Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર:17 ઓગસ્ટથી ત્રિમાસિક, 22 ઓક્ટોબરથી પ્રથમ સત્રાંત પરીક્ષા;30% પ્રશ્નો લર્નિંગ આઉટકમ્સ-રાષ્ટ્રીય સર્વેક્ષણ મુજબ પૂછાશે

    1 day ago

    રાજ્યના સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓ માટે પ્રથમ સત્રની ત્રિમાસિક કસોટી અને પ્રથમ સત્રાંત કસોટીના આયોજન અંગે GCERT અને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ મુજબ પ્રથમ ત્રિમાસિક કસોટી 17 ઓગસ્ટથી 25 ઓગસ્ટ 2026 દરમિયાન જ્યારે પ્રથમ સત્રાંત કસોટી 22 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર 2026 દરમિયાન લેવાશે. પરિપત્ર મુજબ બંને કસોટીમાં 30 ટકા પ્રશ્નો રાષ્ટ્રીય સર્વેક્ષણ (NAS) અને લર્નિંગ આઉટકમ્સ (LO) આધારિત રહેશે. વિદ્યાર્થીઓના વિષયવાર જ્ઞાન અને સમજણનું મૂલ્યાંકન કરવા માટે પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવશે. ત્રિમાસિક કસોટીમાં ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓ માટે વિષયવાર પ્રશ્નપત્રો તૈયાર કરાશે, જ્યારે સત્રાંત કસોટી માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET) દ્વારા સમયપત્રક અને માર્ગદર્શિકા મુજબ પરીક્ષા યોજાશે. ત્રિમાસિકમાં 40 ગુણનું મૂલ્યાંકન પ્રથમ ત્રિમાસિક કસોટીમાં દરેક વિષય માટે 40 ગુણનું મૂલ્યાંકન કરવામાં આવશે.પ્રશ્નપત્રોમાં બહુવિકલ્પીય (MCQ), ટૂંકા અને વિસ્તૃત ઉત્તર જેવા વિવિધ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે. પરીક્ષાનું આયોજન રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓમાં એકસમાન રીતે કરવામાં આવશે. ધો. 3અને 4 માટે ઉત્તરવહીમાં જવાબ લખવાની પદ્ધતિ અલગ સત્રાંત કસોટી દરમિયાન વિદ્યાર્થીઓના ઉત્તરવહીનું મૂલ્યાંકન પણ નક્કી કરાયેલી પ્રક્રિયા મુજબ થશે. ધોરણ 3 અને 4ના વિદ્યાર્થીઓ માટે ઉત્તરવહીમાં જવાબ લખવાની પદ્ધતિ અલગ રહેશે, જ્યારે ધોરણ 5થી 8ના વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં જવાબ લખવાના રહેશે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે અગાઉ જાહેર કરાયેલી વિશેષ પરીક્ષા માર્ગદર્શિકાનું પણ પાલન કરવામાં આવશે. સતત મોનિટરિંગ, પરિણામો ઓનલાઈન પરીક્ષાની સમગ્ર પ્રક્રિયા દરમિયાન CRC-BRC કો-ઓર્ડિનેટર, BRP, DIET, TPEO, SSA સહિતના અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે. ઓનલાઈન સ્ટુડન્ટ એટેન્ડન્સ પોર્ટલ પર વિદ્યાર્થીઓની હાજરી નોંધાવવાની તેમજ પરીક્ષાના પરિણામો ઓનલાઈન એન્ટ્રી કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    દારૂના બે ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો:ટંકારા પોલીસે ચાર મહિનાથી ફરાર આરોપી સામે કાર્યવાહી કરી
    Next Article
    પ્રતિબંધ છતાં એનાલોગ પનીરનો કાળો કારોબાર:બે દિવસમાં ₹3.69 લાખથી વધુનો 1.18 ટન જથ્થો જપ્ત, 842 પેઢીઓમાં તપાસ; 58 નમૂનાઓ લેવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment