Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિઝર પોલીસે વ્યાવલ નાકા પાસે ચેકિંગ કર્યું:₹3.99 લાખના દારૂ સાથે પરપ્રાંતિય ગાડી ઝડપાઈ, 3ની ધરપકડ

    6 days ago

    નિઝર પોલીસે વ્યાવલ નાકા પાસે વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે. મહારાષ્ટ્ર પાસિંગની એક મહિન્દ્રા મેક્સ ગાડીમાંથી રૂ. 1.34 લાખથી વધુનો ગેરકાયદેસર પરપ્રાંતિય દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસ સ્ટાફના અનિલભાઈ ઈન્દ્રસીંગભાઈ, ભાણજીભાઈ મગનભાઈ અને મુકેશભાઈ સેધાજી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન વ્યાવલ નાકા પાસે વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. વાંકા ચાર રસ્તા તરફથી આવતી એક સફેદ રંગની મહિન્દ્રા મેક્સ ફોરવ્હીલ ગાડી (નંબર: MH-24-J-3796) શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવી હતી. ગાડીની તલાશી લેતા તેમાંથી પુઠ્ઠાના બોક્સમાં છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કિંગફિશર સ્ટ્રોંગ બીયરની 60 બોટલ (કિંમત રૂ. 16,800) અને કેન્નોન સુપર સ્ટ્રોંગ 10000 બીયરની 420 બોટલ (કિંમત રૂ. 1,17,600) જપ્ત કરી હતી. દારૂ ઉપરાંત, પોલીસે મહિન્દ્રા મેક્સ ગાડી (કિંમત રૂ. 2,50,000) અને ત્રણ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા હતા. આમ, કુલ રૂ. 3,99,400/- નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે ગાડીમાં સવાર ત્રણ ઈસમોની ધરપકડ કરી છે, જેમાં ખેમસીંગભાઇ આટ્યાભાઇ વળવી (ઉ.વ. 27), રાજેન્દ્ર ઉર્ફે રાજુભાઈ રાયસીંગભાઈ વળવી (ઉ.વ. 41) અને ખીમજયાભાઈ આંટ્યાભાઈ વળવી (ઉ.વ. 34) નો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના ધડગાંવ તાલુકાના રહેવાસી છે. આ ઈસમો પાસે ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવા માટે કોઈ પાસ કે પરમિટ ન હોવાથી, પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    શહેર 1300 CCTVથી સજ્જ, કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું લોકાર્પણ:મોટી કોરલથી ભાલોદ વચ્ચે નવો બ્રિજ બનશે, 55 કિમીનું અંતર ઘટીને માત્ર 5 કિમી થઈ જશે
    Next Article
    GST ઇન્સ્પેક્ટરના બંધ ક્વાર્ટર્સમાં તસ્કરોનો હાથફેરો:પિતાના અવસાન બાદ વતન ગયેલા પરિવારની ગેરહાજરીમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.78 હજારના દાગીનાની ચોરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment