Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રથયાત્રામાં મહિલાઓના દાગીના ઝૂંટવતી કુખ્યાત ‘બાવરીયા ગેંગ’નો પર્દાફાશ:ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના અલવરથી મહિલા સહિત બેને દબોચ્યા, ₹4.60 લાખના ઘરેણાં જપ્ત

    10 hours ago

    વડોદરા શહેરમાં અષાઢી બીજના પાવન પર્વે નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન ભીડનો ગેરલાભ ઉઠાવી મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન અને મંગળસૂત્રની તફડંચી કરનાર આંતરરાજ્ય ‘બાવરીયા ગેંગ’ નો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે રાજસ્થાનના અલવર ખાતે સ્થાનિક વેશમાં ઓપરેશન પાર પાડી એક મહિલા સહિત બે સાગરીતોને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી ₹4.60 લાખથી વધુની કિંમતના 4 સોનાના દાગીના કબજે કરી રાવપુરા પોલીસ મથકમાં નોંધાયેલા 4 વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે. રથયાત્રામાં પ્રસાદીના વાહન પાસે ભીડનો લાભ લઈ સ્નેચિંગ કર્યું અષાઢી બીજે વડોદરામાં નીકળેલી રથયાત્રા દરમિયાન ગાંધીનગર ગૃહ પાસેથી પસાર થતા પ્રસાદીના વાહન નજીક ભારે ભીડ જામી હતી. આ ભીડનો ગેરલાભ ઉઠાવી તસ્કરોએ એક મહિલાના ગળામાંથી ₹64,800 ની કિંમતનું સોનાનું મંગળસૂત્ર ઝૂંટવી લીધું હતું, જે અંગે રાવપુરા પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. આ ઉપરાંત અન્ય મહિલાઓ પણ આ જ મોડસ ઓપરેન્ડીથી ચેઇન સ્નેચિંગનો ભોગ બની હોવાની ફરિયાદો સામે આવી હતી. સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સથી અલવર સુધી પગેરું મળ્યું આ ઘટનાની ગંભીરતાને પગલે ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસમાં સ્કોર્પિયો કાર લઈને આવેલી રાજસ્થાન-હરિયાણાની કુખ્યાત બાવરીયા ગેંગની સંડોવણી ખુલી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલવર (રાજસ્થાન) ખાતે સ્થાનિક વેશ ધારણ કરી રેડ પાડી આરોપી જિતેન્દ્રસિંહ બહાદુરસિંહ બાવરીયા અને આરતી ધરમસિંગ બાવરીયાને ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી ચોરાઉ 3 સોનાની ચેઇન, 1 મંગળસૂત્ર (કિંમત ₹4,50,571) તેમજ ₹10,000 નો મોબાઇલ મળી કુલ ₹4,60,571 નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. સોશિયલ મીડિયા અને ગૂગલ મેપથી મેળ મેળવતા પોલીસ પૂછપરછમાં બાવરીયા ગેંગની અત્યંત ચોંકાવનારી કાર્યપદ્ધતિ સામે આવી છે. ગેંગના સભ્યો વિવિધ રાજ્યોના મોટા સંતો અને ધાર્મિક સંસ્થાઓના સોશિયલ મીડિયા પેજ, વ્હોટ્સએપ કમ્યુનિટીમાં એક્ટિવ રહેતા હતા. ગૂગલ મેપ અને ઓનલાઇન વિગતો દ્વારા આગામી સમયમાં ક્યાં મેળો, રથયાત્રા કે શોભાયાત્રા યોજાવાની છે તેનું આખું લિસ્ટ તૈયાર કરતા હતા. સ્કોર્પિયો ગાડીમાં 6થી 7 સ્ત્રી-પુરુષોની ટોળકી સ્થળ પર પહોંચી ભીડમાં ભળી જતી અને માત્ર મહિલાઓના ગળામાંથી ઘરેણાં ઝૂંટવી પળવારમાં રફુચક્કર થઈ જતી હતી. ગુનાહિત ઇતિહાસ અને વોન્ટેડ સાગરીતો આ ગુનામાં સંડોવાયેલા ગેંગના અન્ય 7 સાગરીતો ધરમસિંગ, બુગલા, ક્રિષ્નાબેન, કૌતરોબેન, મોટીબેન, શકુંતલા અને નેહાબેનને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમને ઝડપી પાડવા વધુ તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સુત્રાપાડા હાઇવે પર વાહન અડફેટે દીપડાનું મોત:સિંગસર નજીક અકસ્માત, બીજો દીપડો વાડી વિસ્તારમાં હોવાની માહિતી
    Next Article
    AMC ફૂડ વિભાગની કાર્યવાહી:શહેરમાં ડેરીમાં એનાલોગ પનીરનું વેચાણ થતાં બે ડેરી સીલ, જગતપુરમાં મુંબઈયા વડાપાવની દુકાન સીલ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment