Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMC ફૂડ વિભાગની કાર્યવાહી:શહેરમાં ડેરીમાં એનાલોગ પનીરનું વેચાણ થતાં બે ડેરી સીલ, જગતપુરમાં મુંબઈયા વડાપાવની દુકાન સીલ કરાઈ

    10 hours ago

    અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ના ફૂડ વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં ખાદ્યપદાર્થોના વેપારીઓ સામે કડક કાર્યવાહી કરી 4 જાણીતા એકમોને સીલ કરવામાં આવ્યા છે. બીજી તરફ, ડોર-ટુ-ડોર કચરા વાનમાંથી પ્લાસ્ટિક ખરીદીને ગેરકાયદે વેપાર કરતા ભંગારના વેપારી સામે પણ દંડાત્મક પગલાં લેવાયાં છે. ભેળસેળયુક્ત એનાલોગ પનીર વાપરતી બે ડેરીઓ સીલ ખોરાક અને ઔષધ નિયમન અંતર્ગત અસલી પનીરના નામે બનાવટી/એનાલોગ પનીરનો વેપાર કરતા એકમો સામે ફૂડ વિભાગે તવાઈ બોલાવી હતી. શુદ્ધ પનીરના સ્થાને એનાલોગ પનીરનું વેચાણ અને ઉપયોગ જણાતાં દુકાનને સીલ કરાઈ. ડેરી ઉત્પાદનોની તપાસમાં નિયમ વિરુદ્ધ એનાલોગ પનીર મળી આવતાં તાત્કાલિક અસરથી સીલિંગની કાર્યવાહી કરાઈ. બળેલું ખાદ્યતેલ અને સિન્થેટિક ફૂડ કલર વાપરતા એકમો પર તવાઈ વારંવાર ગરમ કરાયેલા કૂકિંગ ઓઈલના સેમ્પલ ટેસ્ટિંગમાં ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ (TPC) નું પ્રમાણ નિયત મહત્તમ 25 ટકાની મર્યાદા સામે 31.5 ટકા જેટલું અત્યંત જોખમી મળી આવતાં એકમને સીલ કરવામાં આવ્યું. ખાણીપીણીની ગ્રેવીમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા કૃત્રિમ/સિન્થેટિક કલરનો મર્યાદા બહાર ઉપયોગ થતો હોવાનું ખુલતાં રેસ્ટોરન્ટ સીલ કરાઈ. સીલ કરાયેલા એકમોની યાદી થલતેજમાં સરકારી કચરાના પ્લાસ્ટિક ખરીદનાર ભંગારના વેપારીને દંડ ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા હેબતપુર રેલ્વે ક્રોસિંગ (થલતેજ વોર્ડ) નજીક તપાસ હાથ ધરાઈ હતી. ‘B.N પસ્તીભંડાર’ નામનો દુકાનદાર મનપાના ડોર-ટુ-ડોર કલેક્શન વાહનના સફાઈ કર્મચારીઓને અલગ કરેલું પ્લાસ્ટિક વેચવા પ્રોત્સાહિત કરી ગેરકાયદે ખરીદી કરતો ઝડપાયો હતો. દુકાનની બહાર ગેરકાયદે ભંગાર નાખી ગંદકી કરવા તેમજ ગાર્બેજ સેગ્રીગેશનના નિયમભંગ બદલ વેપારીને સ્થળ પર જ ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. AMC તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જાહેર આરોગ્ય સાથે ચેડાં કરનારા અને મનપાના નિયમોનું ઉલ્લંઘન કરનારા કોઈપણ એકમ સામે ભવિષ્યમાં વધુ આકરી કાનૂની કાર્યવાહી ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    રથયાત્રામાં મહિલાઓના દાગીના ઝૂંટવતી કુખ્યાત ‘બાવરીયા ગેંગ’નો પર્દાફાશ:ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના અલવરથી મહિલા સહિત બેને દબોચ્યા, ₹4.60 લાખના ઘરેણાં જપ્ત
    Next Article
    નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ-ડીઝલ અને CNG નહીં:વાહનમાં ચેડાં કર્યા હશે તો ઇંધણ ન આપવા આદેશ, નિયમનો ભંગ કરનાર સામે FIR થશે; રાજકોટ CPનું જાહેરનામું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment