Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાયાબિટીસની દવાના કારણે ભારતીય પુરુષોમાં સુન્નત વધ્યું:યુરિનથી શુગર બહાર નીકળવાના કારણે પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઇન્ફેક્શન

    13 hours ago

    સામાન્ય રીતે સર્કમસિઝન (સુન્નત)ને અત્યાર સુધી માત્ર ધાર્મિક પરંપરાઓ કે જૂની મેડિકલ માન્યતાઓ સાથે જોડીને જોવામાં આવતું હતું પણ આજના સમયમાં ગુજરાતમાં આ સર્જરી અંગે એક અભૂતપૂર્વ અને ચોંકાવનારો બદલાવ જોવા મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કર એપના 2-એપિસોડના સ્પેશિયલ રિપોર્ટમાં આ નાનકડી સર્જરી પાછળના બે મોટા અને વિપરીત પાસાં ઉજાગર કરાયા છે. પહેલા એપિસોડમાં ઝડપથી વધતા ડાયાબિટીસ અને શુગરને કંટ્રોલ કરતી આધુનિક દવાઓની એવી સાઇડ ઇફેક્ટની વાત છે જેના કારણે 40થી 70 વર્ષના પુરૂષો સર્કમસિઝન કરાવી રહ્યા છે. આવતીકાલના બીજા એપિસોડમાં ધાર્મિક કે તબીબી મજબૂરીથી પર થઇને જેન-ઝી અને યુવાનોમાં ચાલી રહેલા એક નવા ટ્રેન્ડની વાત છે. 18થી 30 વર્ષના યુવાનો સારી સેક્સ્યૂઅલ લાઇફ, ટાઇમિંગ વધારવા, પર્સનલ હાઇજીન અને કોસ્મેટિક લૂક માટે લોન લઇને પણ આ સર્જરી કરાવી રહ્યાં છે. ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે અને દેશમાં આશરે 21 કરોડથી વધુ લોકો આ બીમારીનો ભોગ બન્યા છે. પરંતુ, તાજેતરમાં સામે આવેલા એક ચોંકાવનારા ટ્રેન્ડ મુજબ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે આપવામાં આવતી અમૂક દવાઓ કેટલીક સાઇડ ઇફેક્ટ ઊભી કરી રહી છે. પેશાબ વાટે વધારાની શુગર બહાર ફેંકતી આ દવાઓને કારણે પુરુષોના પ્રાઇવેટ પાર્ટમાં વારંવાર ગંભીર ઇન્ફેક્શન, ચામડી કડક થવી અને ફાયમોસીસ જેવી સમસ્યાઓ જોવા મળે છે. જેના કારણે 40થી 70 વર્ષની વયના દર્દીઓ હવે આ કાયમી તકલીફમાંથી મુક્તિ મેળવવા માટે સર્કમસિઝન કરાવે છે. ડૉક્ટર્સ અને એંડોક્રાઇનોલોજિસ્ટ્સ આ બદલાતા ટ્રેન્ડ અને દવાઓની અસરો અંગે શું કહી રહ્યા છે એ જાણો. આખી દુનિયામાં ડાયાબિટીસ ધરાવતા દર 7 લોકોમાંથી 1 વ્યક્તિ ભારતની છે. વિશ્વ પ્રસિદ્ધ મેડિકલ જર્નલ ધ લેન્સેટમાં આ સર્વે પ્રકાશિત થયો હતો. ભારત સરકારની તબીબી સંશોધન સંસ્થા (ICMR)એ મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશનના સહયોગથી દેશનો સૌથી મોટો ડાયાબિટીસ સર્વે કર્યો હતો. જેમાં ડાયાબિટીસનો સરેરાશ દર 11.4% નોંધાયો છે. દેશમાં કરોડો લોકો પ્રિડાયાબિટિક હોવાનું પણ સામે આવ્યું છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ડાયાબિટીસના દર્દીઓમાં હવે સુન્નત એટલે કે સર્કમસિઝનનું પ્રમાણ વધી રહ્યું છે. જેનું કારણ છે ડાયાબિટીસની દવાઓ. ડૉક્ટર્સે પણ આ વાતની પુષ્ટિ કરી છે. સૌથી પહેલાં તો નીચેના ગ્રાફિક્સથી એ સમજી લો કે સર્કમસિઝન શા માટે કરાવવું પડે છે. અઠવાડિયામાં સુન્નતના 4થી 5 ઓપરેશન ડૉ. આશુતોષ શાહ સુરતમાં રહે છે અને 22 વર્ષોથી ક્લાસિક કોસ્મેટિક સર્જરીની પ્રેક્ટિસ કરે છે. તેઓ અઠવાડિયામાં સર્કમસિઝનના 4 કે 5 ઓપરેશન કરે છે. જેમાંથી 1 કે 2 દર્દી ડાયાબિટીસના હોય છે. જે દર્દી આવે છે તેમની ઉંમર 40થી 70 વર્ષની વચ્ચે હોય છે. ટાઇપ વન ડાયાબિટિક (નાનપણથી ડાયાબિટીસ) હોય તેવા એક બાળકનું સર્કમસિઝનનું ઓપરેશન પણ તેમણે થોડા દિવસ પહેલાં કર્યું હતું. તેમના ક્લિનિક પર ફાયમોસીસ (ગુપ્તાંગની આગળની ચામડી (ફોર સ્કીન) વધુ પડતી કડક કે ચુસ્ત હોવાને કારણે પાછી ખેંચી ન શકાય તેવી સ્થિતિ), સેક્સને લગતી સમસ્યા, ઇન્ફેક્શન થતું હોય તેવા દર્દીઓ વધુ આવે છે. ડૉ. આશુતોષે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, ઘણા ડાયાબિટિક પેશન્ટને ચામડી ફોર સ્કીન નોર્મલ હતી. એમની લાઇફ સારી હતી. ઇરેક્શનમાં પણ ચામડી આગળ પાછળ થઇ શકતી હતી દવાના કારણે સ્થિતિ થોડી બદલાઇ છે. એવી ઘણી નવી દવાઓ આવી છે જેમાં યુરિનથી શુગરને શરીરની બહાર મોકલવામાં આવે છે. યુરિન સતત શુગરવાળો હોવાથી ત્યાં વારંવાર ઇન્ફેકશન થાય છે અને ચામડી કાળી તેમજ કડક થઇ જાય છે. ચામડી પાછળ ન જાય તો બેલેનાઇટિસ (ગુપ્તાંગના ટોચના ભાગ પર થતી બળતરા, લાલાશ કે સોજો) થાય છે. જેના કારણે ડાયાબિટીસના ઘણા દર્દીઓ સર્કમસિઝન કરાવે છે. સર્કમસિઝનની સર્જરી આ 2 પ્રકારે થાય છે યુરિનથી શરીર બહાર જતી શુગર પ્રોબ્લેમ બની તેમના કહેવા પ્રમાણે પહેલાંની ડાયાબિટીસની દવા ઇન્સ્યૂલિનને પુશ કરીને વધારે પડતી શુગરને કન્ટ્રોલ કરવાનો પ્રયત્ન કરતી હતી પણ હમણાંની દવા શરીરની એકસ્ટ્રા શુગરને યુરિનથી શરીર બહાર મોકલે છે. જેથી ગુપ્તાંગનો એ ભાગ હંમેશા શુગર લોડેડ રહે છે. જેના કારણે ત્યાં વારંવાર ઇન્ફેક્શન થાય છે અને સ્કારિંગ (ચામડી પર ડાઘ કે નિશાન પડવા) થાય છે. આવી ચામડી કડક થાય છે અને પહેલાં જેમ નોર્મલી પાછળ જતી હતી તે ધીરે ધીરે પાછળ જતી અટકી જાય છે. ડાયાબિટીસના દર્દીઓમાં સર્કમસિઝનનું પ્રમાણ ક્યારથી વધ્યું તેના વિશે તેઓ જણાવે છે કે, એંડોક્રાઇનોલૉજિસ્ટ (હોર્મોનને લગતા રોગોના નિષ્ણાત ડૉક્ટર) કઇ દવા આપે છે તેના પર આધાર છે. ડાયાબિટીસના દરેક દર્દીને આ થાય તેવું નથી. સર્કમસિઝન પહેલાં પણ થતાં હતા પણ અત્યારે દવાઓના લીધે વધારે લોકોને થાય છે. શુગર કન્ટ્રોલ ખૂબ બગડેલો હોય તો એંડોક્રાઇનોલૉજિસ્ટ એ દવા ચાલુ કરતાં હોય છે. યુરિનમાં શુગર આવે એટલે ઓટોમેટિકલી ઇન્ફેક્શન થાય જ છે. સર્કમસિઝન કરાવવાથી કાયમની શાંતિ થાય છે. ‘જે દર્દીની શુગર અનકન્ટ્રોલ હોય તેમને યુરિનમાં શુગર પાસ થતી જ હતી. નવી દવાઓથી બ્લડ શુગર ઘણું સારૂં રહે છે. દવાઓનો કોઇ વાંક નથી પણ તેની સાઇડ ઇફેક્ટ હોય છે. નવી દવાઓને કારણે સર્કમસિઝનની સર્જરી વધી એવું નથી પણ તેના કારણે નમ્બર્સ વધ્યા છે. દવાઓને કારણે બ્લડ શુગરવાળા લોકો નોર્મલ રહેવા માંડ્યા છે. હાર્ટ, પગ અને આંખના કોમ્પ્લિકેશન્સ ઘટ્યા છે. જ્યારે સર્કમસિઝન 5-10 મિનિટની પ્રોસિઝર છે. જે કરાવીને આ કોમ્પ્લિકેશન્સથી લાઇફટાઇમ મુક્તિ મળી જાય છે.’ ડૉ. મોક્ષિત શાહ એંડોક્રાઇનોલૉજિસ્ટ છે. તેઓ ડાયાબિટીસ, થાયરોઇડ અને ઓબેસિટીના સ્પેશિયાલિસ્ટ છે. તેમની પાસે અનકન્ટ્રોલ્ડ ડાયાબિટીસના દર્દીઓ વધારે આવે છે. જેનું ડાયાબિટીસ અનકન્ટ્રોલ, તેને ઇન્ફેક્શનના વધુ ચાન્સ ડૉ. મોક્ષિત કહે છે કે, અમે અત્યારે ડાયાબિટીસની એક દવા આપીએ છીએ. જેનાથી 80 ગ્રામ જેટલું શુગર શરીર બહાર નીકળે છે. જે 10% દર્દીઓમાં યુરિનરી ઇન્ફેક્શન કરે છે. મેડિસિન વગરની વાત કરીએ તો અનકન્ટ્રોલ્ડ ડાયાબિટીસ હોય એવા દર્દીને ઇન્ફેક્શનના ચાન્સ વધે છે. ડાયાબિટીસની દવાઓની વાત કરતા તેઓ કહે છે કે, હવે સારી દવાઓ મળે છે. અમૂક દવાઓ ડાયાબિટીસ કન્ટ્રોલ કરે છે અને વજન પણ ઘટાડે છે. ડાયબિટીસની અમૂક દવાઓ હાર્ટ અને કિડનીને પણ ફાયદો કરે છે. ઘણી દવાઓ 30 વર્ષ, 15 વર્ષ કે 10 વર્ષથી વપરાય છે. આવી દવા માર્કેટમાં આવ્યા પહેલાં જે રિસર્ચ થાય છે તેની નોંધ મેડિકલ ફિલ્ડમાં થાય છે. યુરિનમાં થતાં ઇન્ફેક્શનને કેવી રીતે રોકી શકાય તેની વાત કરતા તેમણે જણાવ્યું કે, દવા લેતી વખતે હાઇડ્રેશન મેન્ટેન કરવું. પ્રાઇવેટ પાર્ટસનું હાઇજિન મેન્ટેન કરવું. સાબુથી ધોવું. દિવસમાં બે વાર નહાવું. આ નાની નાની વસ્તુઓથી ઇન્ફેક્શનના ચાન્સ ઘણા ઓછા થાય છે. પુરુષોએ સર્કમસિઝન કરાવવું પડે પણ મહિલાઓ માટે શું તેનો જવાબ આપતા તેઓ કહે છે કે, મહિલાઓને UTI (યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન) થવાની સંભાવના હોય છે. જેમાં વારંવાર બાથરૂમ જવું પડે, બાથરૂમ જતાં બળતરા થાય. અમુકવાર તેનાથી તાવ પણ આવવાની સંભાવના છે. જેથી મહિલાઓએ આ દવાઓ બંધ કરવી પડે અને એન્ટિબાયોટિક દવાનો કોર્સ કરવો પડે. વધુ પડતા સ્ટીરોઇડથી પણ નુકસાન ડૉ. તેજસ પટેલ સેક્સોલોજિસ્ટ છે. સર્કમસિઝન કરાવવા પાછળનું કારણ જણાવતા તેઓ કહે છે કે, જે દર્દીને લાંબા સમયથી ડાયાબિટીસ હોય અને તે કન્ટ્રોલ ન કરી શકતા હોય તો તેમને ચામડીમાં કાપા પડી જાય છે. જ્યારે યુરિન માટે જાય ત્યારે બળતરા થાય છે ઉપરાંત યુરિનનું સ્ટોર વધી જાય એટલે વારંવાર ચેપ લાગે છે. છેવટે તેમને લાગે કે વારંવાર ઇન્ફેકશન થાય છે અને તેમની રૂટિન લાઇફ તેમજ સેક્સ લાઇફ બન્ને બગડે છે. એવા કેસમાં એ સર્કમસિઝન કરાવવાનું નક્કી કરે છે. આમ, ડૉક્ટર્સના મતે ડાયાબિટીસની નવી દવાઓ બ્લડ શુગર, હૃદય અને કિડની માટે અત્યંત અસરકારક છે પરંતુ યુરિન વાટે શુગર બહાર નીકળતી હોવાથી ઇન્ફેક્શનનું જોખમ વધે છે. આવતીકાલે જુઓ આ સ્પેશિયલ રિપોર્ટનો બીજો પાર્ટ.
    Click here to Read More
    Previous Article
    ₹4000 કરોડની 'રામાયણ'નું ભારતમાં રિલીઝ પહેલાં USમાં પ્રીમિયર:ભવ્ય VFXએ દર્શકોને ઘેલું લગાડ્યું, પણ વાર્તા અને મ્યુઝિકે પાણી ફેરવ્યું
    Next Article
    સરકારે 'ઓપરેશન ગંગાજળ' કેમ કરવું પડ્યું:કલેક્ટરથી ડિરેક્ટકર સુધીના 86 અધિકારીનો સફાયો; ‘હું ખાતો નથી, ખાવા દેતો નથી’ના મોદી મોડલથી ફફડાટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment