Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેરકાયદેસર ધમધમતા ખનીજ ચોરીના અડ્ડા પર તવાઈ:ખાણ-ખનીજ વિભાગે 1 જેસીબી, ટ્રક અને ટ્રેકટર મળી કુલ 40 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

    9 hours ago

    ભાવનગર તાલુકાના ફરિયાદકા ગામે સરકારી તળાવ માંથી ગેરકાયદેસર ધમધમતા ખનીજ ચોરીના અડ્ડાઓ પર ખાણ-ખનીજ વિભાગે કામગીરી હાથ ધરતા ખનીજ ચોરો વાહનો-સાધનો મળી કુલ 40 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વરતેજ પોલીસ મથકે સોંપી આપી વધુ તપાસ હાથ ધરી છે. સરકારી તળાવમાંથી ગેરકાયદેસર માટી ખનીજ ખોદકામની પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદ ભૂસ્તરશાસ્ત્રી બી.એમ.જાલોંધરાએ જણાવ્યું હતું કે, આજરોજ ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકાના ફરિયાદકા ગામે સરકારી તળાવ માંથી ગેરકાયદેસર માટી ખનીજ ખોદકામ ની પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદ અન્વયે ભૂસ્તરશાસ્ત્રી કચેરી ભાવનગર ની તપાસ ટીમ દ્વારા ફરિયાદકા ગામના સીમ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસ વિસ્તારમાંથી 1 જેસીબી મશીન, એક ટ્રક અને એક ટ્રેક્ટર દ્વારા માટી ખનિજનું ખોદકામ/વહન કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું. ખાણ ખનીજ વિભાગની તવાઈથી ખનીજ ચોરોમાં ફફટાડ ફેલાયો આ માટી ખોદકામ કરવા માટેની કોઇપણ પ્રકારની મંજૂરી લીધેલ ન હોવાથી 1 જેસીબી મશીન, એક ટ્રક અને ટ્રેક્ટર ને સિઝ કરી કુલ 40 લાખનો મુદ્દામાલ વરતેજ પોલીસ સ્ટેશન ખાતે અટક રાખવામાં આવી આગળની કાયદેસર઼ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખાણ-ખનીજ વિભાગે કામગીરી હાથ ધરી અને અલગ-અલગ ટીમો સાથે ખનીજચોરો પર ટીમ ત્રાટકી હતી. ખાણ ખનીજ વિભાગની તવાઈથી ખનીજ ચોરોમાં ફફટાડ ફેલાયો છે.
    Click here to Read More
    Previous Article
    મુખ્યમંત્રીએ જામનગરને ₹412.16 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી:57 પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું
    Next Article
    Like Rohit Sharma And Virat Kohli, There's No Replacement For Sanju Samson: RR Captain Riyan Parag

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment