Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આ વિસ્તાર બન્યો ભુજનો ખાડિયા:વોર્ડ નં. 5 એકાવન વર્ષ બાદ ભાજપના ‘હાથ’માંથી ગયો

    2 days ago

    ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં ચર્ચાસ્પદ પરિણામોમાં વોર્ડ નંબર 5નું પરિણામ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. મહેરઅલી ચોક, વાણિયાવાડ અને વોકળા ફળિયા જેવા પરંપરાગત રીતે ભાજપના ગઢ ગણાતા વિસ્તારો ધરાવતા અને જંગી જાહેર સભાઓ યોજાતી તે વોર્ડમાં 51 વર્ષ બાદ ભાજપની બધી જ બેઠક હાથમાંથી ગઈ છે અને કોંગ્રેસે સંપૂર્ણ કબજો જમાવ્યો. વર્ષોથી ભાજપની મજબૂત પકડ ધરાવતા આ વિસ્તારમાં મળેલા પરિણામે માત્ર વોર્ડ પાંચ જ નહીં પરંતુ સમગ્ર ભુજના રાજકીય સમીકરણો પર મંથન માંગી લે છે. આ વોર્ડમાંથી ભાજપના સૌપ્રથમ પૂર્વ નગરપતિ મુકેશ ઝવેરી (તે સમયે વોર્ડ નં 4) અને ત્યાર બાદ લતાબેન સોલંકી સહિત પાલિકાના અન્ય હોદ્દેદારો તેમજ નવીન લાલન, અનિલ છાત્રાળા, સુનિલ કંસારા, હંસાબેન લાલન અને માણેકજી મહેતા જેવા પ્રભાવશાળી રાજકીય ચહેરાઓ ઉદ્ભવ્યા છે. છતાં આ જ વોર્ડમાં ભાજપને પરાજયનો સામનો કરવો પડતા સંગઠન માટે આ પરિણામ ચેતવણીરૂપ બન્યું છે. પક્ષના જ કાર્યકરોના મતે ઉમેદવારોની પસંદગી જાહેર થતાં જ સ્થાનિક સ્તરે અસંતોષ અને વિરોધની લાગણી ફેલાઈ હતી. સુપાર્શ્વ જૈન સેવા મંડળના કૌશલ મહેતાને ટિકિટ આપવામાં આવી હતી પરંતુ તેની ટર્મ દરમિયાન પ્રભાવશાળી કામ કરાયું ન હોવાથી જુનો અસંતોષ હતો, તો સૌપ્રથમ ટિકીટ પસંદગી વાળંદ ઉમેદવાર નક્કી કરાયા તે ત્રણ સંતાનના પિતા હોવાથી તેની જગ્યાએ હિરેન રાઠોડને ઉમેદવાર તરીકે પસંદ કરાયા જેનો તેના ખુદના રાજપુત સમાજમાં જ વિરોધ થયો અને જ્ઞાતિ પ્રમાણપત્ર બાબતે વિવાદ ઊભો થયો હતો. આ ઉપરાંતના અન્ય બંને ઉમેદવાર પણ અન્ય વોર્ડમાંથી જ આવેલા હોવાથી ચારે ‘પેરાશૂટ ઉમેદવાર’’ વોટ મેળવી ન શક્યા. જૈનના મતો વિભાજન થયેલા હોવાનું બુથ દીઠ મતદાનનું વિશ્લેષણ કરતા સ્પષ્ટ દેખાય છે. સ્થાનિકે પ્રભાવ ધરાવતા ભાજપના પીઢ નેતાઓને ઇન્ચાર્જ બનાવી પરિસ્થિતિ સંભાળવાનો પ્રયાસ થયો હતો, પરંતુ જૈન, લોહાણા, સોની જેવા પરંપરાગત સમર્થક સમાજો સાથે બેઠકો ન થતા નારાજગી દૂર થઈ શકી નહોતી. ચૂંટણી પૂર્વના છેલ્લા દિવસોમાં સમાજને સાથે લઈને મત એકત્રિત કરવા માટે માહેર પક્ષે આવી કોઈ કોશિશ ન કરી. તો બીજી તરફ લઘુમતી સમાજ માટે ટિકિટ વહેંચણીમાં પણ સ્થાનિક ઉમેદવારોને બદલે અજાણ્યા ચહેરાઓને પ્રાધાન્ય આપતા અસંતોષ વધુ ગાઢ બન્યો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના નેતાઓને રહેવાસીઓના અસંતોષનો સામનો કરવો પડ્યો હતો, જેનું પ્રતિબિંબ મતદાનમાં સ્પષ્ટ દેખાયું. ખાસ કરીને મહાજન સમાજે શાંત રીતે પોતાનો વિરોધ મતપેટીમાં વ્યક્ત કર્યો હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. વોર્ડ નંબર 5 નું આ પરિણામ ભાજપ માટે માત્ર પરાજય નહીં પરંતુ ભવિષ્ય માટે ગંભીર રાજકીય સંદેશ માનવામાં આવી રહ્યું છે. ભુજના ‘ખાડિયા’માં આપનું સ્વાગત છે… ગુજરાતમાં ભાજપના જ્યાં પાયા નખાયા હતા, તે અમદાવાદના ખાડિયા સાથે ભુજના વાણિયાવાડ થી સોની બજાર વિસ્તારને સરખાવવામાં આવે છે, તેની પાછળ એક ઘટના કારણભૂત છે. 1996 ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાંથી છુટા પડીને શંકરસિંહ વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચના કરી હતી. રા.જ.પા. તરફથી અનિરુદ્ધ સિંહ જાડેજા, કોંગ્રેસ તરફથી રૂપા ચાડ અને ભાજપ તરફથી મુકેશ ઝવેરી ચૂંટણી લડ્યા હતા. જેમાં મુકેશ ઝવેરી જંગી બહુમતી સાથે વિજેતા બન્યા હતા. આ સમયે વિજેતા સરઘસ વાણીયાવાડમાંથી પસાર થયું ત્યારે પૂર્વ નગર સેવક સ્વ. નવીન લાલને બોર્ડ લગાવ્યું હતું કે, ‘ભુજના ખાડિયામાં આપનું સ્વાગત છે’’. ત્યારથી ભાજપનો આ ગઢ રહ્યો હોવાનું જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ અરૂણભાઇ વછરાજાનીને આજેય યાદ છે. 2015 માં સીમાંકનમાં થયેલા ફેરફાર પણ હાર માટે કારણભૂત વોર્ડ નંબર પાંચમાંથી ચારમાં જે વિસ્તાર મૂકવામાં આવ્યા તે વિસ્તારના મતો ભાજપના કહેવાતા, પરંતુ સીમાંકનના ફેરફાર થવાથી આ અપસેટ સર્જાયો હોવાનું પણ રાજકીય વિશ્લેષકો કહે છે. ઓરિએન્ટ કોલોની, શારદા સોસાયટી, નૂતન કોલોની, હોસ્પિટલ રોડ નો અમુક ભાગ, ભાવેશ્વર નગર વગેરે વિસ્તાર વોર્ડ નંબર પાંચમાં હતા પરંતુ 2015માં સીમાંકનમાં ફેરફાર કરવામાં આવ્યો અને વોર્ડ નંબર ચારના ભાજપના ઉમેદવારને ફાયદો થાય એ માટે આ વિસ્તાર વોર્ડ ચારમાં જતા આ વખતની ચૂંટણીમાં ભાજપે પાંચમો વોર્ડ ગુમાવ્યો હોવાનું જાણકારો કહે છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એનાલિસીસ:જિ. પં.ની ચુંટણીમાં 25 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ
    Next Article
    અદ્ભુત ફોટો પ્રદર્શન:અમેરિકાના ઇન્ડિયન્સે કહ્યું, કુંભમાં ન જઈ શક્યાં પણ ફોટો પ્રદર્શનથી જઈ આવ્યાનો અનુભવ થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment