Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનું એક વર્ષમાં સૌથી સસ્તું, ₹1.24 લાખ પર આવ્યું:આજે ₹6 હજાર ભાવ ઘટ્યા; ચાંદીના ભાવ પણ ₹8 હજાર ઘટ્યા, ₹1.53 લાખ પર આવી

    18 hours ago

    સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો ચાલુ છે. IBJA મુજબ, શુક્રવારે 10 ગ્રામ 24 કેરેટ સોનું 5,638 રૂપિયા સસ્તું થઈને 1.23 લાખ રૂપિયા પર આવી ગયું. આ ઘટાડા બાદ સોનું લગભગ એક વર્ષ જૂના સ્તરે પહોંચી ગયું છે. ગયા વર્ષે 24 નવેમ્બરે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,23,308 રૂપિયા હતો. ત્યાર બાદ આખા વર્ષ દરમિયાન તેના ભાવ ઊંચા રહ્યા. બીજી તરફ, શુક્રવારે ચાંદીના ભાવમાં પણ પ્રતિ કિલો 7,911 રૂપિયાનો ઘટાડો નોંધાયો. ત્યાર બાદ ચાંદી 1.50 લાખ રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ. અમેરિકી ડૉલરમાં મજબૂતી અને ઊંચા સ્તરે નફાવસૂલીના કારણે સોના-ચાંદીના ભાવ પર દબાણ યથાવત્ છે. MCX પર સોના-ચાંદી બંનેમાં ભારે ઘટાડો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર ડિસેમ્બર ડિલિવરીવાળું સોનું 5000 રૂપિયા સુધી ઘટી ગયું અને કિંમત ₹1,22,430 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરતું જોવા મળ્યું. બીજી તરફ, ચાંદીની વાત કરીએ તો તેમાં 9058 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો અને કિંમત ₹1,48,424 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ. અલગ-અલગ શહેરોમાં ભાવ અલગ હોવાના 4 કારણો ઓલ ટાઈમ હાઈથી સોનું 30% સસ્તું થયું, ચાંદી 60% સુધી ઘટી આ વર્ષે સોના-ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. 31 ડિસેમ્બર 2025ના રોજ 10 ગ્રામ 24 કેરેટ સોનું 1.33 લાખ રૂપિયા હતું, જે 29 જાન્યુઆરીએ વધીને 1.76 લાખ રૂપિયાના ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચ્યું હતું. ત્યારથી અત્યાર સુધી સોનું લગભગ 52.4 હજાર રૂપિયા એટલે કે આશરે 30% સસ્તું થઈ ગયું છે. બીજી તરફ, 31 ડિસેમ્બર 2025ના રોજ ચાંદી 2.30 લાખ રૂપિયા હતી, જે 29 જાન્યુઆરીએ 3.80 લાખ રૂપિયાની ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગઈ હતી. ત્યારથી ચાંદી લગભગ 2.29 લાખ રૂપિયા એટલે કે 60% સસ્તી થઈ ગઈ છે. ખરીદદારોની થઈ મોજ બજાર ખુલતાની સાથે જ સોના-ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો. ગોલ્ડ રેટ્સની વાત કરીએ તો 24 કેરેટ સોનું આશરે ₹123,120 પ્રતિ 10 ગ્રામની આસપાસ કારોબાર કરી રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનું લગભગ ₹112,653 પ્રતિ 10 ગ્રામની આસપાસ જળવાઈ રહ્યું છે. તો 18 કેરેટ ગોલ્ડ ₹92,340 પ્રતિ 10 ગ્રામની નજીક ટ્રેડ કરી રહ્યું છે. બુલિયન માર્કેટમાં ચાંદીની કિંમત લગભગ ₹148,730 પ્રતિ કિલોગ્રામની આસપાસ ટ્રેડ કરતી જોવા મળી. 1 વર્ષમાં સોના-ચાંદીનો ભાવ સોના-ચાંદીમાં ભારે ઘટાડાનું કારણ શું છે? સોના-ચાંદીમાં ઘટાડાનું મુખ્ય કારણ અમેરિકી ડૉલરનું મજબૂત થવું અને અમેરિકામાં વ્યાજદરો વધવાની શક્યતા છે. અમેરિકામાં મોંઘવારી હજુ પણ ઘટી રહી નથી. આ જ કારણે બજારને આશા છે કે અમેરિકી ફેડરલ રિઝર્વ ડિસેમ્બરની બેઠકમાં વ્યાજદરો વધારી શકે છે. ફેડની છેલ્લી બેઠકની જાહેર થયેલી મિનિટ્સ પરથી જાણવા મળ્યું કે લગભગ તમામ અધિકારીઓ માને છે કે મોંઘવારીને નિયંત્રિત કરવા માટે વ્યાજદરોમાં વધુ વધારો કરવો પડી શકે છે. અમેરિકી ડૉલર આ અઠવાડિયે એપ્રિલ 2025 પછીના પોતાના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયો. જ્યારે ડૉલર મજબૂત થાય છે, ત્યારે અન્ય દેશોના લોકો માટે ડૉલરમાં ખરીદવામાં આવતું સોનું મોંઘું બની જાય છે. તેનાથી સોનાની માગ ઘટી શકે છે અને કિંમતો પર દબાણ આવે છે. ફેડરલ રિઝર્વના કેટલાક અધિકારીઓએ પણ કહ્યું છે કે મોંઘવારીને જોતા વ્યાજદરોમાં વધુ વધારો કરવાની જરૂર પડી શકે છે. બજારના જાણકારો અનુસાર, રોકાણકારોને આશા છે કે ડિસેમ્બરમાં વ્યાજદરોમાં 0.25%નો વધારો થઈ શકે છે. તેની સંભાવના 94% માનવામાં આવી રહી છે, જ્યારે 0.50%ના વધારાની સંભાવના 6% છે. વ્યાજદરો વધવાથી સોનામાં રોકાણ ઓછું આકર્ષક બની જાય છે, કારણ કે સોનું રાખવા પર રોકાણકારોને કોઈ વ્યાજ મળતું નથી. બીજી તરફ, બેંક અને અન્ય રોકાણ વિકલ્પો વધુ સારું વળતર આપી શકે છે. આ ઉપરાંત શેરબજારમાં ઘટાડાને કારણે કેટલાક રોકાણકારો નુકસાનની ભરપાઈ કરવા માટે સોનું અને ચાંદી પણ વેચી રહ્યા છે. સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો પ્રમાણિત સોનું જ ખરીદો: હંમેશા બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)નો હોલમાર્ક ધરાવતું પ્રમાણિત સોનું જ ખરીદો. આ નંબર આલ્ફાન્યૂમેરિક એટલે કે કંઈક આ પ્રકારનો હોઈ શકે છે- AZ4524. હોલમાર્કિંગથી જાણવા મળે છે કે સોનું કેટલા કેરેટનું છે. કિંમત ચકાસો: સોનાનું સાચું વજન અને ખરીદીના દિવસે તેની કિંમત અનેક સ્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ) પરથી ચકાસો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ મુજબ અલગ-અલગ હોય છે. અસલી ચાંદીની ઓળખ કરવાની 4 રીતો આજનું માર્કેટઃ સેન્સેક્સ 250 પોઈન્ટ ઘટીને 82,800 પર ટ્રેડિંગ:નિફ્ટીમાં 70 પોઈન્ટનો ઘટાડો; મેટલ અને રિયલ્ટી શેરોમાં સૌથી વધુ વેચવાલી
    Click here to Read More
    Previous Article
    નેપાળે 17 રનમાં 6 વિકેટ ગુમાવી:હર્ષિત-પ્રિન્સને 3-3 વિકેટ મળી; રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં ભારત-Aએ આપ્યો 333નો ટાર્ગેટ
    Next Article
    ગેસ એજન્સીધારકના ગળે છરી મૂકી ₹4 લાખની ખંડણી પડાવનાર ઝડપાયો:"તે મારા માણસ પાસેથી ગેસના બાટલાના પૈસા કેમ લીધા?" કહી વેપારીને જાનથી મારી નાખવાની આપી હતી ધમકી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment