Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ₹4000 કરોડની 'રામાયણ'નું ભારતમાં રિલીઝ પહેલાં USમાં પ્રીમિયર:ભવ્ય VFXએ દર્શકોને ઘેલું લગાડ્યું, પણ વાર્તા અને મ્યુઝિકે પાણી ફેરવ્યું

    13 hours ago

    ₹4000 કરોડના બજેટમાં બનેલી રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રામાયણ'ના પહેલા ભાગ 'રામાયણઃ રાઇઝ ઓફ અ લેજન્ડ'નું ભારતમાં રિલીઝ પહેલાં અમેરિકાના લોસ એન્ડલસમાં વર્લ્ડ પ્રીમિયર યોજાયું. 27 ઓક્ટોબરે યોજાયેલા પ્રીમિયર બાદ ફિલ્મ અંગે મિશ્ર પ્રતિસાદો આવી રહ્યા છે. કેટલાક દર્શકો નિતિશ તિવારીના ડિરેક્શનમાં બનેલી ફિલ્મને અદ્ભુત સિનેમેટિક અનુભવ ગણાવ્યો છે, તો કેટલાક દર્શકોનું માનવું છે કે વાર્તામાં એ ઊંડાણ નથી. નમિત મલ્હોત્રાના પ્રોડક્શનમાં બનેલી અને નિતિશ તિવારીના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ 'રામાયણઃ રાઇઝ ઓફ અ લેજન્ડ'માં રણબીર કપૂર ભગવાન રામ, સાઇ પલ્લવી માતા સીતા અને યશ રાવણના પાત્ર ભજવી રહ્યા છે. દર્શકોએ રણબીર કપૂર અને યશના ખોબલે ખોબલે વખાણ કર્યા પત્રકાર રામાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર ફિલ્મ અંગે વિસ્તૃત રિવ્યૂ આપ્યો છે. તેમણે લખ્યું, 'રામાયણઃ રાઇઝ ઓફ અ લેજન્ડ' અદ્ભુત હતી! તેના વિઝ્યુઅલ્સ, ડાન્સ, મ્યુઝિક અને એક્શન, બધું જ ભવ્ય હતું. રણબીર કપૂર શ્રેષ્ઠ હતા અને યશ આકર્ષક હતા. આ વર્ષના સૌથી આકર્ષક સિનેમેટિક અનુભવોમાંથી એક. એક ગ્રાન્ડ સ્પેક્ટકલ!' રામાએ ફિલ્મના પોસ્ટ-ક્રેડિટ સીન વિશે વાત કરતા તેમણે દાવો કર્યો કે તે હનુમાનજી (સની દેઓલ)ના પાત્રની ઝલક આપે છે. રામાએ લખ્યું, ‘હા, રામાયણઃ રાઇઝ ઓફ અ લેજન્ડમાં પોસ્ટ-ક્રેડિટ સીન છે. અને તે સીન એ આઇકોનિક કેરેક્ટરની ટીઝ આપે છે, જેની તમે બધા રાહ જોઈ રહ્યા હતા. તમે જાણો છો કે હું કોની વાત કરી રહ્યો છું. 2028માં આવનારા સિક્વલની રાહ નથી જોઈ શકતો.’ 'રામાયણ દર્શકોને હસાવી અને રડાવી શકે છે' જ્યારે ફિલ્મ ક્રિટિક થેરેસા સિમોનીએ લખ્યું કે, 'પ્રિન્સ રામનું પાત્ર ભજવનાર એક્ટર (રણબીર કપૂર) અદ્ભુત ટેલેન્ટ છે, આંખમાં આંસુ આવી ગયા! એક અવિસ્મરણીય અનુભવ.' અન્ય એક દર્શકે રણબીરના પરફોર્મન્સને 'આઉટસ્ટેન્ડિંગ – શાનદાર અને દિવ્ય' ગણાવ્યું અને યશને 'અદ્ભુત અને આકર્ષક' કહ્યો. દર્શકે ફિલ્મના મનમોહક વિઝ્યુઅલ્સની પણ પ્રશંસા કરી અને ભવિષ્યવાણી કરી કે તે બ્લોકબસ્ટર સાબિત થશે. જ્યારે અન્ય એક દર્શકે આ સ્ક્રીનિંગને 'સિનેમેટિક ઇતિહાસની એક આશ્ચર્યજનક ઘટના' તરીકે વર્ણવી અને ઉમેર્યું કે, આ ફિલ્મ દર્શકોને હસાવી, રડાવી અને આત્મ-નિરીક્ષણ કરવા મજબૂર કરી શકે છે. 'ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ' સાથે સરખામણી એક દર્શકે ફિલ્મને 2001માં રિલીઝ થયેલી હોલિવૂડ ફિલ્મ ‘ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ’ સાથે સરખાવી અને તેને સિનેમેટિક યુનિવર્સમાં અન્ય કોઈપણ ફિલ્મ કરતાં અલગ, એક ગ્રાન્ડ અને એપિક અનુભવ ગણાવ્યો. રિવ્યુઅરે કહ્યું કે, ‘હું હમણાં જે જોઈને આવ્યો છું, તેના જેવું સિનેમેટિક યુનિવર્સમાં કંઈ નથી, અને લોકો તેને સકારાત્મક કે નકારાત્મક રીતે લઈ શકે છે. રામાયણ જેવું ખરેખર કંઈ જ નથી. હું એક ઉત્તમ વાર્તા ઈચ્છતો હતો, અને કંઈક એવું ઈચ્છતો હતો જે મને કંઈક કહે અને શીખવે. દરેક વ્યક્તિ મને કહેતી રહે છે કે રામાયણ એ ભારતીય સંસ્કૃતિ છે અને તે તેમના માટે ખૂબ અગત્યની છે. મેં પહેલી લોર્ડ ઓફ ધ રિંગ્સ મુવી (જે મને લાગે છે કે 2001માં આવી હતી) પછી ક્યારેય આવું અનુભવ્યું નથી. આ મુવી ખૂબ જ ભવ્ય અને એપિક છે.’ તેણે આગળ કહ્યું, 'હું સ્પોઇલર્સ આપી શકતો નથી, પરંતુ તે ક્લિફહેંગર! જ્યારે એ મુવી પૂરું થયું, જ્યારે સ્ક્રીન બ્લેક થઈ ગઈ, ત્યારે મેં મોટેથી બૂમ પાડી દીધી. હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો! મેં મૂળ હિન્દી વર્ઝન જોયું. મને ઇંગ્લિશ-ડબ કરેલું વર્ઝન જોવામાં કોઈ રસ નહોતો. હું અસલી મુવી જોવા માગતો હતો. મને એવું લાગ્યું કે હું હમણાં જ કોઈ પરીકથામાંથી બહાર આવ્યો છું. આ ફિલ્મને હું આનાથી સુંદર રીતે વર્ણવી શકતો નથી.' 'એક્શન પર ભાર, પણ વાર્તામાં ઠનઠન ગોપાલ' જોકે, એક તરફ દર્શકો 'રામાયણ'ના વિઝ્યુઅલ ઇફેક્ટ્સના ભરી ભરીને વખાણ કરી રહ્યા છે, તો બીજી તરફ ઘણા દર્શકો સ્ટોરીટેલિંગ, મ્યુઝિક અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સની ટીકા કરી રહ્યા છે. એક દર્શકે X પર લખ્યું, 'મોટા પાયા પર બનાવાયેલી એક અત્યંત મહત્વાકાંક્ષી ફિલ્મ, અને તેની પાછળની મહેનત સ્પષ્ટપણે દેખાઈ આવે છે. ટીમ મોટાભાગે રામાયણ પ્રત્યે પ્રામાણિક રહે છે, પરંતુ ફિલ્મ ડ્રામા અને ઈમોશન કરતાં દ્રશ્યોની ભવ્યતા અને એક્શન પર વધુ આધાર રાખે છે, જેના કારણે વર્ણનનો કેટલોક ભાગ ફ્લેટ અને ક્યારેક સિરિયલ જેવો લાગે છે. પાર્ટ 1 જ્યાં પૂરો કરવાનો નિર્ણય લેવાયો છે તેના કારણે સેકન્ડ હાફ પણ કેટલાક સ્થળોએ ખેંચાયેલો લાગે છે, જ્યાં મર્યાદિત સામગ્રીને લાંબા એક્શન બ્લોક્સ દ્વારા લંબાવવામાં આવી છે જે ખાસ અસર છોડતા નથી.' 'રાવણ ફિલ્મની સૌથી મોટી હાઇલાઇટ છે' દર્શકે આગળ લખ્યું, 'રાવણ તરીકે યશ સૌથી મોટી હાઇલાઇટ છે અને ખાસ કરીને તેમના એન્ટ્રી સીન્સમાં તેઓ અદ્ભુત છે. રામ અને સીતા તરીકે રણબીર કપૂર અને સાઈ પલ્લવી મજબૂત છે. જોકે, ડિવાઇન ઓરા અને ભાવનાત્મક ભીનાશ હંમેશા સ્ક્રીન પર પૂરેપૂરી ઉભરીને આવતી નથી.' તેણે વધુમાં ઉમેર્યું, 'કેટલાક ભાગોમાં વિઝ્યુઅલ્સ અદ્ભુત છે અને ખર્ચાયેલા પૈસા સ્પષ્ટ દેખાય છે, પરંતુ કેટલાક દ્રશ્યોમાં હજુ પણ સ્ટુડિયો/ગ્રીન સ્ક્રીનની અસર દેખાય છે અને કેટલાક રાક્ષસો કાર્ટૂનિશ લાગે છે. સૌથી નકારાત્મક પાસું તેનું મ્યુઝિક છે. રામાયણ જેવી વાર્તા માટે, બેકગ્રાઉન્ડ સ્કોરે દિવ્યતા અને લાગણીઓને સંભાળવી પડે છે, પરંતુ ઇન્ડિયન-હોલીવુડનું આ મિશ્રણ મોટાભાગે ઊંધું પડ્યું છે અને કેટલાક દ્રશ્યો સિવાય બંનેમાંથી એકપણ જેવું લાગતું નથી.' 'મહત્વાકાંક્ષા અને સ્કેલ ચોક્કસપણે પ્રશંસાને પાત્ર છે. ચોક્કસપણે જોઈ શકાય તેવી અને તાજેતરના કેટલાક અનુકૂલનો એડપ્ટેશન કરતાં વધુ સારી છે, પરંતુ તે ભવ્ય અપેક્ષાઓ પર પૂરી ઉતરતી નથી અને આખરે ઘણી બધી સંભાવનાઓ હોવા છતાં મિશ્ર અનુભવ આપે છે.' 'રામાયણ'નું લોસ એન્જલસમાં પ્રીમિયર રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ ડિરેક્ટર નિતિશ તિવારી અને પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા સાથે લોસ એન્જલસમાં યોજાયેલા ઇવેન્ટમાં હાજર રહ્યા હતા, જ્યાં તેમણે ફિલ્મના થિયેટ્રિકલ રિલીઝ પહેલાં રેડ કાર્પેટ પર વોક કર્યું હતું. રણબીરે બ્લેક ટ્રાઉઝર સાથે આઇવરી ટેક્સ્ચર જેકેટ પસંદ કર્યું હતું. સાઈ પલ્લવીએ સિલ્વર વર્કવાળી પિંક સાડી પહેરી હતી, જ્યારે યશ ગોલ્ડ બ્રોચ સાથે ઓલ-બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગુરુનું રાશિ પરિવર્તન, ભાગ-2:તુલા-ધન રાશિના લોકો માટે સુખનો સૂરજ ઉગશે, મકર-મીન રાશિના જાતકોએ સાવધાની રાખવી
    Next Article
    ડાયાબિટીસની દવાના કારણે ભારતીય પુરુષોમાં સુન્નત વધ્યું:યુરિનથી શુગર બહાર નીકળવાના કારણે પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઇન્ફેક્શન

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment