Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TCS કેસની પીડિતાનો ખુલાસો- પાકિસ્તાની મૌલવીઓના વીડિયો બતાવ્યા:કહ્યું- ભજન સાંભળવાનું અને મંદિર જવાનું બંધ કરો, અલ્લાહ બધા ગુના માફ કરી દેશે

    2 सप्ताह पहले

    મહારાષ્ટ્રના નાસિકમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) ઓફિસમાં જાતીય સતામણી અને બળજબરીથી ધર્માંતરણ કેસની ચાર્જશીટમાં નવા ખુલાસા થયા છે. ચાર્જશીટ મુજબ, આરોપીઓએ સુનિયોજિત કાવતરા હેઠળ પીડિતોને નિશાન બનાવ્યા હતા. એક પીડિતાએ પોલીસને જણાવ્યું કે તેને પાકિસ્તાની ઇસ્લામિક મૌલવી તારિક જમીલ અને ઝાકિર નાઈકના વીડિયો બતાવવામાં આવતા હતા. ગયા અઠવાડિયે નાસિકની એક અદાલતમાં રજૂ કરાયેલી ચાર્જશીટ મુજબ, આ વીડિયો પીડિતોને એટલા માટે બતાવવામાં આવ્યા હતા જેથી તેઓ ઇસ્લામ વિશે જાણી શકે. આરોપીઓએ પીડિતાને કહ્યું કે તે ભજન સાંભળવાનું અને મંદિર જવાનું બંધ કરી દે. અલ્લાહ બધા ગુના માફ કરી દેશે. નાસિક સ્થિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) માં કામ કરતી 9 પીડિત મહિલાઓએ એપ્રિલમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અત્યાર સુધીમાં 8 આરોપીઓ પકડાયા છે. આરોપીએ કહ્યું- ડરશો નહીં, ભરોસો રાખો, અલ્લાહ આપણી સાથે છે પીડિતાએ પોતાના નિવેદનમાં પોલીસને જણાવ્યું કે આરોપીઓએ 'માનસિક તણાવ' ઓછો કરવાના બહાને તેની નબળાઈનો ફાયદો ઉઠાવ્યો. એક આરોપી દાનિશ શેખ, જે પહેલાથી જ પરિણીત છે, તેણે લગ્ન કરવાનું વચન આપીને યૌન શોષણ કર્યું. જ્યારે પીડિતાને પોતાના ભવિષ્યને લઈને ડર લાગવા માંડ્યો, ત્યારે આરોપીએ કહ્યું- ડરશો નહીં, ભરોસો રાખો, અલ્લાહ આપણી સાથે છે. ભગવાનના ભજન સાંભળવાનું અને મંદિર જવાનું બંધ કરી દો. તણાવ ઓછો થઈ જશે. પીડિતા અનુસાર, તેણે (શેખે) કહ્યું, તમે જેટલું વધારે અલ્લાહનું નામ લેશો, તમારા ગુના માફ થતા જશે અને તમારા સારા કાર્યો વધશે. યુ-ટ્યુબ પર જઈને પાકિસ્તાની મૌલવીના વીડિયો બતાવ્યા પીડિતના કહેવા મુજબ, દાનિશે તેને પાકિસ્તાની ઇસ્લામિક ધર્મગુરુ, ઉપદેશક અને તબલીગી જમાતના સભ્ય તારિક જમીલના વીડિયો જોવા અને તેમના ભાષણો સાંભળવા કહ્યું. પીડિતે જણાવ્યું કે દાનિશે તેના બેંક ખાતાઓ અને UPI PIN વિશે સંપૂર્ણ માહિતી મેળવી લીધી હતી. તેને બેંક ખાતામાં જમા પૈસા વિશે પણ ખબર હતી. દાનિશે અન્ય આરોપી તૌસીફ અને નિદાને કહ્યું હતું કે તેઓ મને ઇસ્લામિક ધર્મ વિશે માહિતી આપે. આથી, તૌસીફ અને નિદા સમયાંતરે મને ઇસ્લામ વિશે જણાવતી રહેતી હતી. તૌસીફે મને કહ્યું કે હું મારા મોબાઈલ પર યુટ્યુબ પર ઝાકિર નાઈક અને ડો. ઇસરાર અહેમદ (પાકિસ્તાની મૌલવી) ના વીડિયો શોધીને સાંભળું. તૌસીફના કહેવા મુજબ મેં તે વીડિયો જોયા. ચાર્જશીટમાં 106 સાક્ષીઓના નિવેદનો સામેલ છે, જેમાં ફરિયાદી, તેની માતા, TCS ના કર્મચારીઓ/મેનેજમેન્ટ, જાતીય સતામણી નિવારણ (POSH) સમિતિના સભ્યો અને કેસની તપાસ કરી રહેલા અધિકારીઓ સામેલ છે. હવે જાણો શું છે આખો મામલો… TCSની નાસિક ઓફિસમાં કામ કરતી મહિલાઓએ યૌન શોષણના આરોપો લગાવ્યા. SIT સાથે સંકળાયેલા સૂત્રો જણાવે છે કે, 'પ્રથમ FIR 26 માર્ચે દેવલાલી કેમ્પ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. ત્યારબાદ વધુ 8 મહિલાઓએ ફરિયાદ નોંધાવી. તેમના નિવેદનોથી યૌન શોષણ, બળજબરી અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાની પેટર્ન સામે આવી છે. નાસિક પોલીસની SIT આ મામલે 9 છેડતી અને ઉત્પીડનના કેસોની તપાસ કરી રહી છે. FIR મુજબ, નિદા ખાન પર આરોપ છે કે તેણે વોટ્સએપ ગ્રુપ દ્વારા કર્મચારીઓને નમાઝ પઢવા અને નોન-વેજ ખાવા માટે દબાણ કર્યું. મહિલાઓને ઇસ્લામિક પરંપરાઓ અનુસાર કપડાં પહેરવા અને વર્તન કરવાની સલાહ પણ આપવામાં આવી હતી. નિદાએ કોર્ટમાં ગર્ભાવસ્થાનો હવાલો આપ્યો હતો, પરંતુ રાહત મળી નહીં નિદાએ આગળના જામીન માટે પોતાની ગર્ભાવસ્થાનો હવાલો આપ્યો, પરંતુ કોર્ટે તેને સ્વીકાર્યું ન હતું. આ મામલે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) એ ગયા મહિને નિવેદનમાં કહ્યું હતું કે કંપની કોઈપણ પ્રકારના હેરેસમેન્ટ અને બળજબરી વિરુદ્ધ ઝીરો-ટોલરન્સ પોલિસી પર કામ કરે છે. 9માંથી 3 પીડિત મહિલાઓની FIR મળી… પ્રથમ પીડિતા સીનિયર પૂછે છે- હનીમૂન પર ક્યાં ગઈ હતી, શું-શું કર્યું? પીડિત મહિલાએ 2 એપ્રિલે નાસિકના મુંબઈ નાકા પોલીસ સ્ટેશનમાં FIR કરાવી છે. તેના મુજબ, જૂન 2025 થી 31 માર્ચ 2026 સુધી તે TCS ઓફિસમાં એસોસિયેટ હતી. પતિ કામના સંબંધમાં પુણેમાં રહે છે. FIRમાં તેણે જણાવ્યું, ‘24 જૂન 2025ના રોજ મને 3 મહિનાના ટ્રેનિંગ પ્રોગ્રામમાં સામેલ કરવામાં આવી. રઝા મેમણનો મારી ટ્રેનિંગ સાથે કોઈ લેવાદેવા નહોતો, છતાં તે મારી પાસે આવીને પર્સનલ લાઈફ વિશે પૂછતો. કહેતો હતો કે પતિ સાથે કેમ નથી રહેતી, હનીમૂન પર ક્યાં ગઈ હતી. ત્યાં શું કર્યું, કેવી રીતે કર્યું. રઝા મેમણ સાથે શાહરૂખ કુરેશી પણ હતો.‘ ટ્રેનિંગમાં આસિફ અન્સારી પણ અવારનવાર મારી પાસે આવી જતો. અડીને બેસતો અને ખોટી રીતે સ્પર્શ કરતો. ક્યારેક જાંઘ કે ખભા પર હાથ મૂકી દેતો. એક દિવસ લંચના સમયે હાથ ખોળામાં મૂકી દીધો. પછી બોલ્યો- જો કોઈ ફિઝિકલ જરૂરિયાત હોય, તો જણાવો, પૂરી કરી દઈશ. મહિલાએ જણાવ્યું, ‘સીનિયર તૌસીફ અત્તારે પણ ખોટું વર્તન કર્યું. તે પણ ટીમમાં નહોતો, છતાં પાસે આવીને ખાવા માટે પૂછતો. અશ્લીલ રીતે પૂછતો, 'શું નારંગી લાવી છો. નાની લાવી છો કે મોટી.' તે ચહેરો અડાડતો અને સ્પર્શ કરતો હતો. જ્યારે સવાલ કર્યો, તો કહ્યું, 'શું તમારે આગળ નથી વધવું.‘ પીડિતાના કહેવા મુજબ, શાહરૂખ કુરેશી, રઝા મેમણ, આસિફ અંસારી, તૌસીફ અત્તાર અને શફી શેખે તેને શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપ્યો. હિંદુ દેવી-દેવતાઓને અપશબ્દો કહ્યા, જેનાથી તેની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી. તેણે HR સેલમાં ફરિયાદ કરી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નહીં. ત્યારે તેણે મુંબઈ નાકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. પોલીસને મળેલી 9 પીડિતાઓની FIR મુજબ, 18 થી 25 વર્ષની મહિલા કર્મચારીઓને નિશાન બનાવવામાં આવી હતી. બીજી પીડિતા ‘ઈશ્વર તે જ છે જે અદૃશ્ય છે, હિંદુ દેવી-દેવતાઓ ખોટા છે’ મુંબઈ નાકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, જાન્યુઆરીથી ડિસેમ્બર 2025 સુધી તેની ઓફિસમાં જાતીય સતામણી થઈ. મહિલા કંપનીમાં ક્રેડિટ કાર્ડ ગ્રાહકોની ફરિયાદો સાંભળતી હતી. તેણે જણાવ્યું, ‘તૌસીફ અત્તાર પોતાના ધર્મને ઉચ્ચ બતાવતો અને હિંદુ ધર્મને નીચો. તે કહેતો કે સાચો ઈશ્વર તે જ છે, જે અદૃશ્ય છે. હિંદુ ધર્મમાં દેવતાઓ દેખાય છે, તેથી ખોટા છે.‘ ‘ડિસેમ્બર 2025ની વાત છે. હું લંચ પછી છાશ પી રહી હતી, ત્યારે તૌસીફ આવ્યો અને પૂછ્યું- ‘શું પી રહી છો?' મેં કહ્યું- 'છાશ પી રહી છું.' તેણે વિચિત્ર નજરોથી જોયું અને કહ્યું- મારી પાસે પણ છાશ છે, શું પીવા માંગશો. આ કહેતા તેણે પ્રાઈવેટ પાર્ટ તરફ ઈશારો કર્યો.’ આ FIR પણ 2 એપ્રિલે નાસિકના મુંબઈ નાકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. ત્રીજી પીડિતા ભગવાન કૃષ્ણ અને શિવ વિશે ખોટી વાતો કરી ત્રીજી FIRમાં પીડિતાએ જણાવ્યું, ‘હું ડિસેમ્બર 2024માં ઓફિસમાં હતી. ત્યારે શફી શેખ કામના બહાને નજીક આવીને બેસી ગયો અને જાણીજોઈને મારા પગથી પોતાનો પગ ઘસવાનો પ્રયાસ કર્યો. પછી મારું કીપેડ વાપરવાના બહાને ખોટી રીતે સ્પર્શ કર્યો. મેં ખુરશી દૂર કરી લીધી, તો હસતા હસતા જતો રહ્યો.‘ ‘ફેબ્રુઆરી 2026માં તૌસીફે મારા ધર્મને નીચો દેખાડવાનો પ્રયાસ કર્યો. તેણે કહ્યું કે કૃષ્ણએ 16 હજાર મહિલાઓ સાથે લગ્ન કર્યા, તેનાથી ખબર પડે છે કે કૃષ્ણ કેવા હતા. શું ભગવાન શંકરને એ નહોતી ખબર કે ગણેશ પાર્વતીના પુત્ર છે. જો નહોતી ખબર તો દેવી પાર્વતીને પુત્ર કેવી રીતે થયો. તેમણે ગણેશનું માથું કેમ કાપી નાખ્યું.‘ ખાનગી માહિતીના આધારે ‘ટાર્ગેટ’ પસંદ કરતા આરોપીઓ નવી જોડાતી કર્મચારીઓની ખાનગી માહિતીના આધારે ‘ટાર્ગેટ’ પસંદ કરતા હતા. ખાસ કરીને આર્થિક રીતે નબળા અને પારિવારિક સમસ્યાઓથી ઝઝૂમી રહેલા કર્મચારીઓને નિશાન બનાવવામાં આવતા હતા. ધરપકડ કરાયેલા HR મેનેજર અશ્વિની ચેનાનીએ તૌસીફ અત્તાર સાથે 38 વાર, દાનિશ શેખ સાથે 1 વાર, રઝા મેમણ સાથે 22 વાર અને વાંધાજનક ચેટ કરી હતી. પીડિત છોકરીઓએ જ્યારે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ કરી ત્યારે અશ્વિનીએ ફરિયાદને જાણી જોઈને અવગણી. ઉલટાનું તેણે પીડિતને જ ઠપકો આપ્યો. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે તાલીમ દરમિયાન હિંદુ દેવી-દેવતાઓ પર વાંધાજનક ટિપ્પણીઓ કરવામાં આવતી હતી. જ્યારે પીડિતો પરેશાન થતા હતા, ત્યારે HR મેનેજર તેમનો સંપર્ક કરીને વિશ્વાસ જીતતી હતી અને ધીમે ધીમે તેમના રહેણીકરણીમાં ફેરફાર કરવા દબાણ કરવામાં આવતું હતું. 2022 થી 2026 ની વચ્ચે મહિલા કર્મચારીઓને નિશાન બનાવવામાં આવી FIR અનુસાર, 18 થી 25 વર્ષની મહિલા કર્મચારીઓને નિશાન બનાવવામાં આવી હતી. આરોપ છે કે- નમાઝ પઢવા માટે દબાણ કરવામાં આવ્યું નોન-વેજ ખાવા માટે મજબૂર કરવામાં આવ્યા ધર્મ પરિવર્તન માટે માનસિક દબાણ કરવામાં આવ્યું કેટલાક કિસ્સાઓમાં લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધવા અને બાદમાં બ્લેકમેલ કરવાના આરોપો પણ લાગ્યા છે. ઓફિસમાં જ છેડતી અને ઉત્પીડનના આરોપો ફરિયાદોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઓફિસની અંદર અને બહાર છેડતી કરવામાં આવી આપત્તિજનક ટિપ્પણીઓ અને ઇશારા કરવામાં આવ્યા એક કિસ્સામાં, ઓફિસમાં જ મહિલાને બળજબરીથી પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો કેટલાક પીડિતોએ આરોપ લગાવ્યો કે વરિષ્ઠ અધિકારીઓને ફરિયાદ કરવા છતાં કાર્યવાહી થઈ નહીં. વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું હતું, જ્યાં તેઓ ‘ટાર્ગેટ’ પર ચર્ચા કરતા હતા અને ધાર્મિક તથા કંપની સંબંધિત મુદ્દાઓ પર વાત કરતા હતા. પોલીસ આ ડિજિટલ પુરાવાની પણ તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા આરોપીઓમાં આસિફ અંસારી, શફી શેખ, શાહરૂખ કુરેશી, રઝા મેમણ, તૌસીફ અત્તર અને અન્યનો સમાવેશ થાય છે. ઓપરેશન મેનેજર અશ્વિન ચેનાનીની પણ ધરપકડ કરવામાં આવી છે. SIT આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને 12 થી વધુ સંભવિત પીડિતોની ઓળખ કરવામાં આવી છે. હાલ પોલીસ આ નેટવર્કના અન્ય કનેક્શન અને બાહ્ય લિંક્સની પણ તપાસ કરી રહી છે. આ મામલામાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    તું મારી નહીં, તો કોઈની નહીં:મોહાલીમાં ઓફિસમાં છરી લઈને ગર્લફ્રેન્ડ પર તુટી પડ્યો, ઉપરાછાપરી 30 ઘા માર્યા; યુવકનો પણ આપઘાતનો પ્રયાસ; ત્રણ વર્ષની મિત્રતા, પ્રેમ, બ્રેકઅપ અને હત્યા
    Next Article
    જામનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, વૃક્ષારોપણ કરાયું:'એક પેડ મા કે નામ' અંતર્ગત ભીમ વુડ્સ પાસે છોડ રોપાયા, લોકો અને અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment