Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી પહેલા સુરતને ₹410 કરોડના વિકાસકામોની મળશે ભેટ:CM રવિવારે રત્નમાલા-સાકેત બ્રિજ અને 4 નવી શાળાઓ સહિત મનપા, સુડા-કલેક્ટરના પ્રકલ્પોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત

    6 hours ago

    રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી રવિવારે, 25 ઓક્ટોબરના રોજ સુરતની મુલાકાતે આવી રહ્યા છે. મુખ્યમંત્રી ઇસ્કોન મંદિર સંબંધિત સંસ્થાના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે સુરત આવી રહ્યા છે, જે દરમિયાન તેમના હસ્તે સુરત શહેર તેમજ જિલ્લાના કુલ રૂ. 410 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો જાહેર કાર્યક્રમ યોજાશે. આ સમારોહ રવિવારે સવારે 10 વાગ્યે પાલ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના 226 કરોડ, સુરત શહેરી વિકાસ સત્તા મંડળ (સુડા)ના 144 કરોડ તથા જિલ્લા કલેક્ટર તંત્ર હસ્તકના 40 કરોડના વિકાસકામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. શિક્ષા અભિયાન અંતર્ગત 14 કરોડના ખર્ચે નિર્માણ પામેલી 4 સ્કૂલો વિગતવાર આંકડાકીય વિગતો મુજબ, સુરત મનપાના 226.16 કરોડના કુલ 45 પ્રકલ્પો સામેલ છે, જેમાં 211.99 કરોડના 35 પ્રકલ્પોનું લોકાર્પણ તથા 34.90 કરોડના 10 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત સુડા અંતર્ગત 144.22 કરોડના પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત થશે. જ્યારે જિલ્લા વહીવટી તંત્રના 19.98 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ 20.41 કરોડના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત હાથ ધરાશે. મુખ્યમંત્રીના આગમનને પગલે સમગ્ર વહીવટી તંત્ર સક્રિય બન્યું છે અને છેલ્લા ત્રણ દિવસથી ઉપરાછાપરી બેઠકો યોજાઈ રહી છે. કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા સ્તરે ડેપ્યુટી કમિશનર સ્મિત લોઢાને નોડલ ઓફિસર બનાવવામાં આવ્યા છે. આ સાથે સ્ટેજ, ડાયસ, વેન્યુ અને સ્વાગત સહિતના આયોજન માટે 9 અધિકારીઓ, બેઠક વ્યવસ્થા માટે 4 તેમજ ટ્રાફિક-પાર્કિંગ વ્યવસ્થા માટે 3 અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપાઈ છે. આમ, રવિવારના કાર્યક્રમ માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    બિહારની ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ:પતિ-પત્ની, પુત્રી સહિત 7નાં મોત, બિલ્ડિંગની બહાર મૃતદેહો વેરવિખેર મળ્યા; ગીચ વસ્તી વચ્ચે હતી ફેક્ટરી
    Next Article
    કોટંબી સ્ટેડિયમમાં ઇન્ટરનેશનલ મેચમાં દર્શકો કરતાં પોલીસ વધુ:દર્શકોની પાંખી હાજરીની વડોદરા ક્રિક્રેટવર્તુળમાં ચર્ચા; ભારત- ઝિમ્બાબ્વે પ્રથમ મહિલા વન-ડે મેચમાં ભારતની શાનદાર જીત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment