Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંકલેશ્વર પોલીસે કતલના ઇરાદે લઈ જવાતી 12 ભેંસ છોડાવી:NH-48 પરથી આઇસર ટેમ્પો સહિત રૂ.8.58 લાખનો મુદ્દામાલ જપ્ત, 2 પકડાયા

    6 hours ago

    અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે નેશનલ હાઇવે-48 પર અમરતપરા પાટીયા અને મોતાલી પાટીયા વચ્ચે અમરાવતી ખાડીના બ્રિજ પાસેથી કતલના ઇરાદે ધુલિયા લઈ જવાતી 12 ભેંસોને મુક્ત કરાવી છે. ગૌરક્ષકો સાથે મળીને પોલીસે બાતમીના આધારે ભેંસો ભરેલા આઇસર ટેમ્પોને અટકાવી તપાસ હાથ ધરી હતી. ખીચોખીચ ભરેલી 12 ભેંસો મુક્ત કરાવી પોલીસે આઇસર ટેમ્પોની તપાસ કરતાં તેમાં 12 જેટલી ભેંસોને ખીચોખીચ ભરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તમામ પશુઓને મુક્ત કરાવી કબજામાં લીધા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે રૂ.2.40 લાખની કિંમતના પશુઓ, રૂ.6 લાખનો આઇસર ટેમ્પો અને બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ.8.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટેમ્પો ચાલક અને ક્લીનરની ધરપકડ પોલીસે આ મામલે સેલંબાના જમાદાર ફળિયામાં રહેતા ટેમ્પો ચાલક અકબર રમજુ મકરાણી અને ક્લીનર સાજીદ વલ્લી પટેલની ધરપકડ કરી હતી. જ્યારે ભેંસો ભરી આપનાર લાલુ યુસુફ અન્નાને વોન્ટેડ જાહેર કરી તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સાણંદ અને માંડલ પંથકમાં બેના મોત:ખેતરમાંથી અજાણ્યા પુરુષનો કોહવાયેલો મૃતદેહ મળ્યો, ટ્રેનની ટક્કરે વ્યક્તિનું મોત
    Next Article
    વલસાડના જાણીતા સેવાભાવી ભરતભાઈ દેસાઈનું 86 વર્ષે નિધન થયું:જીવન દરમિયાન સેવાકીય પ્રવૃત્તિઓ બદલ તેમને અનેક સન્માનો પ્રાપ્ત થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment