Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં 6 બિલ્ડીંગમાં ફાયર NOCના નામે લૂંટ:ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને તેના વતી ₹36,000ની લાંચ લેતાં શખસને ACBએ રંગે હાથ ઝડપ્યા

    1 day ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ફાયર વિભાગમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને તેના વતી ₹36000ની લાંચ લેતાં ખાનગી વ્યક્તિ ભાવસિંહ ઝાલાને એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ઝડપી પાડ્યા છે. ફાયર સેફ્ટી ઓફિસર દ્વારા મોકલવામાં આવેલી 6 બિલ્ડિંગોની ફાયર NOC મંજૂર કરાવવાના બદલે પ્રતિ બિલ્ડિંગ ₹6,000 લેખે લાંચ માંગવામાં આવી હતી. આ મામલે જાગૃત નાગરિકની ફરિયાદ બાદ એસીબીએ મેમનગર સ્થિત યસ એક્વા કોમ્પ્લેક્સ પાસે ટ્રેપ ગોઠવીને રંગેહાથ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ફાયર NOC મંજૂર કરવા પ્રતિ બિલ્ડિંગ ₹6,000ની માંગણી ફરિયાદ કરનાર જાગૃત નાગરિકે શહેરની 6 જુદી-જુદી બિલ્ડિંગોની ફાયર NOC ગુજરાત સરકારના પોર્ટલ પર મંજૂરી અર્થે મોકલી આપી હતી. આ NOC મંજૂર કરવાના બદલામાં અમદાવાદના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે વતી ભાવસિંહ ઝાલા નામના શખ્સે પ્રતિ NOC ₹6,000 લેખે કુલ ₹36,000ની લાંચની માંગણી કરી હતી. મેમનગરમાં ACBનું સરપ્રાઈઝ ઓપરેશન લાંચ આપવા ન માગતા જાગૃત નાગરિકે આ અંગે વડોદરા શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે આજે (7 ઓગસ્ટ) ના રોજ બે સરકારી પંચોની હાજરીમાં મેમનગરના યસ એક્વા કોમ્પ્લેક્સ પાસે રોડ પર એસીબીની ટીમે વિશિષ્ટ ટ્રેપ ગોઠવી હતી. ભાવસિંહ ઝાલાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને જેવા ₹36,000 સ્વીકાર્યા કે તુરંત જ એસીબીના અધિકારીઓએ તેને ઘેરીને રંગેહાથ ઝડપી લીધો હતો. ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની પણ અટકાયત વચેટિયા ભાવસિંહ ઝાલાની ધરપકડ અને તેની પૂછપરછમાં લાંચનું સ્પષ્ટ નેટવર્ક સામે આવ્યા બાદ એસીબીની ટીમે AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની પણ ધરપકડ કરી લીધી છે. 2024માં અમિત ડોંગરેની ચીફ ફાયર ઓફિસર તરીકે નિમણૂક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં ચીફ ફાયર ઓફિસર તરીકે ઓક્ટોબર 2024માં અમિત ડોંગરેની નિમણૂક કરાઈ હતી. વિભાગમાં ફરજ બજાવતા બે સ્થાનિક સિનિયર અધિકારીઓને બાજુ પર રાખીને બહારથી લાવવામાં આવેલા ડોંગરેનો સમગ્ર કાર્યકાળ શરૂઆતથી જ વિવાદિત રહ્યો છે. પૂર્વ વિસ્તારના એક કોમ્પ્લેક્સમાં લાગેલી વિકરાળ આગ સમયે સ્થળ પર પહોંચવાના બદલે તેઓ ઓફિસમાં ઇન્ટરવ્યુ આપવામાં વ્યસ્ત રહ્યા હતા, જે મામલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કડક સૂચના આપ્યા બાદ જ તેઓ ઘટનાસ્થળે જવા રવાના થયા હતા.
    Click here to Read More
    Previous Article
    Jharkhand Students' Protest Live Updates: Protesters Demand CBI, ED Investigation
    Next Article
    દારૂના બે ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો:ટંકારા પોલીસે ચાર મહિનાથી ફરાર આરોપી સામે કાર્યવાહી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment