Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂના બે ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો:ટંકારા પોલીસે ચાર મહિનાથી ફરાર આરોપી સામે કાર્યવાહી કરી

    1 day ago

    ટંકારા પોલીસે દારૂબંધીના બે ગુનામાં છેલ્લા ચાર મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી ટંકારા અને મોરબી સિટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં વોન્ટેડ હતો.પ્રાપ્ત માહિતી અનુસાર, ટંકારા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે મેઘજીભાઈ ઉર્ફે મેઘરાજ વિરમભાઈ સાટકા (ઉંમર ૨૭, ભરવાડ, રહે. ગઢડા (નાગબાઈ), તા. પડધરી, જિ. રાજકોટ) ને ઝડપી પાડ્યો હતો.આરોપી ટંકારા તાલુકાના નેકનામ-પડધરી રોડ પરથી બંધ બોડી ટ્રકમાંથી ઝડપાયેલા ઇંગ્લિશ દારૂના જથ્થાના કેસમાં સંડોવાયેલો હતો. આ ઉપરાંત, તે મોરબી શહેરના તુલસીપાર્ક નજીક ત્રણ અલગ-અલગ વાહનોમાંથી ઝડપાયેલા ઇંગ્લિશ દારૂના જથ્થાના કેસમાં પણ વોન્ટેડ હતો. પોલીસે આરોપીની અટકાયત કરી તેને કોર્ટમાં રજૂ કર્યો છે. પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ મેળવવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં 6 બિલ્ડીંગમાં ફાયર NOCના નામે લૂંટ:ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને તેના વતી ₹36,000ની લાંચ લેતાં શખસને ACBએ રંગે હાથ ઝડપ્યા
    Next Article
    ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર:17 ઓગસ્ટથી ત્રિમાસિક, 22 ઓક્ટોબરથી પ્રથમ સત્રાંત પરીક્ષા;30% પ્રશ્નો લર્નિંગ આઉટકમ્સ-રાષ્ટ્રીય સર્વેક્ષણ મુજબ પૂછાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment