Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GST ઇન્સ્પેક્ટરના બંધ ક્વાર્ટર્સમાં તસ્કરોનો હાથફેરો:પિતાના અવસાન બાદ વતન ગયેલા પરિવારની ગેરહાજરીમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.78 હજારના દાગીનાની ચોરી

    6 days ago

    ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલ બિલેશ્વર મહાદેવ મંદિર પાસેના સરકારી ક્વાર્ટર્સમાં રહેતા અને જી.એસ.ટી. વિભાગમાં ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અધિકારીના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા ચોર ઈસમો સોનાના દાગીનાની ચોરી કરી પલાયન થઈ જતા નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, આ બનાવ અંગે નીલમબાગ પોલીસે મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ​મૂળ શિહોરના ટાણા ગામના વતની અને હાલ ભાવનગર ખાતે સરકારી ક્વાર્ટર્સમાં રહેતા સંગ્રામ વિહાભાઇ ઉલવા ગત તા.5/3/2026 ના રોજ પોતાના પિતાના અવસાનના કારણે પરિવાર સાથે વતન ટાણા ગામે ગયા હતા, તા.11/3/26 ના રોજ જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે રૂમનું તાળું ખુલતું ન હોવાથી તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો, ​તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, કોઈ અજાણ્યા શખ્સોએ ચાવી વડે તાળું ખોલી અંદર પ્રવેશ કર્યો હતો અને રૂમમાં રાખેલ કબાટની તિજોરીમાંથી દાગીનાની ચોરી કરી હતી, ​​તસ્કરો તિજોરીમાંથી​સોનાની ચેઈન આશરે 1 તોલો કિંમત રૂ.61,950 તથા ​સોનાની બુટ્ટી આશરે 2.790 ગ્રામ કિંમત રૂ.16,177 મળી ​કુલ રૂ.78,127 ના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યો નાસી છૂટ્યો હતો, ​સંગ્રામએ પોલીસમાં જણાવ્યું હતું કે, ચોરીની ફરિયાદ મોડું કરવાનું કારણ માં ચોરી થયેલા દાગીનાના બિલની શોધખોળમાં સમય લાગતા અને બિલ મળ્યા બાદ તેઓએ આજે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે, પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નિઝર પોલીસે વ્યાવલ નાકા પાસે ચેકિંગ કર્યું:₹3.99 લાખના દારૂ સાથે પરપ્રાંતિય ગાડી ઝડપાઈ, 3ની ધરપકડ
    Next Article
    Box Office Day 2: Dhurandhar 2 Storms Past Rs 200 Crore; Ustaad Bhagat Singh Sees Ground Slipping

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment