Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોટંબી સ્ટેડિયમમાં ઇન્ટરનેશનલ મેચમાં દર્શકો કરતાં પોલીસ વધુ:દર્શકોની પાંખી હાજરીની વડોદરા ક્રિક્રેટવર્તુળમાં ચર્ચા; ભારત- ઝિમ્બાબ્વે પ્રથમ મહિલા વન-ડે મેચમાં ભારતની શાનદાર જીત

    11 hours ago

    વડોદરાના કોટંબી સ્થિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની પ્રથમ મહિલા વન-ડે મેચમાં ભારતે 9 વિકેટે શાનદાર જીત મેળવી છે. જોકે, આંતરરાષ્ટ્રીય સ્તરની મેચ હોવા છતાં સ્ટેડિયમમાં દર્શકોની અત્યંત પાંખી હાજરી જોવા મળી હતી. આયોજન અને પ્રચાર-પ્રસારના અભાવે આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન માહોલ ફિક્કો રહ્યો હતો, જે સમગ્ર વડોદરા ક્રિકેટ વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યો છે. પાંખી હાજરીથી વેપારીઓમાં નિરાશા મેચ દરમિયાન સ્ટેડિયમ પરિસરમાં દર્શકો કરતાં સુરક્ષા કર્મચારીઓ અને પોલીસનો કાફલો વધુ જોવા મળ્યો હતો. ક્રિકેટ મેચથી સ્થાનિક ધંધા-રોજગારને વેગ મળશે તેવી આશા રાખીને બેઠેલા વેપારીઓને અપેક્ષિત ઘરાકી ન મળતાં ભારે નિરાશા સાંપડી હતી. દર્શકોનો ઉત્સાહ ઓછો રહેતાં સ્ટેડિયમમાં રમતગમત જેવો જીવંત માહોલ જોવા મળ્યો ન હતો. શ્રી ચરણીની ઘાતક બોલિંગમાં ઝિમ્બાબ્વે ઓલઆઉટ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી ઝિમ્બાબ્વેની ટીમ 49.5 ઓવરમાં 197 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી શ્રી ચરણીએ શાનદાર બોલિંગ પ્રદર્શન કરતાં 10 ઓવરમાં ત્રણ મેઇડન સાથે માત્ર 23 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય ક્રાંતિ ગૌડે 3, દીપ્તિ શર્માએ 2 અને શેફાલી વર્માએ 1 વિકેટ મેળવી હતી. ઝિમ્બાબ્વે તરફથી બેલવ્ડ બિઝાએ સર્વાધિક 62 રન બનાવ્યા હતા. પ્રતીકા રાવલની સદીથી ભારતની આસાન જીત વિજય માટેના 198 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમે માત્ર 27.1 ઓવરમાં 1 વિકેટ ગુમાવી જીત હાંસલ કરી લીધી હતી. ભારતીય ઓપનર પ્રતીકા રાવલે 96 બોલમાં અણનમ 100 રનની આકર્ષક ઇનિંગ્સ રમી હતી. કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 32 રન બનાવી પ્રથમ વિકેટ માટે 94 રન જોડ્યા હતા, જ્યારે શેફાલી વર્માએ વિસ્ફોટક અડધી સદી ફટકારી હતી. ભારત શ્રેણીમાં 1-0થી આગળ આ વિજય સાથે ભારતે ત્રણ મેચોની વન-ડે શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની બીજી વન-ડે મેચ 25 ઓક્ટોબરે આ જ કોટંબી સ્થિત બીસીએ સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતીય મહિલા ટીમે પ્રથમ મેચમાં બોલિંગ અને બેટિંગ બંને ક્ષેત્રે એકતરફી પ્રદર્શન કરીને પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે.
    Click here to Read More
    Previous Article
    દિવાળી પહેલા સુરતને ₹410 કરોડના વિકાસકામોની મળશે ભેટ:CM રવિવારે રત્નમાલા-સાકેત બ્રિજ અને 4 નવી શાળાઓ સહિત મનપા, સુડા-કલેક્ટરના પ્રકલ્પોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
    Next Article
    બોટાદમાં ટ્રાફિક સમસ્યા: નિયમ ભંગ કરનારા શોપિંગ સેન્ટરોનું ડિમોલિશન થશે:ધારાસભ્યની બેઠકમાં અપાઈ સૂચના, અધિકારીઓને કાર્યવાહીના આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment