Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ધીમીધારે વરસાદ:2 જુલાઈ બાદ ધોધમાર વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર

    18 hours ago

    જૂન મહિનો પૂર્ણ થવા આવ્યો હોવા છતા રાજ્યમાંથી વરસાદ ગાયબ છે. જો કે, 2 જુલાઈ બાદ રાજ્યમાં મેઘરાજા મનમૂકીને વરસે તેવી સ્થિતિ છે. હવામાન વિભાગ દ્વારા 2 થી 5 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ચાલુ સિઝનના વરસાદની વાત કરીએ તો આજની તારીખે 80 ટકાની ઘટ વર્તાઈ રહી છે. સાંજે 6 વાગ્યા બાદ અમદાવાદમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. આજે 29 જૂને વહેલી સવારે વલસાડ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં હળવા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જ્યારે આજે બપોર બાદ સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદનું આગમન થયું હતું. જેમાં ભાવનગરના મહુવાના બગદાણા અને મોણપર ગામમાં વરસાદ નોંધાયો હતો. તો અમરેલીના રાજુલા, સાવરકુંડલા અને ખાંભા તાલુકામાં વરસાદ પડ્યો હતો. જ્યારે ગઈકાલે 28 જૂને સાંજે ભાવનગરના જેસર તાલુકામાં દેપલાથી જેસર ગામ વચ્ચેના માર્ગ પર વરસાદના પાણી ભરાઈ જતા હાઈવે સંપૂર્ણ બંધ થયો હતો. આજે દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લા ઉપરાંત સંઘપ્રદેશમાં છુટાછવાયા સ્થળે વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં આજે વાદળીયું વાતવરણ રહેશે અને મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. 2 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધશે હવામાન વિભાગના મતે આગામી દિવસોમાં રાજયમાં ચોમાસું આગળ વધે તેવી પૂરી શક્યતા છે. 2 જુલાઈ બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 થી 5 જુલાઈ દરમિયાન આ વિસ્તારોમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજની તારીખે રાજયમાં 80 ટકા વરસાદની ઘટ હવામાન વિભાગના મતે રાજ્યમાં આજની તારીખે 80 ટકા વરસાદની ઘટ છે. રાજ્યમાં સરેરાશ 104 મીમી વરસાદ વરસવો જોઈતો હતો તેની જગ્યાએ અત્યાર સુધીમાં ફક્ત 18 મીમી જ નોંધાયો છે. વલસાડમાં વહેલી સવારથી વરસાદી માહોલ વલસાડ શહેર સહિત જિલ્લામાં આજે 29 જૂને સોમવારે ધીમી ગતિએ વરસાદનું આગમન થયું હતું. અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો, જેના કારણે લાંબા સમયથી ઉકળાટ અને અસહ્ય ગરમીનો સામનો કરી રહેલા લોકોને રાહત મળી હતી. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોમાં ખુશી જોવા મળી હતી. વરસાદથી ખેતીકામને વેગ મળશે હવામાન વિભાગના આંકડા મુજબ, ઉમરગામ તાલુકામાં સવારે 4 થી 8 વાગ્યા દરમિયાન 46 મિલીમીટર ( બે ઈંચ ) વરસાદ નોંધાયો હતો. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. વરસાદની શરૂઆત થતાં જ જિલ્લાના ખેડૂતો ખેતીકામમાં વ્યસ્ત બન્યા છે. ખાસ કરીને ડાંગરના પાક માટે ધરું રોપવાની કામગીરી સહિત અન્ય કૃષિ પ્રવૃત્તિઓનો ધમધમાટ શરૂ થયો છે. ખેડૂતોના મતે, આગામી દિવસોમાં સારો વરસાદ થશે તો ખેતી માટે વધુ અનુકૂળ સ્થિતિ સર્જાશે. હવામાન વિભાગે આગામી દિવસોમાં જિલ્લામાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આનાથી ખેડૂતોમાં આશા જાગી છે અને તેઓ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. વરસાદની શરૂઆતથી જિલ્લામાં ચોમાસાનો માહોલ જામ્યો છે અને પ્રકૃતિ પણ હરિયાળી તરફ આગળ વધી રહી છે. 3 દિવસ બાદ ઘટશે મહત્તમ તાપમાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા નથી. ત્યારબાદના દિવસોમાં સમગ્ર વિસ્તારમાં મહત્તમ તાપમાનમાં આશરે 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. ગરમી અને ભેજથી અકળામણ રહેશે 28 જૂને મહતમ તાપમાનની વાત કરીએ તો રાજકોટ 41.1 ડિગ્રી સાથે ગુજરાતમાં સૌથી ગરમ રહ્યું હતું. જ્યારે ગાંધીનગર, અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં પણ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર રહ્યો હતો. તો સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાના કારણે ઉકળાટ અનુભવાશે. તેથી ગરમી અને ભેજને કારણે અકળામણ રહેવાની સંભાવના છે. આ પણ વાંચો: આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદનું એલર્ટ, 6 રાજ્યોમાં પ્રી-મોન્સુન વરસાદ ચોમાસાએ 24 જૂન સુધીમાં દેશના 22 રાજ્યોને આવરી લીધા છે, પરંતુ છેલ્લા દિવસથી તેની ગતિ ધીમી પડી છે. તે મધ્યપ્રદેશ, ગુજરાત અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં આગળ વધી શક્યું નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું 5 જુલાઈ સુધીમાં બાકીના રાજ્યોને આવરી શકે છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સહિત 6 રાજ્યોના ઘણા વિસ્તારોમાં પ્રી-મોન્સુન વરસાદ ચાલુ છે.વિભાગે આજે આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળના નીચાણવાળા વિસ્તારો અને સિક્કિમમાં ભારે વરસાદ અને કેટલીક જગ્યાએ અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    Delhi-NCR Weather: दिल्ली-NCR में 52 डिग्री जैसी गर्मी, अब होने वाली है जमकर बारिश! Delhi Rain
    Next Article
    ગાંધીનગરના જમીયતપુરા પાસે હાઇવે પર ડિવાઇડર મુદ્દે ગ્રામજનોમાં આક્રોશ:કલેક્ટરને આવેદન આપી આંદોલનની ચીમકી, રસ્તો બંધ થતાં મોટો ચકરાવો કાપવો પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment