Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં ટ્રાફિક સમસ્યા: નિયમ ભંગ કરનારા શોપિંગ સેન્ટરોનું ડિમોલિશન થશે:ધારાસભ્યની બેઠકમાં અપાઈ સૂચના, અધિકારીઓને કાર્યવાહીના આદેશ

    6 hours ago

    બોટાદમાં ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા અને અધિક કલેક્ટર પ્રજાપતિની અધ્યક્ષતામાં નગરપાલિકા સંકલન બેઠક યોજાઈ. તેમાં નાગરિકોના પ્રશ્નો પર ચર્ચા કરી અધિકારીઓને સૂચનાઓ અપાઈ. શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાના ઉકેલ પર ખાસ ધ્યાન અપાયું. ભાવનગર, ગઢડા, પાળિયાદ અને સાળંગપુર રોડ પરના નવા શોપિંગ સેન્ટરોની તપાસ કરાશે. નિયમ ભંગ જણાશે તો ડિમોલિશન સહિતની કાર્યવાહીના આદેશ અપાયા છે. ડોર ટુ ડોર કચરા કલેક્શન નિયમિત ન થવાની ફરિયાદો મળી હતી. આથી, કચરો એકત્રિત કરવાની કામગીરી અસરકારક રીતે કરવા સૂચના અપાઈ. તમામ વિસ્તારોમાં નિયમિત સફાઈ અને સ્વચ્છતા જાળવવા પણ જણાવાયું. નાગરિકોને સારી સુવિધાઓ મળે તે માટે રસ્તાના કામો ઝડપથી અને ગુણવત્તા સાથે પૂરા કરવા તાકીદ કરાઈ. કચરાના નિકાલ માટે ડમ્પિંગ સાઈટ અને ગંદા પાણીના નિકાલ માટે STP શરૂ કરવાની કામગીરી ઝડપી બનાવવા પણ સૂચના અપાઈ.
    Click here to Read More
    Previous Article
    કોટંબી સ્ટેડિયમમાં ઇન્ટરનેશનલ મેચમાં દર્શકો કરતાં પોલીસ વધુ:દર્શકોની પાંખી હાજરીની વડોદરા ક્રિક્રેટવર્તુળમાં ચર્ચા; ભારત- ઝિમ્બાબ્વે પ્રથમ મહિલા વન-ડે મેચમાં ભારતની શાનદાર જીત
    Next Article
    How Benjamin Netanyahu Stays in Power (Against All Odds) | Israel

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment