Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જજીસ બંગલો રોડ પર પાન પાર્લરમાં શટર તોડી તસ્કરી:રોકડ-સિગારેટના પેકેટ સહિત 77 હજારની ચોરી, ઘટના CCTVમાં કેદ

    1 day ago

    જજીસ બંગલો રોડ પર આવેલ એક પાન પાર્લરને નિશાન બનાવીને ચાર શખસે ચોરી કરી છે. ચોરોએ રાતના સમયે પાન પાર્લરનું શટર તોડી રોકડ રકમ અને સિગારેટના પેકેટની ચોરી કરી છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શતરને વચ્ચેથી તોડી ચોરી બોપલમાં રહેતા 56 વર્ષીય અનિલ સમરસિંહ રાજપૂતે ફરિયાદ નોંધાવી છે કે, જજીસ બંગલો રોડ પર કદમ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ચોઇસ પાન પાર્લર નામની દુકાન ચલાવે છે. ગત 26 ઓગસ્ટના રોજ સવારે 7 વાગ્યે તેમના પાન પાર્લરમાં કામ કરતા રાહુલ અને ઉત્સવ દુકાને પહોંચ્યા ત્યારે શટરના બંને તાળા મારેલા હતા, પરંતુ શટર વચ્ચેથી વળેલું હતું. દુકાનની અંદર જોવા મળ્યું કે, કોઈએ ગલ્લામાંથી રોકડ રૂપિયા અને અન્ય સામાનની ચોરી કરી છે. જે બાદ સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં ચાર શખસ ગલ્લામાંથી રૂપિયા અને અન્ય વસ્તુ ચોરતા નજરે પડ્યા હતા. આરોપીઓની શોધખોળ શરૂ સીસીટીવી કેમેરામાં ચાર શખસે રાતે દુકાનના શટરને વચ્ચેથી ઊંચું કરીને અંદર આવ્યા હતા. કેશ કાઉન્ટરમાં રહેલા 48,000 રૂપિયા રોકડા લીધા હતા. આ ઉપરાંત દુકાનમાંથી 26,400 રૂપિયાની મોંઘી સિગારેટના પેકેટ્સની પણ ચોરી કરી હતી. હાલમાં પોલીસે આ ફૂટેજના આધારે 74,400 રૂપિયાની ચોરી કરનાર આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ખેંચાયેલા વરસાદ વચ્ચે ખેડૂતો-માલધારીઓની સ્થિતિ દયનીય. ​:માંગરોળ પંથકમાંમાં દોઢ મહિનાથી વરસાદ ગાયબ થતાં વાવેતર નિષ્ફળ જવાના આરે, મોંઘા ઘાસચારા અને પાણીના અભાવે ખેડૂતો અને માલધારીઓ આર્થિક સંકટમાં ફસાયા.
    Next Article
    મેવાસા ગામે ખેતરમાં શખસે પશુ ચરવા છોડી દીધા:જુવારનો ઉભો પાક બરબાદ થતા ખેડૂતને 30 હજારનું નુકસાન, પોલીસ ફરિયાદ નોંધાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment