Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેંચાયેલા વરસાદ વચ્ચે ખેડૂતો-માલધારીઓની સ્થિતિ દયનીય. ​:માંગરોળ પંથકમાંમાં દોઢ મહિનાથી વરસાદ ગાયબ થતાં વાવેતર નિષ્ફળ જવાના આરે, મોંઘા ઘાસચારા અને પાણીના અભાવે ખેડૂતો અને માલધારીઓ આર્થિક સંકટમાં ફસાયા.

    1 day ago

    ​જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના નાની ચોટલી વિરડી ગામના ખેડૂતો અને પશુપાલકો હાલ ચોમાસાની ઋતુમાં વરસાદ ખેંચાતાં ગંભીર જળ સંકટ અને આર્થિક મુશ્કેલીઓનો સામી છાતીએ સામનો કરી રહ્યા છે. ચોમાસાની શરૂઆતમાં એકસાથે 40 ઇંચ જેટલો મુસળધાર વરસાદ પડી ગયા બાદ છેલ્લા દોઢ મહિનાથી તદ્દન ધાપ પડતાં અને તાપ વરસાતાં સમગ્ર વિસ્તારમાં જમીનમાં પાણીના સ્તર ખૂબ જ ઊંડા ઊતરી ગયા છે. ​ખેતી ક્ષેત્રે કૂવામાં પાણી ન હોવાથી સિંચાઈ માટે માત્ર બે-બે કલાક જ પમ્પિંગ મોટર ચાલી રહી છે. કૂવામાં પૂરતું પાણી ન હોવાથી વાવેલી મગફળી સહિતના અન્ય રોકડિયા પાકો સુકાઈ રહ્યા છે અને નિષ્ફળ જવાની અણી પર પહોંચી ગયા છે. બીજી તરફ, ગીર વિસ્તારમાંથી દાયકાઓ પહેલાં અહીં વસેલા માલધારી સમુદાય માટે પશુપાલનનો વ્યવસાય ચલાવવો પણ અત્યંત અઘરો અને દુષ્કર બની રહ્યો છે. ​ખાણ, દાણ અને ખોળના ભાવ ગગનચુંબી બની ₹2000 થી ₹2100 પ્રતિ ગુણી સુધી પહોંચી ગયા છે. સામે દૂધના યોગ્ય ફેટ કે યોગ્ય ભાવ ન મળતાં પશુપાલકો ભારે આર્થિક નુકસાની વેઠી રહ્યા છે અને દિવસારા દેવાના બોજ તળે દબાતા જાય છે. પોતાના પશુઓને જીવંત રાખવા માટે બહારથી મોંઘા ભાવે ઘાસચારો ખરીદીને લાવવો પણ હવે સ્થાનિક ખેડૂતો અને માલધારીઓ માટે આર્થિક રીતે અશક્ય બની રહ્યો છે. ​અગાઉ 1971- 72 ના સમયગાળા દરમિયાન સરકાર દ્વારા રહેવા માટે મકાન અને ખેતી માટે જમીન આપવામાં આવી હોવા છતાં, સિંચાઈની પૂરતી સુવિધાના અભાવે જમીનો નકામી સાબિત થઈ રહી છે. સિંચાઈના પાણી વગર ખેતી થઈ શકતી ન હોવાથી ખેડૂતો બેંકોના ધિરાણ અને સરકારી લેણાં ભરપાઈ કરવામાં સંપૂર્ણપણે અસમર્થ બન્યા છે. કોઈ પાક વીમો કે અન્ય સરકારી સહાય ન મળતાં આ વિસ્તારના લોકો હવે માત્ર ને માત્ર કુદરત પાસે સારા વરસાદની આશા રાખીને બેઠા છે. સ્થાનિકો સરકાર પાસે તાત્કાલિક ધોરણે આ ગંભીર પરિસ્થિતિમાં યોગ્ય વળતર અને રાહત પેકેજ આપવાની માંગ કરી રહ્યા છે. ​માલધારી બધાભાઈ કરમટાએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે અમે ગીરમાંથી 1971-72 માં આવ્યા અને સરકારે અમને અહીં વસવાટ કરાવી આપ્યો હતો. ગીરના માલધારી હોવાથી સરકારે તે સમયે 20-20 વીઘા જમીન અને એક-એક મકાન આપ્યું હતું. પરંતુ અહીં રહેવા આપ્યા પછી બીજી કોઈ પાયાની સુવિધાઓ મળી નથી. અમારી પાસે જે જમીનો છે તે પાણી વગરની કોરીધાકોર છે. વરસાદ ખેંચાયો છે એટલે અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે વરસાદ વરસે તો કુદરત દયા કરે. અમારી સરકારને પણ નમ્ર વિનંતી છે કે અમારે માલ-ઢોર બાંધેલા છે પણ ખવડાવવા માટે ચારો કે પૂરો કંઈ છે નહીં. ખાણ, દાણ અને નીણ બધું ખૂબ મોંઘું છે, ખોળના ભાવ ₹2000 થી ₹2100 થઈ ગયા છે. જો દૂધ વેચવા જઈએ તો દૂધના કે ફેટના પૂરતા ભાવ મળતા નથી. આવી વિષમ પરિસ્થિતિમાં અમારે ઘરનું ગુજારાન કેમ ચલાવવું? અત્યારે અમારી માથે સરકારી અને બેંકોના દેણાં થઈ ગયા છે જે આ સ્થિતિમાં ભરપાઈ થાય તેમ નથી. જો સરકાર રૂપિયામાંથી ચાર આના કે આઠ આનાની સહાય આપશે તો એનાથી અમારી કોઈ ભરપાઈ થવાની નથી. ​ ખેડૂત ભીખનભાઈ ચાવડાએ કરતા જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. અત્યારે દોઢ મહિનો થયો વરસાદનું એક ટીપું પણ પડ્યું નથી. ચોમાસાની શરૂઆતમાં એકસાથે 40 ઇંચ વરસાદ પડી ગયો હતો, પરંતુ અત્યારે જમીન કે વાડીઓમાં પાણી રહ્યા નથી. વાડીઓમાં કૂવા સાવ ખાલી છે અને માંડ બે-બે કલાક મોટર હાલે છે, જેમાં કંઈ પાક પાકી શકે તેમ નથી. પશુપાલન બચાવવા બહારથી અતિ મોંઘો ઘાસચારો લાવવો પડે છે જે આપણને પોસાતો નથી, છતાં મજબૂરીમાં કરવો પડે છે. જો વરસાદ હજુ આગળ ખેંચાશે તો ખેડૂતોની પરિસ્થિતિ અતિશય નબળી થઈ જશે, કારણ કે ખેડૂત પાસે હવે કશું બચ્યું નથી. પાણી વિના ઘાસચારો કે મગફળી કંઈ થઈ શકે તેમ નથી અને પાક નિષ્ફળ જઈ રહ્યો છે. વરસાદ ન પડતાં પરિસ્થિતિ ખરાબમાંથી વધુ ખરાબ તરફ જઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં સૌની યોજના હેઠળ ₹39 કરોડના કામો મંજૂર:ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાની વિધાનસભામાં રજૂઆત સફળ
    Next Article
    જજીસ બંગલો રોડ પર પાન પાર્લરમાં શટર તોડી તસ્કરી:રોકડ-સિગારેટના પેકેટ સહિત 77 હજારની ચોરી, ઘટના CCTVમાં કેદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment