Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રતિબંધ છતાં એનાલોગ પનીરનો કાળો કારોબાર:બે દિવસમાં ₹3.69 લાખથી વધુનો 1.18 ટન જથ્થો જપ્ત, 842 પેઢીઓમાં તપાસ; 58 નમૂનાઓ લેવાયા

    1 day ago

    રાજ્ય સરકારના એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ લાદવા છતાં વેપારીઓ દ્વારા ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. ફૂડ વિભાગ (FDCA)એ રાજ્યભરમાં ચેકિંગ કરતા બે દિવસમાં 842 પેઢીઓમાંથી 1,186 કિલોગ્રામ એનાલોગ ડેરી પ્રોડક્ટ્સનો જથ્થો જપ્ત કરી નાશ કર્યો છે. ₹3.69 લાખથી વધુના બિન-સ્ટાન્ડર્ડ જથ્થાનો નાશ FDCAના આંકડા અનુસાર, 6 ઓગસ્ટે 366 પેઢીઓમાં તપાસ કરીને 36 નમૂના લેવાયા હતા. ₹2.84 લાખનો 992 કિલોગ્રામ જથ્થો નાશ કર્યો હતો. 7 ઓગસ્ટે 476 પેઢીઓ પર તપાસ કરી 22 નમૂનાઓ લેવાયા હતા અને ₹85 હજારનો 194 કિલોગ્રામ જથ્થો નાશ કર્યો હતો. આમ, બે દિવસની ઝુંબેશમાં 58 નમૂના લઈ ₹3.69 લાખથી વધુનો બિન-સ્ટાન્ડર્ડ જથ્થો નાશ કરાયો છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે સખત કાર્યવાહી FDCAએ સ્પષ્ટ કર્યું છે કે, આ કડક અભિયાન રાજ્યભરમાં હજુ પણ સતત ચાલુ રહેશે. તંત્રે વેપારીઓને નિયમોનું ચુસ્ત પાલન કરવાની કડક સૂચના આપી છે અને ઉલ્લંઘન કરનારા સામે સખત કાર્યવાહીની ચેતવણી આપી છે. આ સાથે જ ગ્રાહકોને પણ આવી શંકાસ્પદ કે અમાનક પ્રોડક્ટ્સ અંગે તંત્રને તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર:17 ઓગસ્ટથી ત્રિમાસિક, 22 ઓક્ટોબરથી પ્રથમ સત્રાંત પરીક્ષા;30% પ્રશ્નો લર્નિંગ આઉટકમ્સ-રાષ્ટ્રીય સર્વેક્ષણ મુજબ પૂછાશે
    Next Article
    સરદાર પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ તારાપુર કોર્ટની મુલાકાત લીધી:કાયદા વિભાગના વિદ્યાર્થીઓએ ન્યાયિક પ્રક્રિયાઓનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment