Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં રોજમદાર સફાઈ કર્મચારીઓને કાયમી કરવા માંગ:અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી

    1 day ago

    અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ–ગુજરાત પ્રદેશે જામનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી છે. જેમાં રોજમદાર સફાઈ કર્મચારીઓને કાયમી નિમણૂક આપવાની માંગ કરવામાં આવી છે. સંઘે રજૂઆતમાં જણાવ્યું છે કે, મહાનગરપાલિકામાં લાંબા સમયથી રોજમદાર તરીકે ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓને તેમની સિનિયોરિટી અને સેવાકાળને ધ્યાનમાં રાખીને કાયમી નિમણૂક આપવામાં આવે. આ માંગનો હેતુ કર્મચારીઓને નોકરીની સ્થિરતા અને યોગ્ય હક પ્રદાન કરવાનો છે. આ ઉપરાંત, જામનગર મહાનગરપાલિકાના જનરલ બોર્ડ દ્વારા મંજૂર કરાયેલી 87 સફાઈ કર્મચારીઓની જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે. સંઘે સૂચવ્યું છે કે આ જગ્યાઓ પર ભરતી કરતી વખતે વર્ષોથી રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને સિનિયોરિટી મુજબ પ્રાથમિકતા આપવામાં આવે. સફાઈ કર્મચારીઓ શહેરની સ્વચ્છતા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી, તેમની લાંબા સમયથી પડતર માંગણીઓનો માનવતાપૂર્વક અને ન્યાયસંગત રીતે નિકાલ કરવામાં આવે અને વહેલી તકે યોગ્ય નિર્ણય લેવાય તેવી અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ–ગુજરાત પ્રદેશ દ્વારા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વૃદ્ધાના રેપ બાદ હત્યા કરનારો સાઈકો કિલર ઝડપાયો:રાજકોટમાં રીક્ષામાં લઈ જઈ 4 હત્યા કરી, બાળકીના દુષ્કર્મ કેસમાં સેશન્સ કોર્ટે ફાંસી આપી; 3 મહિના પહેલા હાઈકોર્ટમાંથી નિર્દોષ છૂટ્યો
    Next Article
    બોટાદમાં સૌની યોજના હેઠળ ₹39 કરોડના કામો મંજૂર:ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાની વિધાનસભામાં રજૂઆત સફળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment