Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંતરરાજ્ય ડ્રગ્સ હેરાફેરીના રેકેટનો પર્દાફાશ:જાંબુવા ચેક પોસ્ટ પરથી 49 ગ્રામ MD સાથે એક ઝડપાયો, 5 હજારના કમિશન માટે મધ્યપ્રદેશ જઈને ડ્રગ્સ લઈ આવ્યો

    16 hours ago

    વડોદરા શહેરને નશામુક્ત બનાવવા માટે ચાલી રહેલી ઝુંબેશ હેઠળ શહેર SOG અને મકરપુરા પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને જામ્બુવા પોલીસ ચેક પોસ્ટ નજીકથી 49 ગ્રામ 690 મિલિગ્રામ MD ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે અને આંતરરાજ્ય ડ્રગ્સ હેરાફેરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આરોપી પાસેથી ડ્રગ્સ અને મોબાઇલ ફોન સહિત કુલ 1.54 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. શહેરમાં શંકાસ્પદ તત્વો પર સતત નજર વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ શહેરમાં નશીલા પદાર્થોના ખરીદ-વેચાણ અને હેરાફેરી સામે અસરકારક કાર્યવાહી કરવા માટે SOGને સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીને પગલે અમલમાં રહેલી આદર્શ આચારસંહિતાને ધ્યાનમાં રાખી શહેરભરમાં ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે શંકાસ્પદ તત્વો પર સતત નજર રાખવામાં આવી રહી હતી. બાતમી મળતા 49 ગ્રામ MD સાથે એકની ધરપકડ પેટ્રોલિંગ દરમિયાન SOGને બાતમી મળી હતી કે, જામ્બુવા હાઇવે ઓવરબ્રિજ તરફથી એક શખ્સ શંકાસ્પદ ચીજવસ્તુ સાથે આવી રહ્યો છે. આ બાતમીના આધારે મકરપુરા પોલીસ અને એસઓજીની ટીમે એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરીને રેડ કરી હતી. જેમાં સમીર અમીનખાન પઠાણ (રહે. યાકુતપુરા, વડોદરા) પાસેથી 49.690 ગ્રામ મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સ મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. રૂ.5,000 કમિશનની લાલચમાં MPથી વડોદરા આવ્યો પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે, વડોદરાના હાથીખાના વિસ્તારમાં રહેતા લાલાભાઈ દુધવાલાએ તેને રૂ.5,000 કમિશન આપવાની લાલચ આપી મધ્ય પ્રદેશના રતલામ જિલ્લાના થાંદલા ખાતે મોકલ્યો હતો. ત્યાં મધ્યપ્રદેશના જુબેર પઠાણ પાસેથી એમ.ડી. ડ્રગ્સનો જથ્થો મેળવી ખાનગી લક્ઝરી બસ મારફતે વડોદરા પરત ફર્યો હતો. ત્યારબાદ જામ્બુવા ચેક પોસ્ટ નજીક પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલ આરોપી તેમજ ફરાર આરોપીઓ મોબાઇલ ફોન મારફતે સતત સંપર્કમાં રહી ડ્રગ્સની આંતરરાજ્ય હેરાફેરી અને નાણાકીય લેવડ-દેવડ કરતા હતા. પોલીસે પકડાયેલા આરોપી સમીર અમીનખાન પઠાણ તેમજ ફરાર આરોપી લાલાભાઈ દુધવાલા (રહે. હાથીખાના, વડોદરા) અને જુબેર પઠાણ (રહે. થાંદલા, રતલામ, મધ્યપ્રદેશ) વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ 8(સી), 21(બી), 22(બી) અને 29 હેઠળ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કબજે કરાયેલો મુદ્દામાલ
    Click here to Read More
    Previous Article
    ગોધરા સિગ્નલ ફળીયા ગેંગ સામે ગુજસીટોક કેસ:આરોપી રમજાનીના 10 દિવસના મંજૂર, આ ગેંગ ટ્રેનનું સિગ્નલ બદલી બે કોચ વચ્ચેનો વાલ્વ ખોલી મુસાફરોના માલ-સામાનની ચોરી કરતી
    Next Article
    क्या प्रधान के इस्तीफ़े की माँग से भड़की सरकार, हिरासत में लिए गए राहुल ,अखिलेश, प्रियंका

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment