Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદમાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ:કલેક્ટર પ્રવીણ ચૌધરીએ સલામતી માટે ત્વરિત કાર્યવાહીના સૂચનો કર્યા

    1 day ago

    આણંદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય હેતુ જિલ્લાના નાગરિકો અને વાહનચાલકોની સલામતી સુનિશ્ચિત કરવાનો હતો. કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જાહેર રસ્તાઓ પર ટ્રાફિક નિયમોનું પાલન સુચારુ રીતે થાય તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા. તેમણે ગેરકાયદેસર પાર્કિંગ અને બેજવાબદાર ડ્રાઇવિંગ માટે દંડ, સાઈન બોર્ડ લગાવવા, જરૂરી સ્થળોએ સ્પીડ બ્રેકર મૂકવા, સ્પીડ લિમિટ દર્શાવતા બોર્ડ અને રેડિયમ લગાવવા જેવા મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. બેઠકમાં સ્થાનિક સંસ્થાઓ દ્વારા મુખ્ય રસ્તાઓ પર આવેલી શાળાઓના બાળકો અને રાહદારીઓની સલામતી માટે શાળા સામે યોગ્ય બમ્પ મૂકવાની રજૂઆત પર પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી. જિલ્લા કલેક્ટરે આ અંગે જરૂરી કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું. પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ માર્ગ સલામતી, વાહન પાર્કિંગ અને વાહન અકસ્માતો નિવારવા સંબંધિત વિવિધ કચેરીઓ દ્વારા કરાયેલી અને બાકી રહેલી કામગીરીની વિગતો પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરી હતી. જિલ્લા કલેક્ટરે આ કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, મ્યુનિસિપલ કમિશ્નર આર.એન.ડોડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેક્ટર લલીતકુમાર પટેલ, અધિક કલેક્ટર રાહુલ ગમારા, પ્રાંત અધિકારીઓ, નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, એસ.ટી. વિભાગના અધિકારીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સરદાર પટેલ યુનિવર્સિટીમાં 'ભરતમુનિનું રસસૂત્ર' પર વ્યાખ્યાન:પ્રો. રાકેશકુમાર પટેલે રસસિદ્ધાંતની વિસ્તૃત સમજ આપી
    Next Article
    Gujarat Crime News | રાજ્યમાં ફરી એક વાર જોવા મળ્યો રફ્તારનો કહેર | Rush Driving | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment