Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરદાર પટેલ યુનિવર્સિટીમાં 'ભરતમુનિનું રસસૂત્ર' પર વ્યાખ્યાન:પ્રો. રાકેશકુમાર પટેલે રસસિદ્ધાંતની વિસ્તૃત સમજ આપી

    1 day ago

    સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક સંસ્કૃત વિભાગ દ્વારા 07 ઓગસ્ટ, 2026 ના રોજ ‘ભરતમુનિનું રસસૂત્ર’ વિષય પર એક વિશિષ્ટ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના પ્રોફેસર રાકેશકુમાર પટેલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં વિભાગના અધ્યાપક ડૉ. પ્રિયંક રાવલે ભૂમિકા અને સ્વાગત પરિચય આપ્યો હતો. ત્યારબાદ દેવાંશીબેન ભીંડે દ્વારા પ્રોફેસર રાકેશકુમાર પટેલનું પુસ્તક અર્પણ કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.પોતાના વક્તવ્યમાં પ્રોફેસર રાકેશકુમાર પટેલે ભરતમુનિના નાટ્યશાસ્ત્રમાં પ્રતિપાદિત રસસૂત્ર અંગે વિસ્તૃત અને રસપ્રદ સમજણ આપી હતી. તેમણે રસસિદ્ધાંતના મૂળભૂત તત્ત્વો જેવા કે વિભાવ, અનુભાવ અને વ્યભિચારિભાવની ભૂમિકા સ્પષ્ટ કરી. શાસ્ત્રીય પરિભાષાઓને માત્ર સૈદ્ધાંતિક રીતે રજૂ કરવાને બદલે, તેમણે દૈનિક જીવનના સામાન્ય અને સરળ ઉદાહરણો દ્વારા આ સંકલ્પનાઓને સ્પષ્ટ કરી હતી. આ વ્યાખ્યાનમાં વિભાગના અધ્યાપકો, સંશોધકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ વિભાગના કાર્યકારી અધ્યક્ષ પ્રોફેસર મહેન્દ્ર નાયીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમનું સંકલન અને સંચાલન વિભાગના અધ્યાપક ડૉ. પ્રિયંક રાવલ અને દેવાંશી ભિન્ડેએ કર્યું હતું, જ્યારે આભારવિધિ અધ્યાપિકા શ્રેયા પરમારે કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સરદાર પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ તારાપુર કોર્ટની મુલાકાત લીધી:કાયદા વિભાગના વિદ્યાર્થીઓએ ન્યાયિક પ્રક્રિયાઓનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું
    Next Article
    આણંદમાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ:કલેક્ટર પ્રવીણ ચૌધરીએ સલામતી માટે ત્વરિત કાર્યવાહીના સૂચનો કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment