Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્યમંત્રીએ દાહોદને ₹367.78 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી:સિંગવડમાં સેવા સદન, ગરબાડામાં એકલવ્ય સ્કૂલનું લોકાર્પણ; GIDCનું પણ ખાતમુહૂર્ત

    10 hours ago

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લાને ₹367.78 કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ આપી છે. સિંગવડ ખાતે આયોજિત કાર્યક્રમમાં તેમણે તાલુકા સેવા સદન અને ગરબાડામાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું લોકાર્પણ કર્યું. આ ઉપરાંત, રતનમહલ રીંછ અભયારણ્ય વિકાસ અને નવી GIDC પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ તેમના હસ્તે સંપન્ન થયું. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વનબંધુઓના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવવા સતત પ્રયાસો થઈ રહ્યા છે, અને આ નવા પ્રોજેક્ટ્સ દાહોદ જિલ્લાના વિકાસને નવી ગતિ આપશે. સિંગવડ ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સિંગવડ તાલુકા સેવા સદન, ગરબાડામાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, રતનમહલ રીંછ અભયારણ્ય વિકાસ, નવી GIDC, રમતગમતના મેદાનો અને દેવગઢ બારિયામાં આદર્શ નિવાસી શાળાના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત સહિતના મહત્વના કામો ખુલ્લા મૂક્યા હતા. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે દાહોદ જિલ્લો ઐતિહાસિક રીતે આદિવાસી ગૌરવ અને સ્વાતંત્ર્ય આંદોલન સાથે જોડાયેલો છે. તેમણે 2007માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરાયેલી વનબંધુ કલ્યાણ યોજનાનો ઉલ્લેખ કર્યો, જેનાથી આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટું રોકાણ થયું છે. નર્મદાના પાણી દ્વારા દાહોદ, છોટા ઉદેપુર અને પંચમહાલના તળાવો ભરવાના ₹5500 કરોડના પ્રોજેક્ટથી 51,000 હેક્ટરથી વધુ જમીનને સિંચાઈનો લાભ મળશે. દાહોદના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે છેલ્લા બે દાયકામાં દાહોદ જિલ્લાને વિકાસની નવી દિશા મળી છે. અગાઉ વંચિત ગણાતો આ જિલ્લો આજે દેશના નકશામાં મહત્વનું સ્થાન ધરાવે છે. તેમણે જિલ્લામાં રેલવે ક્ષેત્રે મોટા રોકાણ, ઇલેક્ટ્રિકલ એન્જિન ઉત્પાદન એકમ અને રાષ્ટ્રીય રાજમાર્ગોના વિકાસથી આર્થિક પ્રગતિ તેજ બન્યાનો ઉલ્લેખ કર્યો. આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયા, રાજ્ય મંત્રી રમેશ કટારા, સહ પ્રભારી પી. સી. બરંડા, સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર અને ધારાસભ્યો શૈલેષ ભાભોર, બચુ ખાબડ, મહેન્દ્ર ભાભોર, મહેશ ભુરીયા તથા કનૈયાલાલ કિશોરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પાલનપુરમાં ₹4.60 કરોડના ખર્ચે નવો ડેપો-વર્કશોપ બન્યો:મંત્રી પ્રવીણભાઈ માળીએ આધુનિક સુવિધાઓવાળા સંકુલનું લોકાર્પણ કર્યું
    Next Article
    દેવભૂમિ દ્વારકામાં ગાંજા સાથે એક ઝડપાયો:રૂ. 19,170નો જથ્થો જપ્ત, અન્યની શોધખોળ ચાલુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment