Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેવાસા ગામે ખેતરમાં શખસે પશુ ચરવા છોડી દીધા:જુવારનો ઉભો પાક બરબાદ થતા ખેડૂતને 30 હજારનું નુકસાન, પોલીસ ફરિયાદ નોંધાવી

    1 day ago

    ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના મેવાસા ગામે ખેતરમાં ઘૂસાડેલા પશુઓએ જુવારનો પાક બગાડતા 75 વર્ષીય વૃદ્ધ ખેડૂતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ખેતરમાં ચરવા માટે પશુઓને છોડી દીધા મેવાસા ગામની 'ચારણેસર' તરીકે ઓળખાતી સીમમાં રહેતા વાલજીભાઈ ભગવાનભાઈ મોરડીયા પોતાના ખેતરમાં ખેતીકામ કરે છે. 23 ઓગસ્ટના સવારે 10 વાગ્યાથી 25 ઓગસ્ટના સવારે 9 વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે પોતાના માલ-ઢોર વાલજીભાઈના ખેતરમાં ચરાવવા માટે ઘૂસાડી દીધા હતા. આ પશુઓએ ખેતરમાં વાવેલા જુવારના ઊભા પાકને મોટું નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે ખેડૂતને આશરે ₹30,000નું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતે અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી આ ઘટના અંગે ખેડૂતે વલભીપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસે BNS એક્ટની કલમ 324(4) તેમજ ગુજરાત પંચાયત એક્ટની કલમ 183 અને 184 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જજીસ બંગલો રોડ પર પાન પાર્લરમાં શટર તોડી તસ્કરી:રોકડ-સિગારેટના પેકેટ સહિત 77 હજારની ચોરી, ઘટના CCTVમાં કેદ
    Next Article
    Actor Swastika Mukherjee On Gandhari Co-Star Taapsee And Kangana's Feud

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment