Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'બલ્લી પંજાબથી બંદૂક લઈ નીકળી ગયો છે, હવે જોઈ લેજો':સમા વિસ્તારમાં મકાન વેચાણ બાદ વધુ ₹4 લાખ પડાવવા ખેલ, ઓફિસે દારૂની બોટલ ફોડી માથામાં ગોળી મારી દેવાની ધમકી આપી

    1 day ago

    વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતા અને કડિયાકામનો વ્યવસાય કરતા ડાહ્યાભાઈ ભરવાડ પાસે મકાન વેચાણ પેટે વધારાના ₹4 લાખની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે સમા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. છાણી ગુરુદ્વારા પાસે રહેતા બલજીતસિંઘ હલોન નામના શખસે મકાનના સોદા બાદ વધુ નાણાં મેળવવા ફરિયાદી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મકાનના વેચાણ બાદ વધારાના 4 લાખ માંગ્યા આરોપી બલજીતસિંઘ સમા મામલતદાર કચેરી સામે આવેલી ફરિયાદીની ઓફિસે ધસી આવ્યો હતો અને તેમના ભાઈ દેહુરભાઈને ધમકી આપી હતી કે, જો વધારાના ₹4 લાખ નહીં આપે તો ડાહ્યાભાઈને પતાવી દેશે સાથે પોતે આત્મહત્યા કરી તેનું નામ લખાવી દેશે. આ ઘટનાના બે-ત્રણ દિવસ બાદ તે ફરી હાથમાં દારૂની બોટલ લઈ ઓફિસે પહોંચ્યો હતો અને બોટલ ફોડી ડાહ્યાભાઈ તેમજ તેમના પરિવારને ખતમ કરી નાખવાની ધમકી આપતાં પોલીસ બોલાવવામાં આવી હતી. આરોપીના સાગરિતે સમાધાન માટે ફોન કર્યાં પોલીસ અરજી બાદ આરોપીના એક અજાણ્યા સાગરીતે ફરિયાદીને સમાધાન માટે 10થી વધુ વખત ફોન કર્યાં હતા. ત્યારબાદ આરોપી ફરિયાદીની ઓફિસે રૂબરૂ પહોંચ્યો હતો અને તેમના ભાઈ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરીને ધમકી આપી હતી કે ‘બલ્લી પંજાબથી બંદૂક લઈને નીકળી ગયો છે, હવે જોઈ લેજો.’ માથામાં ગોળી મારી દેવાની ધમકી આપી આ ઘટના બાદ ફરિયાદીના ભત્રીજા વશરામે એક ઓડિયો રેકોર્ડિંગ સંભળાવ્યું હતું, જેમાં આરોપી બલજીતસિંઘ માથામાં ગોળી મારી દેવાની અને પોલીસ અરજી પાછી ખેંચી લેવાની ધમકી આપતો સંભળાય છે. સમગ્ર મામલે ફરિયાદીએ પુરાવારૂપે ઓડિયો રેકોર્ડિંગ સાથે સમા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી કાયદેસરની કડક કાર્યવાહીની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાનની હોસ્પિટલમાં આગ, 15 નવજાતનાં મોત:વોર્ડમાં 16 બાળકો હતા; માત્ર 1નો જ જીવ બચ્યો, AC કમ્પ્રેસરમાં વિસ્ફોટથી દુર્ઘટના
    Next Article
    Iran Blacklists Indian, Pakistani Ships Among 45 For Hormuz "Violations"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment