Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના જાણીતા સેવાભાવી ભરતભાઈ દેસાઈનું 86 વર્ષે નિધન થયું:જીવન દરમિયાન સેવાકીય પ્રવૃત્તિઓ બદલ તેમને અનેક સન્માનો પ્રાપ્ત થયા

    7 hours ago

    વલસાડ ની આર. એન. સી. ફ્રી આઈ હોસ્પિટલના સેવાભાવી ભરતભાઈ દેસાઈ નું ટૂંકી માંદગી બાદ તેમનું અવસાન થતાં વલસાડે એક અનમોલ સેવાભાવી તારલો ગુમાવ્યો છે. તેમની સ્મશાનયાત્રામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, પત્રકારો, વકીલો, તબીબો સેવાભાવી સંસ્થાઓના આગેવાનો, સામાજિક કાર્યકરો તથા તેમના અનેક શુભેચ્છકો અને પરિચિતોએ અંતિમ વિદાય આપી હતી. વલસાડની ધરતી પર અનેક સેવાભાવી લોકોએ પોતાની અમીટ છાપ છોડી છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જેમનું જીવન જ બીજાના જીવનમાં પ્રકાશ પાથરવા માટે સમર્પિત હોય. આવા જ એક નિઃસ્વાર્થ સેવાભાવી વ્યક્તિત્વ અને વલસાડના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સ્વ. ભરતભાઈ (ધનંજય) ઠાકોરભાઈ દેસાઈનું 86 વર્ષની વયે તેમના હાલરના નિવાસસ્થાને દુઃખદ અવસાન થતાં વલસાડે એક અનમોલ સેવાભાવી તારલો ગુમાવ્યો છે. વલસાડની "ફ્રી આઇ હોસ્પિટલ" સાથે તેમનું વર્ષો જૂનું જોડાણ રહ્યું હતું. તેમની સેવાભાવનાથી ગુજરાત ઉપરાંત આસપાસના અનેક રાજ્યોમાંથી આવતા જરૂરિયાતમંદ લોકો માટે હજારો આંખના ઓપરેશન નિઃશુલ્ક રીતે શક્ય બન્યા હતા. અનેક પરિવારોના જીવનમાં દૃષ્ટિનો પ્રકાશ પરત લાવવામાં ભરતભાઈ દેસાઈનું યોગદાન હંમેશા યાદ રહેશે. ભરતભાઈ દેસાઈની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેઓએ સેવા ક્યારેય પ્રસિદ્ધિ માટે કરી નહોતી. તેમની સેવાકીય પ્રવૃત્તિઓ બદલ તેમને અનેક સન્માનો પ્રાપ્ત થયા, પરંતુ તેઓ પોતે ક્યારેય સન્માનના મંચ પર આવવામાં માનતા નહોતા. સ્ટેજ પર પોતાનું સન્માન સ્વીકારવાને બદલે તેઓ પોતાના કાર્યકરો અને સહયોગીઓને આગળ કરતા. અનેક પ્રસંગોએ મળેલા સન્માનો પણ તેમણે કાર્યકરોને અર્પણ કર્યા હતા. તેમની વિચારધારા સ્પષ્ટ હતી. તેમણે જીવન દરમિયાન અનેક ગુપ્ત દાનો પણ કર્યા હતા. કોઈ જરૂરિયાતમંદની મદદ કરવાની હોય કે કોઈ સેવાકીય પ્રવૃત્તિને સહયોગ આપવાનો હોય, તેમાં તેમણે ક્યારેય પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કર્યો નહોતો. વલસાડના હાલર વજીફદાર મહોલ્લામાં આવેલા નક્ષત્ર એપાર્ટમેન્ટ ખાતેથી તેમની અંતિમયાત્રા નીકળી ત્યારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, પત્રકારો, વકીલો, સેવાભાવી સંસ્થાઓના આગેવાનો, સામાજિક કાર્યકરો તથા તેમના અનેક શુભેચ્છકો અને પરિચિતોએ અંતિમ વિદાય આપી. સ્વ. ભરતભાઈ દેસાઈના પરિવારમાં સંતાન તરીકે એકમાત્ર પુત્ર ધર્મિનભાઈ દેસાઈ જે અમેરિકામાં સ્થાયી થયા છે. પુત્ર ધર્મીનભાઈ દેસાઈ જેવો શનિવારના રોજ પોતાના ઘરે આવી પહોંચ્યા હતા. ભરતભાઈનું જીવન અને તેમની સેવાકીય પ્રવૃત્તિઓને કારણે તેમનું અવસાન માત્ર પરિવાર માટે નહીં, પરંતુ વલસાડના સમગ્ર સમાજ માટે મોટી ખોટ છે.
    Click here to Read More
    Previous Article
    અંકલેશ્વર પોલીસે કતલના ઇરાદે લઈ જવાતી 12 ભેંસ છોડાવી:NH-48 પરથી આઇસર ટેમ્પો સહિત રૂ.8.58 લાખનો મુદ્દામાલ જપ્ત, 2 પકડાયા
    Next Article
    ब्रिटेन में एक के बाद एक बदले प्रधानमंत्री, नेहरू का रिकॉर्ड तोड़ने की भी चिंता नहीं!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment