Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જમીન દલાલ ફૈઝલ ફત્તાની ઘાતકી હત્યાનો મુખ્ય આરોપી કોર્ટમાં હાજર:10 લાખની સોપારી આપનાર મુબારક પટેલે ગણેશ વિસર્જનનાં બંદોબસ્ત વચ્ચે શરણાગતિ સ્વીકારી

    1 day ago

    સુરતના વેડરોડ છેડે ચંદ્રશેખર આઝાદ બ્રિજ પાસે ગત 31 ઓગસ્ટની રાત્રે થયેલી જમીન દલાલ ફૈઝલ ફત્તાની ઘાતકી હત્યાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. આ હત્યા માટે ભાડૂતી હત્યારાઓને 10 લાખ રૂપિયાની સોપારી આપનાર મુખ્ય આરોપી મુબારક પટેલ 3 અઠવાડિયા સુધી પોલીસને ચકમો આપ્યા બાદ નાટ્યાત્મક રીતે કોર્ટમાં હાજર થઈ ગયો છે. ગણેશ વિસર્જનના બંદોબસ્તને પગલે સમગ્ર શહેરની પોલીસની ભારે દોડધામ ચાલી રહી હતી, બરાબર તે જ તકનો લાભ ઉઠાવીને મુબારકે કોર્ટમાં શરણાગતિ સ્વીકારી લીધી હતી. ફૈઝલ પર 18થી 20 ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હતી રાંદેર વિસ્તારમાં આવેલા તાડવાડી કોઝ-વે રોડ પર અલ નુર રેસિડેન્સીમાં રહેતા જમીન દલાલ ફૈઝલ ફત્તા પર 31 ઓગસ્ટ, સોમવારની રાત્રે ઘાતકી હુમલો થયો હતો. રાત્રે 9 વાગ્યાના સુમારે તેઓ મોપેડ પર ચોકબજારથી ચંદ્રશેખર આઝાદ બ્રિજ ચઢીને અડાજણ પાટિયા તરફ જઈ રહ્યા હતા, ત્યારે કેટલાક આરોપીઓએ તેમને રસ્તામાં આંતરી લીધા હતા. ત્યારબાદ હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો વડે ફૈઝલના શરીર પર ઉપરાછાપરી 18થી 20 જેટલા જીવલેણ ઘા ઝીંકીને તેમનું ઢીમ ઢાળી દીધું હતું. મુંબઈ હાઈવે પરથી ઝડપાયા હતાં 4 ભાડૂતી હત્યારા પોલીસ તપાસમાં ખૂલ્યું હતું કે ફૈઝલ સોમવારે સાંજે મોગલસરાઈ ખાતે આઈ.પી. મિશન સ્કૂલ પાસે જમાલ સૈયદની ઓફિસે ગયો હતો અને ત્યાંથી નીકળતાં જ હત્યારાઓ તેનો પીછો કરી રહ્યા હતા. આઈ.પી. મિશન સ્કૂલથી ચંદ્રશેખર આઝાદ બ્રિજ સુધીના સીસીટીવી ફૂટેજના આધારે ક્રાઈમ બ્રાન્ચ અને ચોકબજાર પોલીસે મુંબઈ હાઈવે પરથી ફાઉન્ટેન અને વેસ્ટર્ન હોટેલ પાસેથી 4 હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા શખ્સોમાં માન દરવાજાના અભિષેક ઉર્ફે રોહન ઉર્ફે ઘુંઘરું રાજેન્દ્ર દેવરે, કૈસરઅલી આબીદઅલી સૈયદ, વસીમ ઉર્ફે વસીયો મોઈન શેખ અને ગોકુલ સંતોષ જાદવનો સમાવેશ થાય છે. 10 લાખની સોપારી અને 1 લાખ એડવાન્સ, પૂછપરછમાં થયો ઘટસ્ફોટ પકડાયેલા 4 આરોપીઓની આકરી પૂછપરછમાં બહાર આવ્યું કે, આ સમગ્ર હત્યાકાંડ માન દરવાજાના મુબારક ઉર્ફે મુબો મજીદ પટેલના ઈશારે અંજામ આપવામાં આવ્યો હતો. મુબારક પટેલે ફૈઝલની હત્યા કરવા માટે અભિષેક ઉર્ફે રોહન અને વસીમને રૂપિયા 10 લાખમાં સોપારી આપી હતી. હત્યાની સોપારી પેટે કામ સોંપતી વખતે જ હત્યારાઓને એડવાન્સ ટોકન તરીકે રૂપિયા 1 લાખ રોકડા પણ ચૂકવી દેવામાં આવ્યા હોવાની કબૂલાત આરોપીઓએ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સિનિયર સિટીઝન માટે વસિયતનામાના મહત્વ પર વાર્તાલાપ:રાહી ફાઉંડેશનના 'વડીલોનું વૃંદાવન' દ્વારા 70 સભ્યોની હાજરીમાં આયોજન
    Next Article
    સુરેન્દ્રનગરમાં 'સેવા મેરા યોગદાન' અંતર્ગત કીટનું વિતરણ:અનાથ અને દિવ્યાંગ બાળકોને ઉપયોગી કીટ અપાઈ, વડીલોને ભોજન કરાવી આશીર્વાદ લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment