Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરદાર પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ તારાપુર કોર્ટની મુલાકાત લીધી:કાયદા વિભાગના વિદ્યાર્થીઓએ ન્યાયિક પ્રક્રિયાઓનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું

    1 day ago

    સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક કાયદા વિભાગ દ્વારા 4 ઓગસ્ટ, 2026ના રોજ તારાપુર તાલુકા અદાલતની એક દિવસીય શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલપતિ પ્રો. ડૉ. નિરંજન પટેલના માર્ગદર્શન અને વિભાગના વડા પ્રો. ડૉ. પરેશ આચાર્યના પ્રોત્સાહન હેઠળ આ મુલાકાત યોજાઈ હતી. આ દરમિયાન, કાયદાના વિદ્યાર્થીઓએ અદાલતની પ્રત્યક્ષ કાર્યવાહીનું અવલોકન કરી ન્યાયિક પ્રક્રિયાઓ વિશે વ્યવહારુ જ્ઞાન મેળવ્યું. વિદ્યાર્થીઓએ અદાલતમાં દીવાની (સિવિલ) અને ફોજદારી (ક્રિમિનલ) કેસોની કાર્યવાહી પ્રત્યક્ષ નિહાળી હતી. તેમણે વકીલો દ્વારા થતી પક્ષોની રજૂઆત, તપાસ, ઉલટ તપાસ, જુબાની અને સાક્ષીઓના નિવેદનો નોંધવા સુધીની પ્રક્રિયાઓ જોઈ. આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ અદાલતના પુસ્તકાલય અને અન્ય વિશેષ સુવિધાઓની પણ મુલાકાત લીધી હતી. મુખ્ય દીવાની ન્યાયાધીશ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ દીપક દત્તાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ કોર્ટ સરકારી વકીલ શ્રી એમ. એમ. રાઠોડ અને તાલુકા કાનૂની સેવા સમિતિના વકીલો સાથે સંવાદ સાધ્યો હતો. આ વકીલોએ અદાલતના સંચાલન અને કાનૂની વ્યવહાર વિશે મૂલ્યવાન માહિતી પૂરી પાડી હતી. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ દરમિયાન શીખેલા વિષયોને લગતી ન્યાયિક પ્રક્રિયાઓ વિશે પણ ચર્ચા કરી હતી. આ શૈક્ષણિક મુલાકાતનું આયોજન અનુસ્નાતક કાયદા વિભાગના અધ્યાપક દ્વિતી વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ૪ અધ્યાપકો અને ૨૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ અદાલતની મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓની કાનૂની વ્યવસ્થા વિશેની સમજમાં નોંધપાત્ર વધારો થયો.
    Click here to Read More
    Previous Article
    પ્રતિબંધ છતાં એનાલોગ પનીરનો કાળો કારોબાર:બે દિવસમાં ₹3.69 લાખથી વધુનો 1.18 ટન જથ્થો જપ્ત, 842 પેઢીઓમાં તપાસ; 58 નમૂનાઓ લેવાયા
    Next Article
    સરદાર પટેલ યુનિવર્સિટીમાં 'ભરતમુનિનું રસસૂત્ર' પર વ્યાખ્યાન:પ્રો. રાકેશકુમાર પટેલે રસસિદ્ધાંતની વિસ્તૃત સમજ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment