Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં સૌની યોજના હેઠળ ₹39 કરોડના કામો મંજૂર:ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાની વિધાનસભામાં રજૂઆત સફળ

    1 day ago

    બોટાદ વિધાનસભા મતવિસ્તારમાં સૌની યોજના હેઠળ રૂ. 39 કરોડના સિંચાઈ સંબંધિત કામોને મંજૂરી મળી છે. બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા ગુજરાત વિધાનસભામાં કરવામાં આવેલી રજૂઆતને પગલે આ નિર્ણય લેવાયો છે. આ મંજૂરી સૌની યોજના લીંક-2, પેકેજ-૩ અંતર્ગત આપવામાં આવી છે. કુલ રૂ. 39,01,08,066/- (અંદાજે રૂ. 39 કરોડ)ના ખર્ચે પાઈપલાઈન અને સિંચાઈ સંબંધિત વિકાસ કામો હાથ ધરવામાં આવશે. મંજૂર થયેલા કામોમાં હામાપર તળાવ અને રાજપરા તળાવ માટે રૂ. 10,12,56,366/-, ઢાંકણીયા તળાવ, બોટાદ તળાવ, ભાંભણ તળાવ, જનડા તળાવ અને નાગલપર તળાવ માટે રૂ. 12,94,20,200/-, તેમજ આણિયાળી કાઠી તળાવ અને અળવ તળાવ માટે રૂ. 15,94,31,500/-નો સમાવેશ થાય છે. આ મંજૂરીથી બોટાદ વિધાનસભા મતવિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સુવિધા વધુ મજબૂત બનશે. સૌની યોજનાનું પાણી વિવિધ વિસ્તારો સુધી પહોંચવાથી પાણીની અછત ધરાવતા વિસ્તારોના ખેડૂતોને પણ રાહત મળશે અને ખેતી ક્ષેત્રને મોટો લાભ થશે. આ સફળતા બદલ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ ગુજરાતના મુખ્યમંત્રી અને પાણી પુરવઠા મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, બોટાદ મતવિસ્તારના ખેડૂતોને સિંચાઈનું પૂરતું પાણી મળી રહે અને મતવિસ્તારનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકાર સમક્ષ રજૂઆતો અને પ્રયત્નો સતત ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં રોજમદાર સફાઈ કર્મચારીઓને કાયમી કરવા માંગ:અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી
    Next Article
    ખેંચાયેલા વરસાદ વચ્ચે ખેડૂતો-માલધારીઓની સ્થિતિ દયનીય. ​:માંગરોળ પંથકમાંમાં દોઢ મહિનાથી વરસાદ ગાયબ થતાં વાવેતર નિષ્ફળ જવાના આરે, મોંઘા ઘાસચારા અને પાણીના અભાવે ખેડૂતો અને માલધારીઓ આર્થિક સંકટમાં ફસાયા.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment