણા મારતા હતા. આ ઉપરાંત ‘છોકરીનો ખર્ચ કોણ ઉપાડશે?’ કહીને પિયરમાંથી 10 લાખ રૂપિયા લાવી આપવા દબાણ કરાતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. કોમલે પરિવારજનોને કરેલી વાતચીતમાં પતિ અને સાસરીયાઓ દ્વારા મારઝૂડ તેમજ માનસિક ત્રાસ આપતા હોવાની જાણ કરી હતી. 5 મહિના અગાઉ બાથરૂમનું રિપેરિંગ કરતી વખતે થયેલી ભૂલને પગલે સસરાએ ઝઘડો કરી ‘તારા બાપના ઘરે મોકલી દઈશ, તારા બાપને હાર્ટએટેક લાવી દઈશ અને તારો ભાઈ તને તેડી જાય’ તેવી ધમકી આપી હતી. મોબાઇલ રિપેર કરાવવાની બાબતે પણ ઝઘડો અને મારઝૂડ થયાની વાત કોમલે ભાઈને કરી હતી. આ દરમિયાન 15 સપ્ટેમ્બરની રાત્રે કોમલે ભાઈને ફોન કરી પોતે ગર્ભવતી હોવાની શક્યતા અંગે કરાવેલા રિપોર્ટ બાદ ભારે તણાવમાં હોવાનું જણાવ્યું હતું. પતિ સાથે વાતચીત ન થતી હોવા અંગે પણ તેણે ફરિયાદ કરી હતી. ત્યારબાદ રાત્રે આશરે 10.30 વાગ્યે આકાશે ફોન કરી કોમલે વડોદરાના ઘરે ફિનાઇલ પી લીધું હોવાનું પરિવારને જણાવ્યું હતું. પરિવારજનો વડોદરા દોડી આવ્યા ત્યારે કોમલ સવિતા હોસ્પિટલના આઈસીયુમાં બેભાન હાલતમાં સારવાર હેઠળ હતી. તેના ડાબા હાથ પર ચપ્પુથી ઈજા થયેલી પણ જણાઈ હતી. તે સમયે ઘરસંસાર ન બગડે તે માટે ફરિયાદ કરી નહોતી. જોકે, 24 સપ્ટેમ્બરની રાત્રે કોમલનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનો વડોદરા પહોંચ્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ અંતિમવિધિ કરી હતી. આ બનાવ અંગે મૃતકના ભાઈ સચિન સોનીએ આકાશ જયપ્રકાશ કંસારા, સસરા જયપ્રકાશ કંસારા અને સાસુ અનિલાબેન કંસારા સામે દહેજની 10 લાખ રૂપિયાની માગણી, શારીરિક-માનસિક ત્રાસ, મારઝૂડ, ધમકી અને આત્મહત્યા માટે મજબૂર કરવાના આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    From granite pioneer to POCSO accused: The unravelling of mining baron R Veeramani
    Next Article
    જોધપુરમાં વિશ્વના શક્તિશાળી ફાઈટર પ્લેન ઉતર્યા:યુદ્ધાભ્યાસ ‘તરંગ શક્તિ-2026’ શરૂ; 8 દેશોના 3 હજારથી વધુ એર વૉરિયર્સ ભાગ લઈ રહ્યા છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment