Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેર 1300 CCTVથી સજ્જ, કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું લોકાર્પણ:મોટી કોરલથી ભાલોદ વચ્ચે નવો બ્રિજ બનશે, 55 કિમીનું અંતર ઘટીને માત્ર 5 કિમી થઈ જશે

    6 days ago

    વડોદરા શહેર પોલીસ કક્ષાના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું હતું. ગુજરાત પોલીસના સ્માર્ટ પોલીસિંગ અંતર્ગત નેત્રમ પ્રોજેક્ટ હેઠળ પોલીસ ભવનના સાતમા માળે સિટી લેવલનું આ આધુનિક સેન્ટર બનાવવામાં આવ્યું છે. વડોદરા શહેરની મુલાકાતે આવેલા નાયબ મુખ્યમંત્રી સીધા પોલીસ ભવન ખાતે પહોંચ્યા હતા. શહેર પોલીસ દ્વારા નાયબ મુખ્યમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. મહાનુભાવો દ્વારા તક્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનરે વડોદરા શહેર પોલીસ દ્વારા આધુનિક ટેક્નોલોજીના વિનિમયથી ક્રાઇમ ડિટેક્શન, મહત્વના તહેવારોમાં બંદોબસ્ત, સંસાધનો અંગેની માહિતી પ્રસ્તૂત કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના પોલીસ વડા, શહેરના પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી. અહીંથી સીસીટીવી કેમેરા થકી વડોદરા શહેરમાં સુરક્ષા-ટ્રાફિકની દ્રષ્ટિએ કેવી રીતે નજર રાખવામાં આવી રહી છે? તે બાબતોની જાણકારી સંઘવીએ મેળવી હતી. તેમણે સુરક્ષા પ્રણાલીમાં આધુનિક ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા સૂચન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ વિઝિટ બૂકમાં પોતાની નોંધ લખી શહેર પોલીસ કમિશનરે સુપ્રત કરી હતી. નવલખી મેદાન ખાતેથી વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નવલખી મેદાન ખાતે જાહેર સભા સંબોધિત કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા વડોદરા શહેર અને જિલ્લામાં કુલ રૂપિયા 538 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપવામાં આવી છે. તેઓએ જણાવ્યું હતું કે, એક સપ્તાહમાં જ વડોદરામાં 725 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું છે. વિશ્વાસ પ્રોજેક્ટ થકી અધ્યતન નેટવર્ક ઉભુ થયું નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા શહેરમાં અદ્યતન સીસીટીવી કેમેરા નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે, જેમાં સરકારી તથા ખાનગી કેમેરાઓને એકીકૃત કરીને શહેરમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવાઈ છે. આવનારા સમયમાં આ કેમેરા નેટવર્કને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટેકનોલોજી સાથે જોડવામાં આવશે, જેમાં ફેશિયલ રિકગ્નિશન અને નંબર પ્લેટ ઓળખ જેવી સુવિધાઓનો સમાવેશ થશે. આ પગલાં પોલીસ માટે ફોર્સ મલ્ટીપ્લાયર સાબિત થશે અને ગુનેગારોને ઝડપી રીતે શોધવામાં મદદરૂપ બનશે. પોલીસ કર્મચારીઓની કામગીરી બિરદાવી નાયબ મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસના જવાનોના અવિરત સેવાભાવની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, દરેક પરિસ્થિતિમાં પોલીસ જવાનો નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ રહે છે. તેમના સુખાકારીને ધ્યાનમાં રાખીને પોલીસ હાઉસિંગ, જેલ સુવિધાઓ અને પોલીસ સ્ટેશનોના વિકાસ માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટો અમલમાં મુકવામાં આવ્યા છે, જેનાથી પોલીસ દળની કાર્યક્ષમતા વધુ મજબૂત બનશે. મોટી કોરલ અને ભાલોદ વચ્ચે બ્રિજ બનશે કરજણ તાલુકાના મોટી કોરલ અને ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ સુધી નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવશે, જેને કારણે 55 કિમીનું અંતર ઘટીને માત્ર 5 કિમી જેટલું થઈ જશે. ઝઘડિયા તરફથી વડોદરા આવતા લોકો માટે આ બ્રિજ આશીર્વાદરૂપ સાબિત થશે. ગુનેગારોને પોલીસમાં હનુમાનજી દેખાશે નાયબ મુખ્યમંત્રીએ ગુનેગારોને કડક શબ્દોમાં સંદેશ આપ્યો હતો કે, ગુનેગારોનો કોઈ ધર્મ નથી હોતો. જો કોઈ પણ ટપોરી કે લુખ્ખા તત્વો સામાન્ય નાગરિકોને હેરાન કરશે તો તેઓને પોલીસમાં સાક્ષાત હનુમાનજીના દર્શન થશે. કોઈ પણ લુખ્ખા તત્વોને છોડવામાં નહીં આવે. તેઓએ મહિલાઓને પણ આહવાન કર્યું હતુંકે, જો કોઈ ટપોરી સામે આવે તો તેઓ સામે રાણી લક્ષ્મીબાઈ બની જજો. તેઓએ એમ પણ કહ્યું હતું કે કોઈ પણ ટપોરીની ભલામણ હું સ્વીકારું નહીં અને તેઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે સરકારનો સેવા સુરક્ષા અને શાંતિનો મંત્ર રાજ્યકક્ષાના મંત્રી મનીષા વકીલ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સેવા, સુરક્ષા અને શાંતિના મંત્ર સાથે કાર્ય કરી રહી છે, જેના પરિણામે ગુજરાતમાં ગુનાખોરી સામે કડક અને અસરકારક કાર્યવાહી થઈ રહી છે. ખાસ કરીને સાયબર ક્રાઈમ જેવા નવા પડકારોમાં પણ ગુજરાત પોલીસ નોંધપાત્ર કામગીરી કરી રહી છે અને અનેક નાગરિકોને તેમની ગુમાવેલી રકમ પરત અપાવવામાં સફળતા મેળવી છે. તેમણે જણાવ્યું હતું કે, ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ ડ્રગ્સ સહિતના ગુનાઓ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી રહી છે અને આવી પહેલો રાજ્યને વધુ સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. શહેરમાં 1316 કેમેરા કાર્યરત પોલીસ કમિશનર નરસિંહા કોમારે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં નેત્રમ અંતર્ગત સીસીટીવી, બોડી-વોર્ન કેમેરા અને ડ્રોન કેમેરા મળી કુલ 1316 કેમેરા કાર્યરત છે, જેને વડોદરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળના કેમેરા સાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યા છે. ઉપરાંત, શહેરમાં ખાનગી એજન્સીઓ દ્વારા સ્થાપિત કેમેરાઓનું મેપિંગ કરીને આધુનિક વીડિયો એનાલિટિક્સ દ્વારા પોલીસ કામગીરીમાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે શહેરમાં ચોવીસ કલાક સુરક્ષા મોનિટરિંગ શક્ય બન્યું છે. કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા, દંડક બાળકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય યોગેશ પટેલ, શૈલેષ મહેતા, અક્ષય પટેલ, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, ચૈતન્ય દેસાઇ, ભાજપના શહેર અધ્યક્ષ જયપ્રકાશ સોની, રેન્જ આઇજી શસંદીપ સિંઘ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, ઇન્ચાર્જ કલેક્ટર મમતા હિરપરા, સંયુક્ત પોલીસ કમિશનર નિલેશ જાજડિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચેરિટી કમિશનરની નવી ઓફિસનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વડોદર શહેરમાં નવનિર્મિત ચેરિટી કમિશનરની ઓફિસની પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિવિધ ટ્રસ્ટોન રજિસ્ટ્રેશન ઓફિસના નવનિર્માણથી હવે શહેર-જિલ્લાના ટ્રસ્ટને પણ આધુનિક સુવિધાઓ મળી શકશે.
    Click here to Read More
    Previous Article
    ધોબીઘાટ રોડ પર ધોળા દિવસે લૂંટ:એક્ટિવા પર જતી વૃદ્ધાના ગળામાંથી દોઢ તોલાનો સોનાનો દોરો તોડી બાઇક સવાર ફરાર
    Next Article
    નિઝર પોલીસે વ્યાવલ નાકા પાસે ચેકિંગ કર્યું:₹3.99 લાખના દારૂ સાથે પરપ્રાંતિય ગાડી ઝડપાઈ, 3ની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment